છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાતમાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ અને વ્યાપક જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા છે. જોકે, રાહતના કોઈ એંધાણ દેખાઈ રહ્યા નથી, કારણ કે ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી કેટલાક દિવસો સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અરબ સાગર અને બંગાળની ખાડીમાં સક્રિય થયેલી મલ્ટિપલ સિસ્ટમ્સના કારણે ગુજરાત પર ભારે વરસાદી આફત મંડરાઈ રહી છે.
24 જુલાઈ : રેડ એલર્ટ
પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં અત્યંત આફતજનક વરસાદનું રેડ એલર્ટ. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ.
- Advertisement -
25 જુલાઈ: ઑરેન્જ-ચલો એલર્ટ
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ. રાજ્યના બાકીના ભાગોમાં ૩૦-૪૦ સળાવ ની ઝડપે પવન, વીજળીના કડાકા- ભડાકા સાથે હળવાથી મધ્યમ અને છૂટાછવાયા ભારે વરસાદનું થલો એલર્ટ.
26 જુલાઈ : ઑરેન્જ એલર્ટ
સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. બાકીના તમામ જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા.
27 જુલાઈ: યલો એલર્ટ
બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદ, બાકીના ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે.




