રાજસ્થાનમાં કરાં પડ્યા, આજે 25 રાજ્યમાં વરસાદનું એલર્ટ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
દેશના 11 રાજ્યોમાં ગુરુવારે વાવાઝોડા સાથે વરસાદ થયો. મધ્યપ્રદેશના ભોપાલમાં 70 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આવ્યું. લગભગ 80થી વધુ વૃક્ષો ધરાશાયી થયા. યુપીના 12 શહેરોમાં વરસાદ થયો. નોઈડામાં ભારે પવનોને કારણે 400 વૃક્ષો પડી ગયા.
હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં ફ્લાયઓવર નિર્માણ કાર્યમાં લાગેલી ક્રેન ક્ધટેનર પર પલટી ગઈ. જેમાં 3 મજૂરોના મોત થયા. જ્યારે બિહારના ભાગલપુરમાં વીજળી પડવાથી માતા-પુત્રીના મોત થયા. રાજસ્થાનના જયપુરમાં દિલ્હીથી 4 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવી પડી. શ્રીગંગાનગરમાં કરા પડ્યા. દિલ્હી-એનસીઆરમાં પણ ખરાબ હવામાનને કારણે 11 ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવી પડી.
ચોમાસાએ ગુરુવારે દેશમાં એન્ટ્રી કરી દીધી છે. આ સાથે જ ચાર મહિના (જૂનથી સપ્ટેમ્બર)ના વરસાદની મોસમની શરૂઆત થઈ ગઈ છે, જેનાથી ભીષણ ગરમી અને લૂથી રાહત મળવાની આશા છે. આગામી ત્રણથી ચાર દિવસમાં કર્ણાટક અને તમિલનાડુના બાકીના ભાગોમાં આગળ વધવાની સાથે જ તેના ગોવા, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશના કેટલાક ભાગો સુધી પહોંચવા માટે પણ અનુકૂળ પરિસ્થિતિઓ બની રહી છે. ચોમાસું સામાન્ય રીતે 1 જૂને કેરળ પહોંચે છે. ત્યારબાદ લગભગ દોઢ મહિનામાં આખા દેશને આવરી લે છે.



