આલ્કોહોલની એજ્ડ મામલે ગેરમાર્ગે દોરતી બ્રાન્ડિંગ અને આર્ટિફિશિયલ ફ્લેવર્સ ઉમેરવા પર સવાલ
બિયર, વાઇન, વ્હિસ્કી, રમ, બ્રાન્ડી અને જીન જેવા આલ્કોહોલિક ડ્રિંક્સમાં માત્ર તેનો અસલી અને કુદરતી સ્વાદ તેમજ સુગંધ હોવા જોઈએ
- Advertisement -
દારૂના ઉત્પાદનમાં “12 યર્સ ઓલ્ડ”, “18 યર્સ એજ્ડ” અથવા “બેરલ એજ્ડ” જેવા દાવાઓ ગ્રાહકોના ખરીદીના નિર્ણયને પ્રભાવિત કરે છે
FSSAIએ દારૂ ઉત્પાદકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. દેશની ખાદ્ય સુરક્ષા નિયમનકારી સંસ્થાએ અનેક આલ્કોહોલિક બેવરેજ ઉત્પાદકોને અનધિકૃત ફ્લેવરનો ઉપયોગ અને લેબલ પર ભ્રામક ‘એજિંગ’ (Aging) સંબંધિત દાવા કરવા બદલ નોટિસ ફટકારી છે. FSSAIના જણાવ્યા મુજબ, કેટલીક કંપનીઓ દારૂના ઉત્પાદનોમાં મંજૂરી વિના ફ્લેવર ઉમેરી રહી છે અથવા ઉત્પાદનના લેબલ પર એવી માહિતી દર્શાવી રહી હતી, જે હાલના ખાદ્ય સુરક્ષા અને લેબલિંગ નિયમો સાથે સુસંગત નથી. આ પ્રકારના દાવાઓ ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકે છે, તેથી કંપનીઓને નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.
દારૂના ઉત્પાદનમાં “12 યર્સ ઓલ્ડ”, “18 યર્સ એજ્ડ” અથવા “બેરલ એજ્ડ” જેવા દાવાઓ ગ્રાહકોના ખરીદીના નિર્ણયને પ્રભાવિત કરે છે. FSSAIનું માનવું છે કે આવા દાવા માત્ર ત્યારે જ કરી શકાય જ્યારે તે સંબંધિત નિયમો અને પ્રમાણભૂત પ્રક્રિયાઓ અનુસાર યોગ્ય રીતે સાબિત કરી શકાય. જો કોઈ કંપની ભ્રામક અથવા નિયમો વિરુદ્ધનો દાવો કરે છે, તો તે ગ્રાહકોના વિશ્વાસને અસર કરી શકે છે. આ ઉપરાંત નિયમો અને માપદંડો મુજબ બિયર, વાઇન, વ્હિસ્કી, રમ, બ્રાન્ડી અને જીન જેવા માદક પીણાંમાં માત્ર તેનો અસલી અને કુદરતી સ્વાદ (Natural Taste) તેમજ સુગંધ હોવા જોઈએ. પરંતુ ઘણી કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે એવા એડેડ ફ્લેવર્સ (કૃત્રિમ સ્વાદ)નો ઉપયોગ કરી રહી છે જેની કાયદાકીય મંજૂરી નથી. આ પ્રકારના કેમિકલયુક્ત ફ્લેવર્સ સ્વાસ્થ્ય માટે વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
- Advertisement -
તાજેતરના સમયમાં FSSAI દ્વારા ભ્રામક દાવાઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં એનર્જી ડ્રિન્ક્સ, પેકેજ્ડ ફૂડ અને અન્ય ઉત્પાદનોના લેબલિંગ તથા માર્કેટિંગ દાવાઓ અંગે પણ અનેક કંપનીઓને નોટિસ આપવામાં આવી છે. .
તપાસ દરમિયાન સામે આવેલી મુખ્ય ગેરરીતિઓ:
1. પરવાનગી વિના ફ્લેવર્સ ઉમેરવા: નિયમો અનુસાર રમ (Rum), બ્રાન્ડી (Brandy), જીન (Gin), માલ્ટ/ગ્રેન વ્હિસ્કી (Malt/Grain Whisky), વાઇન (Wine) અને બિયર (Beer) જેવા ઉત્પાદનોમાં માત્ર તેમનો અસલી નેચરલ ટેસ્ટ અને સુગંધ જ હોવા જોઈએ. જોકે, કેટલીક કંપનીઓ પ્રોડક્ટના કુદરતી સ્વાદની નકલ કરવા માટે એવા એડેડ ફ્લેવર્સ (ઉમેરેલા કૃત્રિમ સ્વાદ) નો ઉપયોગ કરી રહી છે જેની મંજૂરી નથી.
2. ઉંમર (Age) સંબંધી ખોટા અને ભ્રામક દાવા: કેટલાક ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (FBOs) આલ્કોહોલિક બેવરેજીસ રેગ્યુલેશન, 2018ના નિયમ 1.3.7 નું ચુસ્તપણે પાલન કર્યા વિના જ પ્રોડક્ટની ઉંમર (દા.ત. કેટલા વર્ષ જૂની છે) દર્શાવતા શબ્દો, પર્યાયવાચી શબ્દો કે આડકતરી અભિવ્યક્તિઓનો ઉપયોગ કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા દાવા કરી રહ્યા છે.
3. બ્લેન્ડ એજ (Blend Age) લની અધૂરી માહિતી: જે પ્રોડક્ટ્સ પર ‘Aged’ (જૂની) લખવામાં આવ્યું છે, તેમાં નિયમ મુજબ બ્લેન્ડમાં વપરાયેલી સૌથી ઓછી ઉંમરની સ્પિરિટ કઈ છે તેનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે. કંપનીઓ આ નિયમનું પાલન પણ યોગ્ય રીતે નથી કરી રહી.




