By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 day ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    3 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    3 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    3 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    7 hours ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    1 day ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    1 day ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    1 day ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 day ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    3 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    5 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ડેથ વેલી- કેલીફોર્નીયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ડેથ વેલી- કેલીફોર્નીયા
Author

ડેથ વેલી- કેલીફોર્નીયા

Khaskhabar Editor
Last updated: 2026/07/18 at 3:21 PM
Khaskhabar Editor 2 months ago
Share
7 Min Read
SHARE

રેખા પટેલ (ડેલાવર)

હાલમાં અમેરિકાના ઘણા રાજ્યોમાં અસહ્ય ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ૯૫ થી ૧૦૫ ફેરનહીટનો આંકડો નોંધાઈ રહ્યો છે ત્યારે મને ડેથ વેલીની યાદ આવી ગઈ.

- Advertisement -

અમેરીકામાં આવેલું કેલીફોર્નીયા સ્ટેટ અનેક વિવિધતાઓથી ભરેલું છે. જ્યાં સપાટ મેદાન થી શરુ કરીને હરિયાળા ખેતરો, ફળોની અને ડ્રાયફ્રુટસની ખેતી , પર્વતો, જંગલો અને રણ આવેલા છે. અલગ અલગ વાતાવરણ અને વિવિધતાઓથી ભરેલું આ સ્ટેટ ગોલ્ડન સ્ટેટ કહેવાય છે.
આવા સ્ટેટમાં આવેલું એક અદભૂત સ્થાન ” ડેથ વેલી ” સામાન્ય રીતે “મોતની ખાડી” આવું નામ સાંભળતાં કંપારી આવી જાય કેવું ભયંકર નામ જગ્યા પણ આવી જ હશે. પરંતુ આ સ્થળની પોતાની સુંદરતા છે. સાવ ઉજ્જડ એવા આ નેશનલ પાર્કની પોતાની અલગ સૃષ્ટી છે.
લાસવેગાસ ની ઉત્તર પશ્ચિમે ૧૨૦ માઈલ અને લોસ એન્જેલસ થી ૨૨૯ માઈલ ઉત્તર પૂર્વમાં ૪ કલાકનું ડ્રાઈવ કરી ડેથ વેલી પહોચાય છે. ત્યાં પહોચ્યા પછી વાંકાચૂંકા પહાડી કલાકનાં ડ્રાઈવ બાદ મધ્યભાગમાં પહોચી શકાય છે. ડેથ વેલી એ વેરાન અને સુકો પર્વતીય વિસ્તાર છે.
આ પહાડી રણ ત્યાની પ્રચંડ ગરમીને કારણે મોતની ખીણ એટલે કે ડેથવેલી તરીકે પ્રખ્યાત છે. આ ૨૨૫ કિલોમીટર લાંબી અને ૨૪ કિલોમીટર પહોળી ખીણ છે જે ૩.૩ મિલિયન એકર્સમાં પથરાએલું છે. ચારે બાજુ ઉંચા પુતા વિશાળ પથ્થરો અને વચમાં દરિયાની સપાટીથી ૨૮૨ ફૂટ નીચે મોટી રકાબી જેવો આકાર ધરાવતી ખીણ. આ સ્થળે પ્રાચીન કાળમાં દરિયો હશે, આથી અહીની જમીન ક્ષારોની બનેલી છે.
વાંકા ચુકા પહાડી રસ્તાઓ ઉપર બહુ સિફતથી ડ્રાઈવ કરીને અમે પાર્કના મઘ્યભાગમાં પહોચી ગયા. ગાડી પાર્ક કર્યા પછી જ્યારે નીચાણવાળા ભાગમાં ચાલતા અમે આ મીઠાના દરીયાને નજીકથી જોવા ઉતર્યા ત્યારે બરાબર બપોરના બાર વાગ્યા હતા. ખુબજ ગરમી, એક નાનું સરખું પણ વૃક્ષ કે ઝાડવું નહોતું, અને માથે તપતો સુરજ ત્યાં ના જવા સૂચન કરતો ત્યારે બીજી તરફ દુનિયામાં જુજ આવા સ્થળો આવેલા છે જે છેક અહી આવીને જોયા વિના પાછું ફરવા મન નાં પાડતું રહ્યું.
છત્રી અમે ભૂલી ગયા હતા, છેવટે માથા ઉપર રૂમાલ અને હાથમાં પાણીની બોટલ લઇ એક માઈલ ચાલવાની હિંમત કરી નાખી. બરાબર વચમાં પહોચ્યા પછી એમજ લાગ્યું કે મીઠાના સાગરની વચમાં કોઈ મરુભૂમિમાં ઉભા હોઈએ. ચારેબાજુ ઊંચા પહાડોની વચમાં ફેલાએલાં સફેદ મીઠાના સાગરને જોતા વિચિત્ર લાગણીઓ જન્મી આવતી હતી. દરિયા વિના કે પાણી વિના આટલું બધું મીઠું આવ્યું કેવી રીતે?
જમીનમાં ખારા અને ખનીજ દ્રવ્યો યુક્ત પાણીનો સ્ત્રોત રહેલો હોવાથી આ નવ હજાર ચોરસ માઈલના વિસ્તારનું બધુજ ક્ષાર સાથેનું પાણી આ નીચા વિસ્તારમાં જમા થાય છે. વધુ પડતી ગરમીને કારણે બધાજ પાણીનું ઝડપી બાષ્પીભવન થઇ જતા જમીન ઉપર માત્ર ક્ષાર રહી જાય છે. છેવટે મીઠાના દરિયા જેવો આભાસ ઉભો કરે છે. આવા સ્ફટિકો ખરબચડી જમીન અને સુકાએલી પાણીની સપાટી ઉપર અવનવી ડીઝાઈન રચે છે. એ જોઈ બાળપણનું પુંઠાના બીબામાં રંગીન કાચ જેમ ડીઝાઈનો બદલતું રમકડું યાદ આવી ગયું.

