પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે રાજકોટ શહેરમાં ધાર્મિક આસ્થા અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા મંદિરોમાં ભક્તોએ દર્શન-પૂજન કરી શ્રદ્ધા વ્યક્ત કરી હતી. શ્રાવણ માસના અંતિમ દિવસે ધાર્મિક પરંપરાઓ અનુસાર લોકોએ પીપળાના વૃક્ષે પાણી અર્પણ કરી પિતૃઓને તૃપ્ત કરવાની વિધિ પણ કરી હતી. લોકોએ પોતાના ઘર નજીક આવેલા મંદિરોમાં જઈ ભગવાનના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. શ્રાવણ માસની પૂર્ણાહુતિના દિવસે શહેરના ગ્રામ્ય દેવતા તરીકે આસ્થાનું કેન્દ્ર ગણાતા રામનાથ મહાદેવ મંદિરે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા. પીપળે જળ અર્પણ કરવાની પરંપરા સાથે પિતૃઓના સ્મરણ અને તૃપ્તિ માટેની ધાર્મિક વિધિઓ કરવામાં આવતા શહેરમાં શ્રાવણ માસની પૂર્ણાહુતિ ભક્તિભાવપૂર્વક ઉજવાઈ હતી.
રામનાથ મંદિરે ભાવિકોએ પીપળે જળ અર્પણ કરી પિતૃઓને તૃપ્ત કર્યા

You Might Also Like
Follow US
Find US on Social Medias



