સોમનાથ સોસાયટીમાં મોડી રાત્રે ખેલાયેલા ખૂની ખેલથી કાયદો-વ્યવસ્થાની આબરૂનું ધોવાણ
ડબલ મર્ડરને અંજામ આપનાર આરોપીની હાલત ગંભીર : બંને પક્ષે મૃતક સહીત 5 વિરુદ્ધ સામસામે ફરિયાદ
- Advertisement -
સામા પક્ષે મૃતક સહિત ચાર સામે હત્યાનો પ્રયાસ સહિતનો ગુનો
રાજકોટમાં મોડી રાત્રે બેવડી હત્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના લિરા લીરા ઉડી ગયા છે સોમનાથ સોસાયટીમાં વૈશાલીનગરના શખ્સે નેફામાંથી છરી કાઢી જાહેરમાં હુમલો કરતા રૈયાધારમાં રહેતાં 55 વર્ષીય પ્રૌઢનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જયારે આ જીવલેણ હુમલામાં ઘવાયેલા મૃતકના ભાઈનું સારવારમાં મોત થયું હતું જયારે પુત્રને પણ જીવલેણ ઈજા થતાં સારવારમાં ખસેડાયા હતાં જયારે હુમલાખોરને પણ ઇજા પહોંચી હોય હોસ્પિટલમાં ખસેડાયો હતો બનાવની જાણ થતાં ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને યુની. પોલીસે હત્યા, હત્યાની કોશિષ સહિતની ગંભીર કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
રાજકોટના રૈયાધારમાં આવેલ બંસીધર પાર્કમાં રહેતાં અને કુવાડવા રોડ ખાતે શિવ શક્તિ આટાની ચક્કી ચલાવી પરીવારનુ ગુજરાન ચલાવતા લાખાભાઇ સુરેશભાઈ ધોળકીયા ઉ.24એ વૈશાલીનગરમાં રહેતા હાર્દીક ધુળાભાઈ ધોળકિયા સામે હત્યા, હત્યાનો પ્રયાસ સહિતની ગંભીર કલમ હેઠળ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેના પરિવારમા પિતા સુરેશભાઈ બાલાભાઈ ધોળકીયા ઉ.55 હતાં તેમજ માતા લીલુબેન ધોળકીયા, પત્નિ ભુમીબેન બધા સાથે રહે છે ગત રાત્રે આશરે એકાદ વાગ્યે તે અને તેમના પિતા સુરેશભાઈ ઘરે હતા ત્યારે કાકા રાજેશભાઈ બાલાભાઈનો પિતાને ફોન આવેલ કે, મારો કૌટુંબીક સંબંધી હાર્દીક ધોળકીયા મારા ઘર પાસે આવી ગાળાગાળી કરે છે, જેથી તમે ઝડપથી આવો તેમ વાત કર્યાનું જણાવેલ જેથી યુવક અને તેના પિતા સુરેશભાઇ કારમાં રાજેશભાઇના ઘરે જવા નીકળ્યા હતાં ત્યાર બાદ કાકા રાજેશભાઇનાં સોમનાથ સોસાયટીમાં આવેલ ઘર પાસે પહોંચ્યા ત્યારે ત્યા કાકા રાજેશભાઈ, હનુભાઇ નાજાભાઈ ધોળકીયા, શિવાભાઈ નથુભાઈ ડોંડા હાજર હતા અને હાર્દિક ગાળો બોલતો હતો. જેથી હનુકાકા તેમને સમજાવવા માટે તેની નજીક ગયા તો આ હાર્દિક વધારે ઉશ્કેરાઈ ગાળો બોલતો હોય જેથી યુવકે અને કાકા રાજેશભાઇએ લોખંડના પાઇપ લઇ લિધેલ અને હાર્દિકને ગાળો ન બોલવા અને માથાકુટ ન કરવા સમજાવવા જતા હાર્દિકે કહેલ કે, અમારો ભાગ કેમ આપતા નથી તેમ કહી હાર્દિકે છરી કાઢી યુવકના પિતા સુરેશભાઈના છાતીના ભાગે છરીનો એક જીવલેણ ઘા મારતા તેમના પિતા ત્યા જ પડી ગયા હતાં જેથી કાકા રાજેશભાઇ વચ્ચે પડતા કાકાને પણ છાતીના ભાગે પડખાના ભાગે, પેટથી નીચે જાંઘના ભાગે તથા હાથના તથા શરીરે અલગ અલગ ભાગે છરીના ઘા ઝકી દીધા હતા અને જીવલેણ ઇજા કરતા તેઓ પણ ત્યા પડી ગયા હતા પિતા તથા કાકાને વધુ મારથી છોડાવવા જતા હાર્દિકે યુવકને પણ તેના હાથમા રહેલ છરી વડે પીઠમાં, હાથમાં અને હથેળી પર છરીના ઘા ઝીકી દીધા હતા આ માથાકૂટમાં હાર્દિક ધોળકીયાને પણ ઇજા થઈ હતી યુવકના પિતા સુરેશભાઈ તથા કાકા રાજેશભાઇને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે કારમા નાખી તાત્કાલીક સારવાર માટે રૈયા રોડ આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા પરંતુ ત્યાં તબીબે સુરેશભાઈને મૃત જાહેર કર્યા હતાં તેમજ ફરિયાદી યુવક અને તેના કાકા રાજેશભાઈ ધોળકિયાને જીવલેણ ઈજા થતાં દાખલ કર્યા હતાં આ હુમલા પાછળના કારણ અંગે ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેમના પિતા સુરેશભાઈ તથા કાકા રાજેશભાઇ સાથે આ હાર્દિક ધોળકીયા સાથે કૌટુંબીક ભાગ બાબતનું મનદુખ હોય અને તે બાબતે પિતા અને કાકા રાજેશભાઈને આ હાર્દિક ફોનમાં ગાળાગાળી કરી મારી નાખવાના ઈરાદા સાથે કાકાના ઘર પાસે આવી ઝઘડો કરી ગુનાને અંજામ આપ્યો હતો બનાવની જાણ થતાં ડીસીપી રાકેશ દેસાઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયાં હતા યુની. પોલીસે ગુનો નોંધી પીઆઈ ચિંતન દવે અને ટીમે તપાસ શરુ કરી હતી જયારે સારવારમાં રહેલા ફરીયાદીના કાકા રાજેશભાઈએ પણ ટુંકી સારવારમાં દમ તોડી દેતા બનાવ ડબલ મર્ડરમાં પરિણમ્યો હતો.
