સર્વેશ કુશારેનો હાઇજમ્પમાં ઐતિહાસિક સિલ્વર : જ્ઞાનેશ્વરી અને અજય બાબુને સિલ્વર, બિંદિયારાનીને બ્રોન્ઝ મેડલ
ગ્લાસગો ખાતે યોજાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય એથ્લેટ્સનું શાનદાર પ્રદર્શન સતત જારી છે. રમતના પાંચમા દિવસે મહિલાઓની પેરા શોટ પુટ ઋપ૭ ઇવેન્ટમાં ભારતની શર્મિલા ધનખડે ૯.૮૧ મીટરના સીઝન બેસ્ટ થો સાથે દેશને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ સાથે જ ભારતના કુલ મેડલની સંખ્યા ૧૦ પર પહોંચી ગઈ છે અને ભારત મેડલ ટેલીમાં ૮મા સ્થાને મજબૂત સ્થિતિમાં છે. હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના ચિત્રોલી ગામની ૩૪ વર્ષીય શર્મિલા ધનખડે તમામ અડચણોને પાર કરીને આ ગોલ્ડ મેડલ જીત્યો છે. બાળપણમાં પોલિયોનો ભોગ બન્યા બાદ અને નાની વયે લગ્ન થવા છતાં તેમણે હિંમત હારી નહોતી. વર્ષ ૨૦૨૩માં ટ્રેનિંગનો ખર્ચ કાઢવા તેમણે પોતાનું ઘર પણ વેચી દીધું હતું. પોતાના પતિ અજીતના પ્રોત્સાહનથી પેરા એથ્લેટિક્સમાં ઝંપલાવીને તેમણે દેશનું નામ રોશન કર્યું છે. આ જ ઇવેન્ટમાં ભારતની શિલ્પા કે. શાયલાએ ૭.૨૬ મીટરના વૈયક્તિક શ્રેષ્ઠ થો સાથે બ્રોનઝ મેડલ જીત્યો છે. નાઇજીરિયન ખેલાડીના થો સામે ભારતે વિરોધ નોંધાવતા તે થ્રો ફાઉલ જાહેર થતાં શિલ્પાને બ્રોન્ઝ એનાયત કરાયો હતો. મહારાષ્ટ્રના નાસિકના સર્વેશ કુશારેએ પુરુષોની હાઇજમ્પ ફાઇનલમાં ૨.૨૫ મીટરનો કૂદકો લગાવીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. કોમનવેલ્થ ગેમ્સની હાઇજમ્પ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો છે. બાળપણમાં ખેતરમાં મકાઈના ફોતરાં અને કપાસની લેન્ડિંગ પિટ બનાવીને પ્રેફિટસ કરનાર સર્વેશે ભારતીય રમતગમતમાં નવો ઈતિહાસ રચ્યો છે.
- Advertisement -
બોસિગ અને અન્ય રમતોના અપડેટ્સ
બોર્ડિસગ: સચિન સિવાયે (૬૦ કિગ્રા), અંકુશ પંચાલે (૮૦ કિગ્રા) અને સાક્ષી ચૌધરીએ (૫૧ કિગ્રા) પોતપોતાની મેચ જીતીને ક્વોર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી મેડલની આશા જીવંત રાખી છે.
એથથ્લેટિક્સ અને સ્વિમિંગ: ૧૧૦ મીટર હર્ડલ્સમાં તેજસ શિરસે ૮મા સ્થાને રહ્યા. સ્વિમિંગમાં ૮૦૦ મીટર ફ્રીસ્ટાઈલમાં આર્યન નેહરા ૭મા અને ૨૦૦ મીટર બટરફ્લાયમાં સાજન પ્રકાશ ૮મા સ્થાને રહ્યા. જીમનાસ્ટિક્સ વોલ્ટ સ્પર્ધાની ફાઇનલમાં પ્રતિષ્ઠા સાચંતા ૭મા સ્થાને રહી હતી.




