ત્રણ અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ
પોલીસને ૬ મહિનામાં ટ્રાયલ પૂરી કરવા સુપ્રિમે જણાવ્યું
- Advertisement -
ઇન્દોરના ચર્ચિત રાજા રઘુવંશી હત્યાકાંડની મુખ્ય આરોપી સોનમ રઘુવંશીના જામીન સુપ્રીમ કોર્ટે રદ કર્યા. કોર્ટે મેઘાલય પોલીસની અરજી પર સુનાવણી કર્યા બાદ ગુરુવારે ચુકાદો સંભળાવ્યો. સુપ્રીમ કોર્ટે સોનમને ત્રણ અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે પોલીસને નિર્દેશ આપ્યો કે કેસનો ટ્રાયલ ૬ મહિનાની અંદર પૂરો કરવામાં આવે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે જો નિર્ધારિત સમયગાળામાં ટ્રાયલ પૂરો ન થાય તો સોનમ રઘુવંશી ફરીથી જામીન માટે અરજી કરી શકે છે.
મહેતાએ દલીલ કરી હતી કે કાયદા હેઠળ કેટલીક પરિસ્થિતિઓમાં ધરપકડના કારણો અલગથી જણાવવાની જરૂર નથી હોતી. તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિ રંગે હાથે પકડાય છે અથવા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરે છે, તો પછીથી એવો તર્ક આપી શકાય નહીં કે તેને ધરપકડના કારણો જણાવવામાં આવ્યા ન હતા.
ઇન્દોરના રાજા રઘુવંશી હત્યાકાંડની આરોપી સોનમ રઘુવંશીને સુપ્રીમ કોર્ટે આત્મસમર્પણ કરવાની સલાહ આપી છે. જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ પીબી વરાલેની બેન્ચે સોનમના વકીલને કહ્યું- તેમની પાસે બે વિકલ્પો છે- પહેલો- જો તેઓ ઇચ્છે તો આ અદાલત મેઘાલય સરકારની અપીલ પર તેમની દલીલો સાંભળીને અંતિમ આદેશ પસાર કરી શકે છે. બીજો- સોનમ હાલમાં આત્મસમર્પણ કરે જેથી તપાસ એજન્સીઓ તેની પૂછપરછ કરી શકે અને આ દરમિયાન જામીનના મુદ્દા પર પણ વિચારણા કરી શકાય.




