By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    12 hours ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    13 hours ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    4 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    6 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
    13 hours ago
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    3 days ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    3 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    4 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    4 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    6 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    13 hours ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભરણપોષણની રકમ નક્કી કરવાના કાનૂની માપદંડો: પતિને પણ મળ્યા છે અનેક કાનૂની અધિકાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ભરણપોષણની રકમ નક્કી કરવાના કાનૂની માપદંડો: પતિને પણ મળ્યા છે અનેક કાનૂની અધિકાર
Author

ભરણપોષણની રકમ નક્કી કરવાના કાનૂની માપદંડો: પતિને પણ મળ્યા છે અનેક કાનૂની અધિકાર

Khaskhabar Editor
Last updated: 2026/05/23 at 4:12 PM
Khaskhabar Editor 4 months ago
Share
6 Min Read
SHARE

ભરણપોષણ એ કોઈ આર્થિક દયા કે દાન નથી પરંતુ સન્માનપૂર્વક જીવવાનો પવિત્ર હક છે, આર્થિક તંગીથી શોષણ રોકવા ન્યાયતંત્ર કટિબદ્ધ

ભારતમાં લગ્નજીવનના વિવાદો અથવા છૂટાછેડા દરમિયાન પત્ની, બાળકો કે વૃદ્ધ માતા-પિતાને આજીવિકા અને સન્માનપૂર્વક જીવવા માટે અદાલત દ્વારા ભરણપોષણની રકમ નક્કી કરવામાં આવે છે. આ રકમ કોઈ ચોક્કસ કે નિશ્ચિત ગાણિતિક ફોમ્ર્યુલાના આધારે નક્કી થતી નથી, પરંતુ તે બંને પક્ષોની સામાજિક અને આર્થિક સ્થિતિ પર નિર્ભર કરે છે. અદાલતનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે આશ્રિત વ્યક્તિ આર્થિક લાચારીના કારણે મુશ્કેલીમાં ન મુકાય અને તેની પાયાની જરૂરિયાતો સંતોષાય. રકમ નક્કી કરતી વખતે પતિની વાસ્તવિક કમાણી, તેની મિલકતો, પત્નીની પોતાની આવકના સાધનો, આશ્રિત સંતાનોની સંખ્યા અને શિક્ષણનો ખર્ચ જેવા અનેક પાસાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે.
ભરણપોષણ નક્કી કરવા કાનૂની જોગવાઈઓ
ભારતીય કાયદા વ્યવસ્થામાં ભરણપોષણ માટે મજબૂત કાનૂની જોગવાઈઓ કરવામાં આવી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 144 મુજબ, કોઈપણ વ્યક્તિ જેની પાસે પૂરતા સાધનો છે તે પોતાની પત્ની, સગીર બાળકો અથવા અસહાય માતા-પિતાનું ભરણપોષણ કરવામાં નિષ્ફળ જાય અથવા ના પાડે, તો મેજિસ્ટ્રેટ કોર્ટ તેને માસિક ભરણપોષણ ચૂકવવાનો આદેશ કરી શકે છે. આ ઉપરાંત, હિન્દુ મેરેજ એક્ટની કલમ 24 હેઠળ કેસ ચાલુ હોય તે દરમિયાન વચગાળાનું ભરણપોષણ અને કલમ 25 હેઠળ કાયમી ભરણપોષણ તેમજ સ્ત્રી ધનના રક્ષણની જોગવાઈ છે.
