એજન્સીએ ૬ મહિનાની મુદ્દત માંગી
રંગીલા રાજકોટમાં સાસણની જેમ સિંહદર્શન થઈ શકે તે માટે મનપા દ્વારા પ્રધુમન પાર્ક નજીક લાયન સફારી પાર્ક નામના હિમ પ્રોજેકટનું કામ ચાલી રહ્યું છે. તા. ૩૧ જુલાઈનાં રોજ આ પ્રોજેકટની મુદ્દત પૂર્ણ થનાર છે. જો કે લાયન સફારી પાર્કમાં સુવિધાઓ વધતા ખર્ચમાં રૂ. ૮ કરોડનો વધારો થાય તેમ છે. જેને લઈ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી સહિત વધારાની કામગીરી માટે એજન્સીએ વધુ ૬ મહિનાની મુદ્દત માંગી છે. અગાઉ સાતમ-આઠમનાં તહેવારોમાં પાર્ક ખુલવાની શક્યતા હતી. જોકે હવે મુદ્દત વધારો માંગવામાં આવતા રાજકોટવાસીઓને સિંહદર્શન માટે હજુ રાહ જોવી પડશે.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવતા મોટા પ્રોજેટ્સ સમયસર પૂર્ણ થતા નથી. અને આ સિલસિલો મનપાના ડ્રીમ પ્રોજેફટ સમાન ‘લાયન સફારી પાર્ક’માં પણ યથાવત રહ્યો છે. આ પ્રોજેક્ટ આગામી ૩૧ જુલાઈ સુધીમાં પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરાઈ હતી. જોકે, વર્તમાન પરિસ્થિતિ જોતાં આ નિર્ધારિત સમયમાં કામ પાયાની સુવિધાઓ ઊભી પૂરું થાય તેમ ન હોવાથી એજન્સીને વધુ ૬ મહિનાનો સમય વધારો આપવો પડશે. આ જ્યારે પ્રોજેક્ટ સાઈટ પર પ્રત્ય) વિલંબને કારણે હવે આ પાર્ક આવતા વર્ષે જ તૈયાર થાય તેવી ત્યારે વાસ્તવિક જગ્યા ૨૦૦૦૦ પૂરેપૂરી સંભાવના છે.
મનપાનાં ઇજનેર અને પ્રોજેકટનાં ઇન્ચાર્જ અજય વેગડે જણાવ્યું હતું કે, શરૂઆતના પ્લાનિંગ મુજબ અગાઉ ૨૦૦૦૦ ચોરસફૂટ જગ્યામાં એન્ટ્રન્સ પ્લાઝા બનાવવાનું નક્કી થયું હતું. આ આયોજન હેઠળ ફડ કોર્ટ, ગજેબો, આકર્ષક એન્ટ્રી ગેટ અને ટિકિટિંગ કાઉન્ટર સહિતની પાયાની સુવિધાઓ ઉભી કરવાની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ જ્યારે પ્રોજેક્ટ સાઇટ પર પ્રત્યક્ષ ડિ-માર્કેશન કરવામાં આવ્યું. ત્યારે વાસ્તવિક જગ્યા ૨૦૦૦૦ ચોરસફફ્ટને બદલે ૩૦૦૦૦ ચોરસફૂટ જેટલી નીકળી હતી. આ પ્રોજેકટ જ્યારે મનપા દ્વારા હાથ પર લેવામાં આવ્યો હતો, ત્યારે તેનો ખર્ચ રૂ. ૩૫ કરોડ આંકવામાં આવ્યો હતો. પરંતુ વધારાની સાત જેટલી સુવિધાઓ અને જગ્યાનું વિસ્તરણ થવાના કારણે પ્રોજેક્ટનો કુલ ખર્ચ હવે વધીને રૂ ૪૩ કરોડ સુધી પહોંચી ગયો છે. આમ, પ્રોજેફટના મૂળ બજેટમાં એકાએક રૂ ૮ કરોડનો મોટો વધારો નોંધાયો છે, જેના લીધે આગળની વહીવટી પ્રક્રિયાઓ માટે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મેળવવી અનિવાર્ય બની ગઈ છે. જેને લઈને ખર્ચ વધારા માટેની દરખાસ્ત કમિશ્નરને મોકલવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં મ્યુ. કમિશનર દ્વારા રૂ ૮ કરોડનાં ખર્ચ વધારાની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવશે. ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટી જો વધારાનો ખર્ચ મંજુર કરશે તો કામગીરી આગળ વધશે. આ મંજૂરીની પ્રક્રિયા બાકી હોવાના કારણે હાલ પૂરતી સફારી પાર્કની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે. કમિશનર કક્ષાએથી દરખાસ્ત રવાના થયા બાદ જ સ્ટેન્ડિંગ કમિટી આ વધારાના ખર્ચને મંજૂરી આપવી કે નહીં તે અંગેનો આખરી નિર્ણય લેશે. આમ મનપા દ્વારા એજન્સીને ૬ મહિનાનો મુદત વધારો આપવાની તૈયારી વચ્ચે હવે રાજકોટવાસીઓએ લાયન સફારી પાર્કની મજા માણવા માટે આવતા વર્ષ સુધી રાહ જોવી પડશે.




