રાષ્ટ્રીય સુરક્ષાના આધારે IT એક્ટની કલમ 69(A) હેઠળ એક્શન જસ્ટિસ પુરુષેન્દ્ર કુમાર કૌરવે કેન્દ્ર અને ડ પાસે 4 સપ્તાહમાં જવાબ માંગ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સોશિયલ કટાક્ષ માટે જાણીતી અને ઇન્ટરનેટ પર ભારે ધૂમ મચાવનાર કોકરોચ જનતા પાર્ટીના ડ (ટ્વિટર) એકાઉન્ટને કેન્દ્ર સરકાર દ્વારા બ્લોક કરવાના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. જસ્ટિસ પુરુષેન્દ્ર કુમાર કૌરવે આ મામલે શુક્રવારે સુનાવણી હાથ ધરીને કેન્દ્ર સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ ને સત્તાવાર નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. જોકે, હાઈકોર્ટે હાલ તુરંત આ એકાઉન્ટ ચાલુ કરવાનો વચગાળાનો આદેશ આપવાનો ઇનકાર કરી દીધો છે.
ઈઉંઙના સ્થાપક અભિજીત દીપકે કોર્ટને વિનંતી કરી હતી કે કેસની સુનાવણી ચાલે ત્યાં સુધી વચગાળાની રાહત તરીકે તેમનું ડ એકાઉન્ટ અનબ્લોક કરવામાં આવે. પરંતુ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, સરકારનો પક્ષ સાંભળ્યા વગર આવો આદેશ ન આપી શકાય, કારણ કે આ વિષયની અસરો ખૂબ દૂરગામી હોઈ શકે છે. અરજદારની દલીલોમાં તથ્ય હોઈ શકે છે, પરંતુ આ બાબતના પરિણામો અને આયામો ઘણા મોટા છે. સામો પક્ષ (કેન્દ્ર સરકાર) પોતાનો પક્ષ રજૂ કરે તે પછી જ સમગ્ર બાબતને હોલિસ્ટિકલી ધ્યાને લેવામાં આવશે.” કોર્ટે કેન્દ્ર સરકારને પોતાનો વિગતવાર જવાબ દાખલ કરવા માટે 4 અઠવાડિયાનો સમય આપ્યો છે અને આ કેસની આગામી સુનાવણી 6 જુલાઈએ નિયત કરી છે.
અહેવાલો અનુસાર, ઇન્ટેલિજન્સ બ્યુરો (ઈંઇ) તરફથી મળેલા ઇનપુટ્સના આધારે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર આ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (ખયશઢિં) દ્વારા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 ની કલમ 69 (અ) હેઠળ ડ ને આ એકાઉન્ટ બ્લોક કરવાનો આદેશ અપાયો હતો. સુનાવણી દરમિયાન એ પણ સામે આવ્યું કે હજુ સુધી સત્તાવાર બ્લોકિંગ ઓર્ડરની નકલ અરજદાર કે કોર્ટ સમક્ષ રજૂ કરાઈ નથી. સરકારનો જવાબ આવ્યા બાદ કોર્ટ નક્કી કરશે કે આ ઓર્ડર સાર્વજનિક કરવો કે નહીં. આ ટિપ્પણીના વિરોધ અને કટાક્ષ રૂપે અમેરિકાના બોસ્ટનમાં રહેતા ભારતીય યુવક અભિજીત દીપકે કોકરોચ જનતા પાર્ટીની શરૂઆત કરી. જોતજોતામાં ઇન્સ્ટાગ્રામ પર આ પેજના 2.2 કરોડથી વધુ ફોલોઅર્સ અને ડ પર લાખો ફોલોઅર્સ થઈ ગયા. આ પ્લેટફોર્મ દ્વારા યુવાનો બેરોજગારી, સરકારી જવાબદારી અને મીડિયાની સ્વતંત્રતા જેવા ગંભીર મુદ્દાઓ પર મીમ્સ અને કટાક્ષ શેર કરે છે.
શું છે આ કોકરોચ જનતા પાર્ટી?
આ કોઈ વાસ્તવિક રાજકીય પક્ષ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર યુવાનોમાં ભારે લોકપ્રિય બનેલું એક ડિજિટલ વ્યંગાત્મક આંદોલન છે. ગત 15 મેના રોજ સુપ્રીમ કોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ (ઈઉંઈં)ની આગેવાની હેઠળની બેન્ચે ચિંતા વ્યક્ત કરી હતી કે, કેટલાક બેરોજગાર યુવા વકીલો પ્રેક્ટિસ છોડીને સોશિયલ મીડિયા અને છઝઈં એક્ટિવિઝમ તરફ વળી રહ્યા છે. આ દરમિયાન તેમણે ટિપ્પણી કરી હતી કે, કેટલાક યુવાનો સમાજમાં કોકરોચની જેમ પરોપજીવી બની રહ્યા છે. (જોકે બાદમાં ઈઉંઈંએ સ્પષ્ટતા કરી હતી કે આ ટિપ્પણી માત્ર નકલી ડિગ્રી ધારકો માટે હતી).



