By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    3 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    5 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    5 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    5 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    2 days ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    3 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    3 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    3 days ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    3 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    5 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    7 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ખસીકરણનો વર્ષે રૂ.1.13 કરોડનો ખર્ચ છતા 4 મહિનામાં 5,999 લોકોને શ્ર્વાને બચકા ભર્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ખસીકરણનો વર્ષે રૂ.1.13 કરોડનો ખર્ચ છતા 4 મહિનામાં 5,999 લોકોને શ્ર્વાને બચકા ભર્યા
રાજકોટ

ખસીકરણનો વર્ષે રૂ.1.13 કરોડનો ખર્ચ છતા 4 મહિનામાં 5,999 લોકોને શ્ર્વાને બચકા ભર્યા

Khaskhabar Editor
Last updated: 2026/05/29 at 4:11 PM
Khaskhabar Editor 4 months ago
Share
4 Min Read
SHARE

વાતાવરણનાં બદલાવથી શ્ર્વાન આક્રમક બનતા હોવાનો અધિકારીનો લુલો બચાવ

રાજકોટ શહેરમાં રખડતાં શ્ર્વાનનો આતંક, લોકોમાં ભય

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા શ્વાનોના ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું હોવા છતાં સ્થિતિ અત્યંત વિસ્ફોટક બની છે. શહેરમાં શ્વાનોની હિંસકતા અને કરડવાના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. મનપા દ્વારા શ્વાન વસ્તી નિયંત્રણની પ્રક્રિયા માટે વાર્ષિક 1.13 કરોડ (દરરોજ અંદાજે 30,958) જેટલો જંગી ખર્ચ કરવામાં આવે છે. આટલો મોટો આર્થિક બોજ સામાન્ય જનતાના ટેક્સના પૈસામાંથી ચૂકવાતો હોવા છતાં, વર્ષ 2026ના પ્રથમ 4 મહિનામાં જ 5,999 લોકોને શ્વાનોએ બચકા ભર્યા હોવાનું સત્તાવાર આંકડા પરથી સામે આવ્યું છે. જોકે, મનપાના અધિકારીએ વાતાવરણના બદલાવને કારણે શ્વાન આક્રમક બનતા હોવાનો લુલો બચાવ કર્યો છે.
રાજકોટ મનપાના આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલ (ઙઉઞ) અને પદ્મકુંવરબા હોસ્પિટલ (ઙઊંઇં) ખાતે નોંધાયેલા સત્તાવાર આંકડા અનુસાર, ચાલુ વર્ષના પ્રથમ ચાર મહિનામાં જ શ્વાન કરડવાના કુલ 5,999 કેસ નોંધાયા છે. જેમાં જાન્યુઆરી મહિનામાં સૌથી વધુ 1,695 કેસ સામે આવ્યા હતા. ફેબ્રુઆરી અને માર્ચમાં કેસોમાં આંશિક ઘટાડો નોંધાયા બાદ, એપ્રિલ મહિનો શરૂ થતાં જ ગરમીની સાથે બનાવોમાં ફરી ઉછાળો આવ્યો હતો અને એપ્રિલમાં જ 1,553 લોકો ભોગ બન્યા હતા. 4 મહિનામાં મનપાના આરોગ્ય કેન્દ્રોમાં 2,452, સિવિલ હોસ્પિટલમાં 2,224 અને પદ્મકુંવરબા હોસ્પિટલમાં 1,323 કેસ નોંધાયા છે.

કામગીરી માત્ર કાગળ પર જ, વાસ્તવિકતા અલગ

- Advertisement -

કરોડોના ખર્ચ છતાં પરિણામ શૂન્ય મળતાં શહેરીજનો આક્ષેપ કરી રહ્યા છે કે ખસીકરણની કામગીરી માત્ર કાગળ પર ચાલે છે અથવા તેમાં ભારે બેદરકારી રાખવામાં આવે છે. આ અંગે મનપાના વેટરનરી ઓફિસર ડો. ઉપેન્દ્ર પટેલે બચાવ કરતાં જણાવ્યું હતું કે, શ્વાન આક્રમક બનવા પાછળ ઋતુગત ફેરફારો મુખ્ય કારણ છે. ઉનાળાની અતિશય ગરમીને લીધે શ્વાનોમાં શારીરિક તણાવ વધે છે, જેનાથી તેમનો સ્વભાવ ચીડિયો અને હિંસક બને છે. આ ઉપરાંત મેટિંગ સીઝન અને ગલુડિયાંને જન્મ આપ્યા બાદ માદા શ્વાન પોતાના બચ્ચાંની સુરક્ષા માટે પણ લોકો પર હુમલો કરી બેસે છે. આ ઉપરાંત મનપાની વહીવટી પ્રક્રિયા અંગે ડો. ઉપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, જ્યારે પણ નાગરિકો દ્વારા હિંસક શ્વાનની ઓનલાઈન કે ઓફલાઈન ફરિયાદ મળે છે, ત્યારે ડોગ કેચિંગ ટીમ શ્વાનને પકડીને સત્તાવાર ડોગ સેન્ટર ખાતે ઓબ્ઝર્વેશન હેઠળ રાખે છે. સરકારી ગાઈડલાઈન્સ અનુસાર, શ્વાન સંપૂર્ણ શાંત થઈ ગયાની ખાતરી થયા બાદ તેને ફરીથી તે જ મૂળ જગ્યાએ મુક્ત કરવો પડે છે, કારણ કે કાયદા મુજબ શ્વાનનું સ્થાન કાયમી ધોરણે બદલી શકાતું નથી.

શહેરમાં છેલ્લા 4 માસમાં નોંધાયેલા કેસ
મહિનો મનપા સિવિલ પદ્મકુંવરબા કુલ
જાન્યુ. 664 713 138 1695
ફેબ્રુ. 582 476 314 1372
માર્ચ 521 516 342 1379
એપ્રિલ 685 519 349 1553
કુલ 2452 2224 1323 5999

કયા વર્ષમાં કેટલું ખસીકરણ-રસીકરણ
વર્ષ ખસીકરણ રસીકરણ
2020-21 2733 17576
2021-22 3242 13058
2022-23 2817 11348
2023-24 3013 8542
2024-25 2803 10312
2025-26 3129 10112
એપ્રિલ-26 381 1032

વેટરનરી ઑફિસરની એડવાઈઝરી બચ્ચાંને જન્મ આપનારી માદા શ્વાનના ગલુડિયાંની નજીક જવાનું ટાળવું અને પૂરતું અંતર જાળવવું.

ઉનાળામાં ભૂખ અને તરસને કારણે શ્વાન વધુ હિંસક બનતા હોવાથી સોસાયટીના રહીશો કે શ્વાન પ્રેમીઓએ તેમના માટે ખોરાક-પાણીની વ્યવસ્થા કરવી.
શ્વાનને ખોરાક આપતી વખતે સોસાયટીની અંદર કે જ્યાં બાળકો રમતા હોય તેવા રહેણાંક વિસ્તારોના બદલે, સોસાયટીની બહાર અથવા કોઈ ખુલ્લી-અવાવરું જગ્યાએ જ ખોરાક આપવો જેથી અકસ્માત નિવારી શકાય.

You Might Also Like

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉનાળું વેકેશન ન લંબાવવા મુખ્યમંત્રીને પત્ર, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની માગ
Next Article ‘એક ઘર, એક કનેક્શન…’ 1 જૂનથી LPG અંગે બદલાશે નિયમ, આવી ભૂલ ભારે પડી જશે!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?