લગ્નની લાલચે અપહરણ કરી ન્યૂડ ફોટા પાડ્યા અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી: મોરબી પોલીસ મથકે ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.22
- Advertisement -
મોરબીમાં રહેતી યુવતીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સ્નેપચેટ (જક્ષફાભવફિ)ં પર પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી રાજકોટ લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી હોવાની ગંભીર ફરિયાદ મોરબી પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે ભોગ બનનાર યુવતીની ફરિયાદના આધારે એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબીમાં રહેતી યુવતીએ આરોપી સોહીલ ફિરોઝખાન પઠાણ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીએ યુવતી સાથે સ્નેપચેટ એપ્લિકેશન દ્વારા સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તે મોરબીમાં અવાર-નવાર મળવા આવીને સારી સારી વાતો કરતો હતો અને લગ્ન કરવાની લાલચ આપી હતી. દરમિયાન આરોપી આયુષ હોસ્પિટલ પાસેથી યુવતીનું અપહરણ કરી તેને પોતાના રહેણાંક મકાને લઈ ગયો હતો.
ત્યાં આરોપીએ યુવતી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો અને તેના ન્યૂડ ફોટા પાડી લીધા હતા. આરોપીએ ધમકી આપી હતી કે ’જો તું હવે મારા ઘરેથી ક્યાંય જઈશ તો હું તારા ફોટા વાયરલ કરી દઈશ અને આ બાબતની કોઈને જાણ કરીશ તો તારું ગળું દબાવીને જાનથી મારી નાખીશ.’ આ સાથે આરોપીએ યુવતીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત પણ કરી હતી. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની વિવિધ કલમો તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા આગળની ચક્રો ગતિમાન કર્યા છે.