ઘરેલું હિંસા અધિનિયમની કલમ 20 હેઠળ પણ પીડિત મહિલા આર્થિક રાહતો અને રહેઠાણના અધિકારની માંગ કરી શકે છે. સર્વોચ્ચ અદાલતના રજ્નેશ વિરુદ્ધ નેહાના ઐતિહાસિક ચુકાદા મુજબ, હવે બંને પક્ષોએ કોર્ટમાં પોતાની તમામ અસ્કયામતો અને સચોટ આવક દર્શાવતું વિગતવાર નાણાકીય એફિડેવિટ ફરજિયાતપણે ફાઈલ કરવું પડે છે
(1) પતિની વાસ્તવિક માસિક આવક : ભરણપોષણની રકમ નક્કી કરવા માટે પતિની કુલ માસિક કમાણી સૌથી મહત્વનો આધાર બને છે. કોર્ટ તેના પગાર પત્રક, વ્યવસાયના નફા-નુકસાનના ખાતા અને આવકવેરા રિટર્નની તપાસ કરે છે. જો પતિ પોતાની સાચી આવક છુપાવવાનો પ્રયત્ન કરે, તો તેની લાયકાત અને સંભવિત કમાણીની ક્ષમતાને ધ્યાનમાં રાખીને અદાલત અંદાજિત આવકના આધારે વ્યાજબી ભરણપોષણ નક્કી કરે છે.
(2) પત્નીની પોતાની આવક અને આર્થિક સ્થિતિ : જો પત્ની શિક્ષિત હોય પરંતુ ઘર અને બાળકોની જવાબદારીના કારણે નોકરી ન કરતી હોય, તો તેને ભરણપોષણ મેળવવાનો સંપૂર્ણ હક છે. પરંતુ જો પત્ની સ્વતંત્ર રીતે સારો પગાર મેળવતી હોય અથવા તેની પાસે પોતાની આજીવિકા માટે પૂરતી નિયમિત આવકના સાધનો ઉપલબ્ધ હોય, તો કોર્ટ તે આવકને ધ્યાનમાં રાખીને ભરણપોષણની રકમ ઘટાડી શકે છે અથવા નામંજૂર કરી શકે છે.
(3) બંને પક્ષોનું સામાજિક અને જીવનધોરણ : લગ્નજીવન દરમિયાન પત્ની જે પ્રકારની જીવનશૈલી, સુખ-સુવિધાઓ અને સામાજિક પ્રતિષ્ઠા સાથે જીવતી હતી, તે જ સ્તરનું જીવનધોરણ તે અલગ થયા પછી પણ જાળવી શકે તે જોવાની કોર્ટની ફરજ છે.
(4) આશ્રિત બાળકોની સંખ્યા અને તેમનો ઉછેર : જો સગીર અથવા આશ્રિત બાળકો પત્નીની સાથે રહેતા હોય, તો ભરણપોષણની રકમ સ્વાભાવિક રીતે વધી જાય છે. બાળકોના ખોરાક, કપડાં, રહેઠાણ અને દૈનિક જરૂરિયાતોની સાથે તેમની ઉંમર મુજબના તમામ પ્રાથમિક ખર્ચાઓ આ માપદંડ હેઠળ આવરી લેવામાં આવે છે.
(5) પતિની અન્ય કાનૂની અને પારિવારિક જવાબદારીઓ : ભરણપોષણ નક્કી કરતી વખતે કોર્ટ માત્ર પતિની કમાણી જ નથી જોતી, પરંતુ તેના પર રહેલા અન્ય આશ્રિતોનો બોજ પણ જુએ છે. જેમ કે, વૃદ્ધ અને બીમાર માતા-પિતાની સારવારનો ખર્ચ, અપરિણિત બહેન કે અન્ય કોઈ સભ્યની જવાબદારી પતિના શિરે હોય, તો તે કાનૂની કપાતો બાદ કરીને જ વ્યાજબી રકમ નક્કી કરવામાં આવે છે.
(6) બંને પક્ષોની સ્થાવર અને જંગમ મિલકતો : પતિ અને પત્નીના નામે રહેલી જમીન, મકાન, દુકાન, બેંક બેલેન્સ, શેર બજારનું રોકાણ કે સોના-ચાંદી જેવી મિલકતોની વિગતો કોર્ટ મંગાવે છે. જો પતિ પાસે પગાર ઓછો હોય પરંતુ કરોડોની પૂર્વજોની કે પોતાની મિલકતો હોય અને તેમાંથી ભાડું કે વ્યાજ જેવી આવક થતી હોય, તો તે મિલકતોની કિંમતના આધારે ભરણપોષણ નક્કી થાય છે.
