By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    1 hour ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    1 hour ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    1 day ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    1 day ago
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સરકારી નોકરી મેળવવા દીકરીએ માતાની હત્યા કરી
    47 minutes ago
    ઇન્સ્ટાગ્રામ રીલ્સની ‘ક્વીન’ પૂજા જાટવ નીકળી  કિલર
    1 hour ago
    મહારાષ્ટ્રમાં પૂરથી 3000 LPG સિલિન્ડર તણાયા
    1 hour ago
    બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
    1 day ago
    મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    8 minutes ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    25 minutes ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    1 day ago
    મેસ્સીનો જાદુ! આર્જેન્ટિનાની ઐતિહાસિક જીત
    1 day ago
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    2 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    1 day ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    2 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    2 days ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    2 days ago
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
TALK OF THE TOWNરાજકોટ

રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!

Khaskhabar Editor
Last updated: 2026/07/09 at 3:04 PM
Khaskhabar Editor 31 minutes ago
Share
7 Min Read
SHARE

મહાનગરપાલિકાએ વરસાદી પાણી ભરાતા રોડની યાદી જાહેર કરી

પાણી ભરાવા, વૃક્ષો ધરાશાયી કે અન્ય કોઈ આપત્તિજનક સ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો

- Advertisement -

ટોલ ફ્રી નંબર 155304, 0281-2228741 અને 0281-2225707 નંબર જાહેર કર્યા

ખાસ ખબર ન્યૂઝ રાજકોટ

સુરતમાં બે દિવસ પહેલાં પડેલા ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં સર્જાયેલી જળબંબાકાર સ્થિતિએ સમગ્ર રાજ્યમાં ચિંતા વધારી છે. હવે રાજકોટમાં પણ જો એકસાથે ચારથી પાંચ ઈંચ અથવા તેનાથી વધુ વરસાદ વરસે તો શહેરના અનેક વિસ્તારોમાં સુરત જેવી સ્થિતિ સર્જાવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના એવા 87 મુખ્ય રસ્તાઓ અને વિસ્તારોની સત્તાવાર યાદી જાહેર કરી છે જ્યાં દર વર્ષે વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાય છે. સાથે જ પાણી ભરાવા, વૃક્ષો પડવા અથવા અન્ય વરસાદી આપત્તિની સ્થિતિમાં નાગરિકો તાત્કાલિક મદદ મેળવી શકે તે માટે 24 કલાક કાર્યરત સેન્ટ્રલ કંટ્રોલ રૂમના સંપર્ક નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

- Advertisement -

દર વર્ષે ચોમાસામાં રાજકોટ શહેરમાં ભારે વરસાદ બાદ અનેક મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે. ખાસ કરીને 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, ગોંડલ રોડ, મવડી સર્કલ સહિતના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાઈ જાય છે. પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોના એન્જિન અને સાયલેન્સરમાં પાણી ઘૂસી જવાથી વાહનો રસ્તા વચ્ચે જ બંધ પડી જાય છે. તેના કારણે લાંબા ટ્રાફિક જામ સર્જાય છે અને હજારો વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

શહેરના રેલનગર અન્ડરબ્રિજ, પોપટપરા નાળું સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ જતો હોય છે. સતત પાણી ભરાયેલા રહેવાના કારણે રસ્તાઓનું ધોવાણ થાય છે અને પાકા ડામર રોડ પર પણ મોટા ખાડાઓ પડી જાય છે. પાણીમાં ખાડા દેખાતા ન હોવાથી વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે. ભારે વરસાદ દરમિયાન શહેરની ટ્રાફિક વ્યવસ્થા અને જનજીવન પર તેની સીધી અસર જોવા મળે છે.

રાજકોટમાં દર વર્ષે ચોમાસા પહેલાં મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે. નાળાઓની સફાઈ, ડ્રેનેજ વ્યવસ્થા અને વરસાદી પાણીના નિકાલ માટે તૈયારીઓની જાહેરાતો કરવામાં આવે છે. જોકે, દર વર્ષે એ જ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતી હોવાથી કાયમી ઉકેલ અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. પ્રિ-મોન્સૂન બેઠકો અને આયોજન છતાં સંવેદનશીલ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા દૂર કરવામાં હજુ સુધી નોંધપાત્ર સફળતા મળી નથી.

