ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા રાજકોટ ટ્રાફિક પોલીસે વિશેષ ડ્રાઇવ હાથ ધરી કાળા કાચ લગાવેલા તેમજ નંબર પ્લેટ વગર અથવા નિયમો વિરુદ્ધ નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસની વિવિધ ટીમો દ્વારા શહેરના મુખ્ય માર્ગો, ચાર રસ્તા અને વ્યસ્ત વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન કાળા કાચ ધરાવતા તેમજ નંબર પ્લેટ વગર કે નિયમો મુજબ નંબર પ્લેટ ન લગાવનાર વાહનચાલકોને રોકી મોટર વાહન અધિનિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ કાળા કાચ અને નિયમ વિરુદ્ધની નંબર પ્લેટના કારણે વાહનની ઓળખ કરવામાં મુશ્કેલી ઊભી થાય છે, જે કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ ગંભીર બાબત છે. તેથી આવા નિયમભંગ કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ સતત ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે. ટ્રાફિક પોલીસે તમામ વાહનચાલકોને અપીલ કરી છે કે તેઓ પોતાના વાહનોમાં નિયમ મુજબની નંબર પ્લેટ લગાવે, કાળા કાચ દૂર કરે અને ટ્રાફિક નિયમોનું પાલન કરી સુરક્ષિત તથા જવાબદાર નાગરિક તરીકે સહયોગ આપે.
નિયમ ભંગ કરનાર સામે પોલીસની કાર્યવાહી : કાળા કાચ તથા નંબર પ્લેટ વગરનાં વાહન ચાલકો સામે તવાઇ

You Might Also Like
Follow US
Find US on Social Medias



