સતત ત્રણ વિશ્વકપમાં પેનલ્ટી મિસ કરનાર મેસ્સી પ્રથમ ખેલાડી
મેસ્સી છઠ્ઠો વિશ્વકપ રમી રહ્યો છે, અત્યાર સુધીમાં 28 મેચ રમ્યો છે. આ દરમિયાન મેસ્સીએ 18 ગોલ કર્યાં
- Advertisement -
જર્મનીના દિગ્ગજ ખેલાડી મિરાસ્લોવ ક્લોસનો રેકોર્ડ તોડ્યો, જેણે ફુટબોલ વિશ્વકપમાં કુલ 16 ગોલ કર્યાં હતા
આર્જેન્ટીનાનો દિગ્ગજ સ્ટ્રાઇકર મેસ્સી જ્યારે મેદાન પર ઉતરે છે તો કોઈને કોઈ રેકોર્ડ બને છે. ફુટબોલ વિશ્વકપ 2026મા આ દિગ્ગજે ઓસ્ટ્રિયા સામે બે ગોલ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવી લીધો છે. આર્જેન્ટીનાના દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસ્સીએ વધુ એક રેકોર્ડ
પોતાના નામે કરી લીધો છે. મેસ્સીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ગોલ કરવાની સાથે ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. મેસ્સીએ ઓસ્ટ્રિયા સામે મેચમાં બે ગોલ કર્યાં હતા. આર્જેન્ટીનાના આ દિગ્ગજ ખેલાડી પોતાનો
છઠ્ઠો વિશ્વકપ રમી રહ્યો છે, જેમાં તે અત્યાર સુધી 28 મેચ રમ્યો છે. આ દરમિયાન મેસ્સીએ 18 ગોલ કર્યાં છે. મેસ્સીએ જર્મનીના દિગ્ગજ ખેલાડી મિરાસ્લોવ ક્લોસનો રેકોર્ડ તોડ્યો, જેણે ફુટબોલ વિશ્વકપમાં કુલ 16 ગોલ કર્યાં હતા. ત્યારબાદ બ્રાઝિલના
રોનાલ્ડોએ 15 ગોલ કર્યાં છે. મેસ્સીનો રેકોર્ડ ફ્રાન્સના યુવા સ્ટ્રાઇકર કિલિયન એમ્બાપ્પે તોડી શકે છે. આ યુવા ખેલાડીએ પોતાના ત્રીજા વિશ્વકપમાં અત્યાર સુધી કુલ 16 ગોલ કરી લીધા છે. લિયોનેલ મેસ્સીએ પોતાના કરિયરમાં ફુટબોલ વિશ્વકપ પણ જીત્યો
છે. તો તે હવે ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે અને તે સૌથી વધુ વખત બેલન ડી ઓર એવોર્ડ પણ જીતી ચૂક્યો છે. મહત્વનું છે કે ઓસ્ટ્રિયા સામે મેસ્સીએ એક પેનલ્ટી મિસ કરી હતી. આ સાથે તેના નામે એક અણગમતો રેકોર્ડ પણ
નોંધાઈ ગયો છે. તે સતત ત્રણ વિશ્વકપમાં પેનલ્ટી મિસ કરનાર પ્રથમ ખેલાડી છે.
વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનારા ખેલાડી
૧૮ – લિયોનેલ મેસ્સી (આર્જેન્ટિના)
૧૬ – મિરોસ્લાવ ક્લોઝ (જર્મની)
૧૪ – કાયલિયન એમબાપ્પે (ફ્રાન્સ)
૧૪ – ગેર્ડ મુલર (જર્મની)
૧૩ – જસ્ટ ફોન્ટેન (ફ્રાન્સ)
૧૨ – પેલે (બ્રાઝિલ)
- Advertisement -
મેસી, એમબાપ્પે અને હાલેન્ડનો દબદબો : આર્જેન્ટિના, ફ્રાન્સ અને નોર્વે નોકઆઉટમાં પહોંચી
ફીફા વર્લ્ડ કપ 2026માં લિઓનલ મેસીના બે ગોલની મદદથી આર્જેન્ટિનાએ ઓસ્ટ્રિયાને 2-0થી હરાવીને નોકઆઉટ સ્ટેજમાં જગ્યા બનાવી લીધી છે. જ્યારે કિલિયન એમબાપ્પેએ પોતાની 100મી ઇન્ટરનેશનલ મેચમાં બે ગોલ ફટકારીને ફ્રાન્સને ઇરાક સામે
3-0થી જીત અપાવી હતી. બંને ટીમો એક મેચ બાકી હોવા છતાં રાઉન્ડ ઓફ-32માં પહોંચી ગઈ છે. બીજી તરફ, નોર્વેએ સેનેગલને હરાવીને નોકઆઉટ સ્ટેજમાં પ્રવેશ કર્યો છે. હવે જોર્ડનનો સામનો અલ્જીરિયા સામે થશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના માટે
ફરી એકવાર લિઓનલ મેસી સંકટહર્તા બન્યાં. ડલાસ સ્ટેડિયમમાં રમાયેલા આ મુકાબલામાં આર્જેન્ટિનાએ ઓસ્ટ્રિયાને 2-0થી હરાવ્યું. મેસીએ 38મી મિનિટે શાનદાર ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી. થિયાગો અલ્માડાની સમજદારી અને ફેકુન્ડો મેડીનાના
ઉત્કૃષ્ટ પાસ પછી, મેસીએ બોલને નીચલા ખૂણામાં ધકેલીને સ્કોર 1-0 કરી દીધો હતો.