દુનિયામાં સૌથી વધુ ગરમી આ ખીણમાં પડે છે. ૧૯૧૩માં ૧૩૪ ફેરનહીટ અને ૨૦૨૦ માં ૧૩૦ ફેરનહીટ તાપમાન નોંધાયું હતું. જોકે અમે ગયા ત્યારે ૧૦૦ હતું. છતાં સુખી હવા અને તપતા પથ્થરોને કારણે અહી ગરમીનો અહેસાસ અલગ લાગતો હતો. ડેથવેલીમાં અંદર માનવ વસ્તી નથી પરંતુ બસો જેટલા પક્ષી, ૧૯ જાતના સાપ અને કાચિંડાની વસ્તી છે. વિસ્તારમાં પથ્થરોમાં અનેક વિવિધતા જોવા મળે છે. જેમાં ગોલ્ડન વેલી ખુબ રમણીય જગ્યા છે. સાંજના સમયે ઢળતાં સુરજના અજવાશમાં તેની સુંદરતા અદભુત દેખાય છે.
ઉગતો સુરજ અને સાંજની સુંદરતા જોવા લોકો ખાસ આવે છે. ઢળતો દુરજ જયારે સોનેરી કેસરી કિરણોને અલગ રંગોના વિશાળ પથ્થરો અને ઉંચા ટેકરાઓ ઉપર છુટ્ટે હાથે ઢોળતો હોય ત્યારે પથ્થર ઉપર ચુપચાપ બેસીને સન્નાટા સાથે આ દ્રશ્યને પીવાનો આનંદ અવર્ણીય છે. જોકે આ જગ્યાની સાચી સુંદરતા માણવા અહી રાત્રી રોકાણ કરવું જોઈએ. પરંતુ એ માટે અહી રાત રોકાવવું પડે. સમયની અછતને કારણે અમે સાંજનો સૂર્યાસ્તની મઝા માણી નીકળી ગયા.
કલ્પના માત્ર રોમાંચક કરી દેતી કે પૂનમની રાત્રે ચાંદના અજવાળામાં આ ખીણ કેવી અદ્ભુત લાગતી હશે. નિશબ્દ નીરવતા વચમાં ક્યાંક તમારાના અવાજો અને ચામાંચીડીયાનો પગરવ કદાચ ડેથ વેલીના નામને સાર્થક કરતો હોય તેવો આભાસ પણ આપતો હોય.
છેલ્લા પચાસ વર્ષોથી આ જગ્યા પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બની છે, ત્યારબાદ અહી બે રિસોર્ટ બંધાયા છે.. સ્ટોવપાઇપ વેલ્સ અને ફર્નેસ ક્રીકનાં ઉજ્જડ વિસ્તારમાં બંધાએલા આ બે રિસોર્ટ દુરથી પણ ઘ્યાન ખેંચે તેવા છે. ચારે બાજુ ખૂબ જતનથી પામ ટ્રી રોપાએલા છે. બાંધકામ પણ મેક્સિકન સ્ટાઈલનું અલગ છે જે બીજા રાજ્યમાંથી આવેલા પ્રવાસીઓને આકર્ષે તેવું છે.
બે કલાક ફર્યા બાદ અમે ઇન્ફર્મેશન સેન્ટરમાં કાર પાર્ક કરી, ચાદર પાથરી ઘરેથી લઇ ગયેલા ઠંડા દહીવડા અને પાપડીનો લોટ ખાધો. આવી ઉજ્જડ જગ્યા ઉપર એક માત્ર આજ કોર્નર જીવંત અને જતનથી ઉગાડાએલા નાના વૃક્ષોને કારણે જીવંત લાગતો હતો.
એક વખત આ વેલીમાં દાખલ થયા પછી પેટ્રોલની કોઈ વ્યવસ્થા નથી. આથી કારમાં પુરતું પેટ્રોલ હોવું ખાસ જરૂરી છે. કારણ અંદર ગયા પછી ખાસ ફોન સિગ્નલ પણ મળતા નથી. ટૂંકમાં વ્યવથા ખાસ હોતી નથી.
અમારી પાસે પૂરતું પેટ્રોલ નહોતું તેનો ખ્યાલ પાછા વળતા થઇ ગયો હતો. ભગવાનનું નામ લઈને કાર ચલાવતા રહ્યા. આ દરમિયાન ગરમી સહન કરીને પણ બારી ખુલ્લી રાખવી પડી હતી. અહી જતા પહેલા રસ્તાઓ વિષે અને હવામાન પરિસ્થિતિઓ જાણવું જરૂરી છે. પર્વતીય રસ્તાઓમાં પગે ચાલીને ફરનારા કે હાઈકિંગ કરવાની ઈચ્છા ધરાવનારે ખાસ નકશો સાથે પાણીનો પુરવઠો રાખવો જરૂરી છે.