- Advertisement -
બેવડી હત્યાના આરોપી હાર્દિક ધોળકિયા પણ ગંભીર
રાજકોટની સોમનાથ સોસાયટીમાં ગત મોડી રાત્રે ખેલાયેલા ખૂની ખેલમાં પૈસા અને જમીનની માથાકૂટમાં બે સગા ભાઈઓને મોતને ઘાટ ઉતારનાર હાર્દિક ધુળાભાઇ ધોળકિયાને પણ સામે વાળા શખ્સોએ છરી તથા લોખંડના પાઇપ વડે માથામા અને શરીરના અલગ અલગ ભાગે જીવલેણ ઘા ઝીંકી દેતાં તેને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હતો. આ મામલે યુની. પોલીસે મૃતક સુરેશભાઇ ઉર્ફે સુરાભાઇ બાલાભાઇ ધોળકીયા તેમજ લાખા સુરેશભાઇ ધોળકીયા, રાજેશભાઇ બાલાભાઇ ધોળકીયા અને શિવા નથુભાઇ ડોંડા સામે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીઓએ જુની જમીનના પૈસા બાબતે જુની અદાવતનો ઝઘડો ચાલતો હોય જેનો ફરીયાદી ઉપર ખાર રાખી સમાન ઇરાદે ગુનાને અંજામ આપ્યો હતો.
બંને મૃતકના છ સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું
રાજકોટના રૈયાધાર બંસીધર પાર્કમાં રહેતાં સુરેશભાઇ બાલાભાઇ ધોળકીયાને સંતાનમાં બે દિકરા લાખાભાઇ અને વિજયભાઇ છે સુરેશભાઇ અમરેલીના દુધાળા ગામે ખેતીવાડી ધરાવે છે અને રાજકોટમાં દુધ તેમજ પશુ પાલનનો ધંધો કરતાં હતાં. જ્યારે તેમની સાથે હત્યાનો ભોગ બનેલા તેમના નાના ભાઇ રાજેશભાઇ બાલાભાઇ ધોળકીયા પણ પશુપાલન અને દુધનો ધંધો કરતાં હતાં. તેમને સંતાનમાં બે દિકરા અને બે દિકરીઓ છે. આમ બંને ભાઇઓની એક સાથે હત્યાથી બંનેના છ સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારજનોમાં શોક વ્યાપી ગયો છે.
કરોડોની અઢી હજાર વાર જગ્યામાં ભાગ નહીં મળ્યાનો આક્ષેપ
બેવડી હત્યા પાછળ પ્રાપ્ત માહિતી મુજબ અઢી હજાર વારની કરોડોની જગ્યાનું સેટલમેન્ટ થયું તેમાંથી હાર્દિકના પરિવારને 60 ટકા ભાગ દેવાનો હતો આ ભાગ સુરેશભાઇ, રાજેશભાઇ આપતાં ન હોઇ સાત વર્ષથી માથાકુટ ચાલતી હતી આરોપી હાર્દિકભાઇના સગાએ જણાવ્યું હતું કે સાત વર્ષ પહેલા હાર્દિકના દાદા અને અમારા કુટુંબી સુરેશભાઇ, રાજેશભાઇ વચ્ચે એક જમીનમાં સહીયારો કબ્જો હતો આ જમીનમાં સાત વર્ષ પહેલા સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું. અગાઉથી નક્કી થયા મુજબ સેટલમેન્ટ થાય ત્યારે હાર્દિકના પરિવારને ભાગ આપવાનો એવુ નક્કી થયું હતું જે તે વખતે આ બંને ભાઇઓએ પોતે ભાગ આપી દેશે પણ હજુ અમુક વહિવટ બાકી છે તેવુ કહી ભાગ આપ્યો નહોતો પરંતુ બાદમાં જમીનમાં ફેન્સીંગ બંધાવવાનું ચાલુ થઇ જતાં હાર્દિકના પરિવારજનોએ સેટલમેન્ટ થઇ ગયું છતાં અમારો ભાગ કેમ આપતાં નથી તેમ કહી માંગણી કરી હતી પરંતુ બંને ભાઈઓ વાયદા પાડતાં હતાં પખવાડીયા પહેલા એક બેઠકમાં બંને પક્ષના લોકો ભેગા થયા હતા ત્યારે પણ દસ દિવસની મુદ્દત પાડી હતી આ વાતને પખવાડીયુ વીતી ગયું છતાં ભાગ ન અપાતાં રાત્રે માથાકુટ થઇ હતી અને બનાવ ડબલ મર્ડર સુધી પહોંચ્યો હતો.




