ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા (Meta)એ ભારતમાં તેનું પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ડેટા સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે. મેટાના સીઇઓ માર્ક ઝુકરબર્ગના ‘પર્સનલ સુપરઇન્ટેલિજન્સ’ ના વિઝનને આગળ ધપાવતા આ પ્રોજેક્ટ માટે જામનગરની પસંદગી કરવામાં આવી છે. આ હેતુ માટે મેટાએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે ભાગીદારી કરી છે.
પ્રોજેક્ટ આગામી બે વર્ષમાં કાર્યરત થઈ જશે
- Advertisement -
અહેવાલો અનુસાર, જામનગરમાં ડેટા સેન્ટરના નિર્માણની સંપૂર્ણ જવાબદારી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રહેશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયા બાદ મેટા ત્યાં પોતાની ટેક્નોલોજી સાથે કામગીરી શરૂ કરશે. મેટા આ સેન્ટરનો ઉપયોગ તેની ગ્લોબલ AI સિસ્ટમ્સને મજબૂત કરવા માટે કરશે, જે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા લોકપ્રિય પ્લેટફોર્મ્સને પાવર આપે છે. આ પ્રોજેક્ટ આગામી બે વર્ષમાં સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે તેવી અપેક્ષા છે.
શરૂઆતમાં 168 મેગાવોટ ક્ષમતા સાથે ભારતના AI મિશનને મળશે વેગ
આ AI ડેટા સેન્ટરની પ્રારંભિક ક્ષમતા 168 મેગાવોટ નક્કી કરવામાં આવી છે. આ સેન્ટર કાર્યરત થવાથી ભારતના પોતાના રાષ્ટ્રીય ‘AI મિશન’ને શક્તિ મળશે. તેનાથી ભારતીય યુઝર્સ માટે ડેટા પ્રોસેસિંગ સ્પીડ વધશે અને ટેક ક્ષેત્રે મોટો સપોર્ટ સિસ્ટમ ઊભો થશે.
- Advertisement -
આ પ્રોજેક્ટ અંતર્ગત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ડેટા સેન્ટરના સમગ્ર લાઇફસાયકલ (Lifecycle) દરમિયાન એન્ડ-ટુ-એન્ડ (છેડા સુધીની) સેવાઓ પૂરી પાડશે. જેમાં ડેટા સેન્ટરની આધુનિક ડિઝાઇન અને ડેવલપમેન્ટ, યુટિલિટી અને ગ્રીન/નવીનીકરણીય ઊર્જા (Renewable Energy) નો પુરવઠો અને હાઇ-સ્પીડ નેટવર્ક કનેક્ટિવિટી સેવાઓનો સમાવેશ થાય છે.
આ મેગા ડીલ સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં હાઇપરસ્કેલ AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર માર્કેટમાં સિંગલ-વિન્ડો સોલ્યુશન્સ પ્રોવાઈડર તરીકે પોતાની સ્થિતિ મજબૂત કરશે. ગ્રાહકોને એક જ કંપની દ્વારા તમામ મુખ્ય ડેટા સેન્ટર સેવાઓ પૂરી પાડવામાં આવશે.