(7) બંને પક્ષોની ઉંમર અને સ્વાસ્થ્યની સ્થિતિ : જો પત્ની મોટી ઉંમરની હોય, શારીરિક રીતે અસ્વસ્થ હોય અથવા કોઈ ગંભીર બીમારીથી પીડાતી હોય જેના કારણે તે કમાવા માટે અસમર્થ હોય, તો તેને વધુ રકમ મળવાપાત્ર બને છે. તેવી જ રીતે જો પતિ પોતે બીમાર હોય, અપંગ હોય કે કમાવવાની ક્ષમતા ગુમાવી ચૂક્યો હોય, તો માનવતા અને વાસ્તવિકતાના ધોરણે રકમ ઘટાડવામાં આવે છે.
(8) પતિની લોન અને અંગત દેવાની સ્થિતિ : પતિ ઉપર રહેલી હોમ લોન, કાર લોન કે ધંધાકીય લોનના માસિક હપ્તાઓની પણ કોર્ટ ચકાસણી કરે છે. જો કે, પતિ જાણી જોઈને ભરણપોષણથી બચવા માટે ખોટી લોન દર્શાવે તો કોર્ટ તેને માન્ય રાખતી નથી, પરંતુ કાયદેસરની અને અનિવાર્ય લોનની જવાબદારીઓને ધ્યાનમાં રાખીને સંતુલિત આદેશ કરવામાં આવે છે.
પતિ ફેમીલી મેટરમાં શું કેસ કરી શકે?
(1) બાળકોની કસ્ટડી માટે ફેમીલી કોર્ટમાં અરજી
(2) ભરણપોષણની રકમ ઘટાડવા અંગે અરજી
(3) ભરણપોષણનાં હુકમ વિરુદ્ધ અપીલ
(4) છૂટાછેડા મેળવવા માટે કોર્ટ કેસ
(5) ખોટા આરોપ સામે માનહાનીનો કેસ
(6) માનહાની અંગે વળતરનો કેસ
(7) સતામણી સામે પોલીસ ફરિયાદ
ભરણપોષણ મેળવવો એ માત્ર કોઈ આર્થિક દયા કે દાન નથી, પરંતુ તે કાયદા દ્વારા સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોને આપવામાં આવેલો એક પવિત્ર અને સન્માનપૂર્વક જીવવાનો અધિકાર છે. અદાલતો કાયદાના આ પાસાનો ઉપયોગ સામાજિક ન્યાયના સાધન તરીકે કરે છે જેથી કોઈ પણ વ્યક્તિ કાનૂની રક્ષણ વિના નિરાધાર ન બને. ભરણપોષણની રકમ નક્કી કરવાના માપદંડો એ સ્પષ્ટ કરે છે કે કાયદો વાસ્તવિક પરિસ્થિતિઓ અને માનવીય સંબંધોની જટિલતાઓને સમજે છે. પતિની આર્થિક સક્ષમતા અને પત્નીની વાજબી જરૂરિયાતો વચ્ચે યોગ્ય સંતુલન જાળવીને જ સમાજમાં સમાનતા લાવી શકાય છે. લગ્નજીવનના વિવાદોમાં આર્થિક તંગીના કારણે સ્ત્રી કે બાળકનું શોષણ ન થાય તે જોવાની જવાબદારી ન્યાયતંત્રની છે.

- Advertisement -

You Might Also Like

કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ

શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’

જૈન દર્શનનો જાદુ પ્રતિક્રમણ

સ્વામી રામદાસનો ઉપદેશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
Next Article ઓબસ્ટ્રેટિક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી દ્વારા સેમિનાર : 150થી વધુ મહિલા પોલીસ કર્મચારી જોડાયાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ફુલના વેપારીઓને રામનાથપરાથી હટાવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ
કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘વિજ્ઞાન યાત્રાનો પ્રારંભ : દેશભરના અનેક અગ્રણી વિજ્ઞાનીઓ આપશે ઓનલાઇન માર્ગદર્શન
પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Authorમનીષ આચાર્ય

શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?