71.7 લાખ કરોડ દંડ ભરવા તૈયારઃ બે કલાકની ડેઈલી ટાઈમ લિમિટ, સ્કૂલ ટાઈમમાં નોટિફિકેશન પર પ્રતિબંધ, હાનિકારક કન્ટેન્ટ પર રોક, ઓટોમેટિક નાઈટ મોડ સહિતના નિયમો બદલાશે
સોશિયલ મીડિયાની દુનિયામાં અત્યાર સુધીનો સૌથી મોટો ઐતિહાસિક નિર્ણય સામે આવ્યો છે. બાળકો અને કિશોરોમાં ઇન્સ્ટાગ્રામ તેમજ ફેસબુકના વ્યસન અને માનસિક સ્વાસ્થ્યને થતા નુકસાનના મામલે ટેક જાયન્ટ મેટાએ યુએસ રાજ્યો સમક્ષ ઝૂકવું પડ્યું છે. વર્ષોથી ચાલી રહેલા કાનૂની વિવાદનો અંત લાવવા માટે મેટાએ ૧૮ બિલિયન (અંદાજે ₹૧.૭ લાખ કરોડ) ચૂકવવા અને પ્લેટફોર્મ પર બાળકોની સુરક્ષા માટે મોટા ફેરફારો કરવા પર સંમતિ દર્શાવી છે. અમેરિકી ઇતિહાસમાં કોઈપણ ટેક કંપની સામે થયેલું આ સૌથી મોટું લીગલ સેટલમેન્ટ છે.
અમેરિકાના લગભગ તમામ રાજ્યો દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં એટર્ની જનરલે સાબિત કર્યું કે મેટાના ‘અનલિમિટેડ સ્ક્રોલિંગ’, ‘લાઈક બટન’ અને ‘પુશ નોટિફિકેશન’ જેવા ફીચર્સ નાના બાળકોના મગજના વિકાસ પર ગંભીર અને નકારાત્મક અસર કરે છે. આ ફીચર્સના કારણે કિશોરોમાં ડિપ્રેશન, ચિંતા, ઊંઘ ન આવવી અને અન્ય માનસિક સમસ્યાઓ ઝડપથી વધી રહી હતી. કેલિફોર્નિયાના એટર્ની જનરલ રોબ બોન્ટાએ જણાવ્યું હતું કે આ સેટલમેન્ટ બાળકો માટે વાસ્તવિક સુરક્ષા અને પારદર્શિતા લાવશે.