આ વર્ષે ચોમાસાની સીઝન શરૂ થઈ હોવા છતાં રાજકોટમાં હજુ સુધી નોંધપાત્ર ભારે વરસાદ નોંધાયો નથી. પરંતુ હવામાનમાં ફેરફાર અને ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ અગાઉથી જ સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરી છે. સત્તાવાર યાદી મુજબ શહેરના ત્રણેય ઝોનમાં કુલ 87 રસ્તાઓ અને વિસ્તારો એવા છે જ્યાં દર વર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. ભારે વરસાદની સ્થિતિમાં આ વિસ્તારોમાં હેવી પંપિંગ મશીન, ડીવોટરિંગ પંપ અને અન્ય સાધનોની મદદથી પાણીનો ઝડપી નિકાલ કરવામાં આવશે તેમ તંત્રએ જણાવ્યું છે.

મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, વરસાદ દરમિયાન સતત મોનિટરિંગ કરવામાં આવશે અને જ્યાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થશે ત્યાં તાત્કાલિક ઇમરજન્સી ટીમ મોકલી કાર્યવાહી હાથ ધરાશે. નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે અને વાહનવ્યવહાર ઝડપથી સામાન્ય બને તે માટે ઝોનવાર ટીમોને સજ્જ રાખવામાં આવી છે.

વરસાદી મોસમ દરમિયાન પાણી ભરાવાની, વૃક્ષો ધરાશાયી થવાની અથવા અન્ય કોઈ પણ પ્રકારની આપત્તિજનક સ્થિતિ સર્જાય તો નાગરિકો મહાનગરપાલિકાના 24 કલાક કાર્યરત સેન્ટ્રલ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે. આ માટે ટોલ ફ્રી નંબર 155304 તેમજ લેન્ડલાઈન નંબર 0281-2228741 અને 0281-2225707 જાહેર કરવામાં આવ્યા છે. ફરિયાદ નોંધાયા બાદ સંબંધિત વોર્ડની ઇમરજન્સી ટીમને તાત્કાલિક સ્થળ પર મોકલી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

ભારે વરસાદમાં આ રસ્તા જળબંબાકાર થવાની શક્યતા
આનંદનગર ખોડિયાર ચોક પાસે
આસ્થા વૅન્ટીલા રોડ
નંદા હોલ પાસે કોઠારીયા રોડ
ગ્રીનલેન્ડ ચોકડી
ઘનશ્યામનગર સિંદુરીયા ખાણ
સદગુરુ રણછોડનગર
અવધપુરી સોસાયટી
સીતારામ રોડ
પેડક રોડ
જય અંબે ઈન્ડસ્ટ્રીઝ, માંડા ડુંગર
સંતકબીર રોડ
શાળા નં.13, શક્તિ સોસાયટી
ભાવનગર રોડના ખૂણે
માન સરોવર પાર્કનો એપ્રોચ
આરાધના સોસાયટી
ખોડીયાર પરા,80 ફૂટ રોડ
વિજયનગરના વોંકળા પાસે
પ્રથમ એવન્યુ એપાર્ટમેન્ટ પાસે
આશાપુરાનગર શેરી 2 છેડે
સરદાર ઈન્ડસ્ટ્રીઝ પાસે 24 મીટર રોડ
નંદા હોલ પાસે
પટેલ ચોક
બોલબાલા રોડ
40 ફૂટ રોડ, ડીમાર્ટ પાસે શ્રધ્ધા સર્કલ
રીધ્ધી સિધ્ધી નાલા
સાઈબાબા સર્કલ
કોઠારીયા ચોકડી
રામનાથપરા-4
પુનિતનગર 80 ફુટ રોડ
રામાપીર સર્કલ, 150 ફુટ રિંગ રોડ
સુખસાગર સોસાયટી
પર્ણકુટી મેઈન રોડ
માધવ વાટીકા-૩ની ગોળાઈ
અતિથી ચોકથી મોદી સ્કુલ
મવડી ફલાયઓવર બ્રિજના છેડે
કાશી વિશ્વનાથ પ્લોટ રોડ
એમ.જી.હોસ્ટેલ પાસે
જામનગર રોડ, ગાયત્રીધામ સોસાયટી
ચંદ્ર પાર્ક
શેઠનગર, જામનગર રોડ
સેટેલાઈટ ચોક
ટાગોર રોડ, હેમુ ગઢવી હોલ પાસે
ઇન્દ્રપ્રસ્થ સોસાયટી પાર્ક
જાગનાથ પ્લોટ,અજય એપાર્ટમેન્ટ પાસે
રામાણી પાર્ક
ગેલેક્સી કોમ્પલેક્ષ કિરણ ઇલેકટ્રીક પાસે
ભગવતીપરા રોડ મહાકાલેશ્વર મંદિર
ઢેબર રોડ આરોગ્ય કેન્દ્ર
50 ફૂટ રોડ
ઢેબર કોલોની
તિરુપતિ મેઈન રોડ
મહાકાળી મંદિર રોડ,જાગનાથ પ્લોટ
પોપટપરા નાળું
રૈયા CC રોડ પર
મણિનગર મેઈન રોડ
રાવલનગર બગીચા પાસે
80 ફૂટ રોડ, સત્યમ પાર્ક
દોશી પ્લાઝા યુનિવર્સીટી રોડ
એકતા કોલોની
પુષ્કરધામ મેઇન રોડ પર
નહેરૂનગર-1 આઝાદ ચોક
શ્રીનાથજી સોસાયટી
રામેશ્વર ચોક
ગુંજન પાર્ક મેઈન રોડ
લલુડી વોકળી
વૃંદાવન સોસાયટી
મારવાડીવાસ
રૈયા ટેલી. એક્સ.
ઈન્દીરાનગર
150 ફૂટ રિંગ રોડ મોદી સ્કુલ પાસે
ભારતીનગર
મિલેનીયમ ડાઈટસની સામે
અક્ષરનગર
સ્પીડવેલ ચોકથી જેટકો ચોકડી
સત્ય નારાયણનગર
બાપા સીતારામ ચોક
શ્યામનગર
ગોકુલધામ મેઇન રોડ
શાહનગર
રાધે હોટલ મેઈન રોડ
શકિતનગર
મવડી સર્કલ
બીગ બજાર, કરણ પાર્ક
વાવડી ગામતળ
150 ફૂટ રિંગ રોડ, અમિન માર્ગ
વિશ્વકર્મા સોસાયટી મેઈન રોડ
નાનામવા ચોક
રેલનગર અન્ડરબ્રિજ
વિદ્યાકુંજ મેઈન રોડ
મીયાણાવાસ
પંચવટી મેઈન રોડ
માધાપર ચોકડી
આઝાદ ચોક, રૈયા રોડ
રામકૃષ્ણ આશ્રમ પાસે
અક્ષર માર્ગ, ચિત્રકુટ 2/3ના ખૂણા પાસે
સદર ઈગલ પ્રેમ પેટ્રોલ પંપ પાસે
નાનામવા મેઈન રોડ
ગોંડલ રોડ
લક્ષ્મીનગર મેઈન રોડ
પી.ડી.માલવીયા કોલેજ પાસે
ગુરૂજીનગર ડોકર્સ ઝોન પાસે
પારડી રોડ
રાજીવ ગાંધી આવાસ પાછળ
સોરઠીયાવાડી સર્કલ

