વાંગચુકની પત્નીનું હોસ્પિટલને અલ્ટીમેટમ : મારી મંજૂરી વિના તેમને કંઇ ના આપશો
હવે આજથી મારી ભૂખ હડતાળ શરૂ : કોકરોચ પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે
- Advertisement -
દિલ્હીના જંતર-મંતર પર 21 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકને પોલીસે શનિવારે સવારે હોસ્પિટલ લઈ ગઈ. પ્રદર્શનકારીઓએ પોલીસનો વિરોધ કર્યો, જેના કારણે ત્યાં હોબાળો થયો. પોલીસે પ્રદર્શનકારીઓને ત્યાંથી હટાવ્યા. વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વાંગચુક પેપર લીક કેસની તપાસ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગને લઈને ઉપવાસ કરી રહ્યા છે. તેમની તબિયત સતત બગડતી જઈ રહી હતી. તેમનું વજન 9.5 કિલોથી વધુ ઓછું થઈ ગયું છે. દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે કેન્દ્ર અને દિલ્હી સરકારને આદેશ આપ્યો હતો કે વાંગચુકનું રોજ મેડિકલ ચેકઅપ કરવામાં આવે અને જરૂર પડ્યે સારવાર કરવામાં આવે. અભિજીત દીપકે જણાવ્યું, હું આજે મારી ભૂખ હડતાળ શરૂ કરી રહ્યો છું. સંસદ તરફની અમારી કૂચ 20 જુલાઈના રોજ નિર્ધારિત છે અને તેની સાથે સાથે મારી ભૂખ હડતાળ પણ ચાલુ રહેશે. તેઓ માને છે કે સોનમ સરને અહીંથી હટાવીને અને અટકાયતમાં લઈને આ આંદોલન ખતમ થઈ જશે, પરંતુ તેમ થશે નહીં. આ આંદોલન ચાલુ રહેશે. સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિ જે. આંગમોએ કહ્યું- હું દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં છું, જ્યાં સોનમ દાખલ છે. મારી, મારા પરિવાર અને છેલ્લા 20 દિવસથી તેમના સ્વાસ્થ્યની સંભાળ રાખી રહેલા ડોકટરોની સંમતિ વિના તેમને ન તો મોઢેથી કંઈ આપવામાં આવે અને ન તો કોઈ દવા કે પ્રવાહી આપવામાં આવે.