હજારો વર્ષ પહેલા અહી મૂળ લેટીન અમેરિકનોની વસતી હતી. ૧૯ મી સદીના અંતમાં યુંરીપિયન પ્રજાના આગમન પછી લેટિન અમેરિકાનો અહી થી સ્થળાંતર કરી ગયા. અને ૨૦મી સદીની શરૂઆતમાં અહી સોના અને ચાંદીના ખાણો મળી આવી. આથી આ સમય દરમિયાન આ વેલીમાં ટૂંકાગાળા માટે વસાહત માટે ગામ બન્યા હતા. ઇ.સ. ૧૮૪૮માં એક સાહસિકને આ ખીણમાંથી સોનું મળી આવ્યા પછી. ડેથવેલીમાં સોનું શોધવા માટે સાહસિકોનો ધસારો વધ્યો હતો. મોટા ભાગના સાહસિકો પ્રચંડ ગરમીના કારણે ટકી શક્યા
ત્યાર બાદ આ ખાલી પડેલા ગામ પુસ્તકો, રેડિયો કાર્યક્રમો, ટેલિવિઝન શ્રેણી અને ફિલ્મોનો વિષય બની ગયા. આ વેલી ખગોળશાસ્ત્રીઓ માટે ગમતી જગ્યા ને આકર્ષણનું કેન્દ્ર છે. અહી શીયાળા અને સ્પ્રિંગ એટલે કે વસંત ઋતુ દરમિયાન તેમના સંગઠનો દ્વારા અવનવી ઈવેન્ટ્સ થતી રહે છે.
દિવસે આગ ઓકતી આ ખીણ રાત્રી દરમિયાન ઠંડી હિમ જેવી બની જાય છે. ઉનાળો મરુભૂમિ બની જાય તેવીજ રીતે અહીનો શિયાળો પણ કાતિલ હોય છે.
” ખળખળ વહેતી નદી, દરિયો અને ઊંચા પર્વતોની હારમાળાઓ, રંગબેરંગી કૂલો અને લીલોતરીની ચાહક હોવા છતાં આ સાવ અલગ એક યાદગાર અનુભવ હતો.”

- Advertisement -

You Might Also Like

કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ

શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’

જૈન દર્શનનો જાદુ પ્રતિક્રમણ

સ્વામી રામદાસનો ઉપદેશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
Next Article ભારતમાં નવો બિઝનેસ શરૂ કરવાની કાનૂની પ્રક્રિયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
Authorમનીષ આચાર્ય

શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
Author

ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?