You Might Also Like

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય રસાયણ પરિસંવાદમાં અદ્યતન મેમરી ટેક્નોલોજીથી ફૂડ ઇનોવેશન સુધી વૈજ્ઞાનિક ચર્ચા

જિલ્લા પંચાયતની નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ ખાસ સામાન્ય સભા : 8 સમિતિનાં ચેરમેન જાહેર

રાજકોટ ખાતે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોન બેઠક યોજાઈઃ રામ મંદિર મુદ્દે ભાજપ સામે વિપક્ષના આકરા પ્રહારો

રાજકોટ થશે વધુ હરિયાળું: 66 લાખના ખર્ચે મિયાવાકી પદ્ધતિથી જંગલો વિકસાવાશે

સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડેટા સેન્ટર ક્ષેત્રે ગુજરાત બનશે દેશનું પાવરહાઉસ
Next Article ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

માસિક 3 ટકા વળતરની લાલચ આપી 6 રોકાણકારો સાથે 80 લાખની છેતરપિંડી

Khaskhabar Editor Khaskhabar Editor 21 seconds ago
ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય રસાયણ પરિસંવાદમાં અદ્યતન મેમરી ટેક્નોલોજીથી ફૂડ ઇનોવેશન સુધી વૈજ્ઞાનિક ચર્ચા
જિલ્લા પંચાયતની નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ ખાસ સામાન્ય સભા : 8 સમિતિનાં ચેરમેન જાહેર
ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
ડેટા સેન્ટર ક્ષેત્રે ગુજરાત બનશે દેશનું પાવરહાઉસ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય રસાયણ પરિસંવાદમાં અદ્યતન મેમરી ટેક્નોલોજીથી ફૂડ ઇનોવેશન સુધી વૈજ્ઞાનિક ચર્ચા

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
રાજકોટ

જિલ્લા પંચાયતની નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ ખાસ સામાન્ય સભા : 8 સમિતિનાં ચેરમેન જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
રાજકોટ

રાજકોટ ખાતે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોન બેઠક યોજાઈઃ રામ મંદિર મુદ્દે ભાજપ સામે વિપક્ષના આકરા પ્રહારો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?