એડવોકેટ વૈશાલી પટેલે પોતાની વિરુદ્ધ થયેલા આક્ષેપ – આવેદનપત્ર મામલે મૌન તોડ્યું
સ્થાનિકોએ રતનપરમાં ગેરકાયદે ખનન અને વૃક્ષોનું નિકંદન થતા હોવાના આક્ષેપ કર્યા હતા
- Advertisement -
ગવરીદળ ચેકડેમ પાસે ઝેનીથ એજ્યુ. ફાઉન્ડેશનને સોંપેલી કામગીરી નિયમોસાર થયું હોવાનું બહાર આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સિંચાઈ યોજના વિભાગ દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન-2026 અંતર્ગત ગૌરીદળ ગામ પાસે ચાલી રહેલી કામગીરી અંગે મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. હાલમાં જ ખાણ-ખનિજ વિભાગ દ્વારા આ સ્થળ પર વાહન જપ્તીની જે કાર્યવાહી કરવામાં આવી હતી, તેના સંદર્ભમાં સિંચાઈ વિભાગે પોતાનો સત્તાવાર અભિપ્રાય રજૂ કર્યો છે.
સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી દ્વારા ભૂસ્તરશાસ્ત્રીશ્રી (ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું, રાજકોટ) ને મોકલવામાં આવેલા પત્ર અનુસાર, ગૌરીદળ ગામ પાસે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ‘ઝેનિથ એજ્યુટેક ફાઉન્ડેશન-રાજકોટ’ સંસ્થાને નિયમોનુસાર કામગીરી સોંપવામાં આવી છે. આ સંસ્થા કચેરી સાથે થયેલા કરાર મુજબ જ કાર્ય કરી રહી હતી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ સરકારની ‘સુજલામ સુફલામ યોજના’ના હુકમનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવામો સ્થાનિક ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. કામગીરી દરમિયાન સ્થાનિક ગ્રામજનો દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી હતી કે જ્યાંથી માટી ઉપાડવામાં આવી રહી છે તે નદી વિસ્તાર નથી પરંતુ રતનપર ગામનો સરકારી ખરાબો છે. આ ફરિયાદના આધારે ખાણ-ખનિજ વિભાગે સાધનો જપ્ત કર્યા હતા. ત્યારબાદ સિંચાઈ વિભાગ દ્વારા જે જગ્યા પર કામ પ્રગતિમાં હતું તેના અક્ષાંશ અને રેખાંશ (ઈજ્ઞજ્ઞમિશક્ષફયિંત) મેળવીને સરકારશ્રીના સત્તાવાર ઙખ ૠફશિં જવફસશિં ઙજ્ઞિફિંહ પર ચકાસણી કરવામાં આવી છે. પોર્ટલ પર જોતા સ્પષ્ટ થયું છે કે આ કામગીરી નદીની હદમાં જ આવેલી છે.
આ અંગેના જરૂરી નકશાઓ અને પુરાવાઓ પણ ખાણ-ખનિજ વિભાગને આગળની યોગ્ય કાર્યવાહી માટે મોકલી આપવામાં આવ્યા છે. આ પત્રની નકલ સંબંધિત સંસ્થા ઝેનિથ એજ્યુટેક ફાઉન્ડેશન-રાજકોટને પણ જાણ અર્થે રવાના કરવામાં આવી છે, જેથી જપ્ત થયેલા સાધનો મુક્ત કરવા અંગે નિયમોનુસાર આગળની પ્રક્રિયા થઈ શકે.



