14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાના કેસના સેશન્સ કોર્ટનો ચુકાદો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
- Advertisement -
ધ્રાંગધ્રાના રાવળીયાવદર ગામે સગીરા પર દુષ્કર્મ કરનાર નરાધમ શખ્સને સેશન્સ કોર્ટે 20 વર્ષની સજા ફટકારી હોવાનો ચુકાદો આપ્યો હતો. જેમાં ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામે ગત તારીખ 8 ઓગસ્ટ 2024ના રોજ 14 વર્ષીય સગીરા પર વિશાલ મનસુખભાઇ સારલા દ્વારા દુષ્કર્મ આચર્યું હોવાનો ગુનો નોંધાયો હતો જ્યારે આ ફરિયાદના આધારે સ્થાનિક પોલીસે આરોપીને ઝડપી લઇ જેલ હવાલે કરવામાં આવ્યો હતો જે કેસ ધ્રાંગધ્રા સેશન્સ કોર્ટમાં ચાલી જતા 15 સાહેદો 21 દસ્તાવેજીક પુરાવા અને તપાસ અધીકારીની જુબાની તથા સરકારી વકીલની ધારદાર દલીલોને ધ્યાને રાખી વિશાલભાઈ મનસુખભાઇ સારલાને 20 વર્ષની સજા તથા સગીરાના પરિવારને 40 હજાર ચૂકવવાનો આદેશ કરાયો હતો.



