By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘નામોનિશાન મિટાવી દઈશું..’, અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
    2 hours ago
    ‘ક્રેશ થઈ જશે ક્રૂડ ઓઇલની કિંમતો…’ ઈરાન સાથેના યુદ્ધને લઈને ટ્રમ્પનો ચોંકાવનારો દાવો
    2 hours ago
    પુતિન અને જિનપિંગની મુલાકાત પહેલા જ ચીનના જહાજ પર રશિયાનો હુમલો! ઝેલેન્સ્કીના દાવાથી ખળભળાટ
    1 day ago
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    2 weeks ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યના 12 સરકારી વિભાગ રોજ સરેરાશ ₹47 લાખનું ઇંધણ વાપરે છે
    5 minutes ago
    નીટ કેસ-લાતુરનો કોચિંગ ડાયરેક્ટર શિવરાજ રઘુનાથ પહેલાં પાર્ટ-ટાઇમ શિક્ષક હતો, આજે ₹1500 કરોડની સંપત્તિ
    12 minutes ago
    #Melodi મોમેન્ટ્સ: મોદીએ મેલોનીને ‘મેલોડી’ ટોફી ગિફ્ટ કરી: ઈટાલીમાં એક જ કારમાં ફર્યા: 2000 વર્ષ જૂનાં કોલોઝિયમમાં સેલ્ફી લીધી
    15 minutes ago
    બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ‘બ્રાહ્મણ વિરોધી’ પ્રશ્ન પૂછાતા હોબાળો, શંકરાચાર્યે પણ વાંધો ઉઠાવ્યો
    2 hours ago
    હૈદરાબાદ સાથે ગુજરાત પણ પ્લેઑફમાં ક્વૉલિફાય: જછઇંએ ચેન્નઈને 5 વિકેટે હરાવ્યું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વૈભવની તોફાની બેટિંગ સામે લખનઉ પરાસ્ત: રાજસ્થાન રોયલ્સે લખનઉને 7 વિકેટે હરાવ્યું
    10 minutes ago
    મોહમ્મદ શમી સાથે ફરી અન્યાય? વર્લ્ડ કપ સ્ટાર અંગે અજિત અગરકરનું વિચિત્ર નિવેદન ચર્ચામાં
    2 hours ago
    એકપણ મેચ રમ્યા વિના ધોનીએ ચૂપચાપ નિવૃત્તિ લીધી? સુરેશ રૈનાના નિવેદનથી ફેન્સ સ્તબ્ધ
    1 day ago
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    1 week ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    3 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સરકારી હૉસ્પિટલમાંથી વિશ્ર્વાસ ઊઠ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સરકારી હૉસ્પિટલમાંથી વિશ્ર્વાસ ઊઠ્યો
રાજકોટ

સરકારી હૉસ્પિટલમાંથી વિશ્ર્વાસ ઊઠ્યો

Khaskhabar Editor
Last updated: 2026/05/20 at 3:59 PM
Khaskhabar Editor 3 minutes ago
Share
4 Min Read
SHARE

હાઉસહોલ્ડ સોશિયલ ક્ધઝમ્પશન-હેલ્થ ઈન્ડિયાના રીપોર્ટે આરોગ્ય વિભાગની પોલ ખોલી દીધી

70% ખાનગી હોસ્પિટલમાં જયારે 30% દર્દી જ સરકારીમાં સારવાર કરાવે છે

- Advertisement -

સરકારી હોસ્પિટલો કરતાં ખાનગીમાં વધુ બાળકોના જન્મ

ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર

ગુજરાત સરકાર એક તરફ મેડિકલ ટુરિઝમ અને વિશ્વસ્તરીય આરોગ્ય સેવાઓના દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ તાજેતરમાં બહાર આવેલા હાઉસહોલ્ડ સોશિયલ ક્ધઝમ્પશન-હેલ્થ ઈન્ડિયાના અહેવાલે રાજ્યની સરકારી આરોગ્ય વ્યવસ્થાની ચિંતાજનક હકીકત સામે મૂકી છે. અહેવાલ અનુસાર રાજ્યમાં સરકારી હોસ્પિટલો પ્રત્યે લોકોનો વિશ્વાસ નોંધપાત્ર રીતે ઘટ્યો છે અને મોટાભાગના દર્દીઓ સારવાર માટે હવે ખાનગી હોસ્પિટલોનો આશરો લઈ રહ્યા છે.
અહેવાલમાં દર્શાવાયેલા આંકડા મુજબ, ગુજરાતમાં માત્ર 30 ટકા દર્દીઓ જ સરકારી હોસ્પિટલોમાં સારવાર લેવા જાય છે, જ્યારે આશરે 70 ટકા દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવવાનું પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં સરકારી આરોગ્ય સેવાઓ પ્રત્યે અસંતોષ વધી રહ્યો હોવાનું સ્પષ્ટ થાય છે.
ગ્રામ્ય વિસ્તારોમાં 58.5 ટકા દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં દાખલ થાય છે, જ્યારે શહેરી વિસ્તારોમાં આ આંકડો 69.5 ટકા સુધી પહોંચી ગયો છે. નિષ્ણાતોનું માનવું છે કે સરકારી હોસ્પિટલોમાં યોગ્ય સારવાર, સમયસર નિદાન અને આધુનિક સુવિધાઓનો અભાવ લોકોને મજબૂરીમાં ખાનગી હોસ્પિટલોમાં ધકેલી રહ્યો છે. પ્રસુતિ સેવાઓના મામલે પણ સરકારી હોસ્પિટલોમાં વિશ્વાસનો અભાવ સામે આવ્યો છે. ગામડાઓમાં 51.5 ટકા બાળકોનો જન્મ ખાનગી હોસ્પિટલોમાં થાય છે, જ્યારે સરકારી હોસ્પિટલોમાં માત્ર 42.5 ટકા પ્રસુતિ થાય છે. શહેરોમાં પરિસ્થિતિ વધુ ચિંતાજનક છે, જ્યાં 63.5 ટકા પ્રસુતિ ખાનગી હોસ્પિટલોમાં થાય છે અને સરકારી હોસ્પિટલોમાં આ આંકડો માત્ર 32.6 ટકા છે.
આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા વર્તુળોમાં એવી ચર્ચા છે કે સરકારી હોસ્પિટલોમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ભારે અછત, સ્ટાફની ઉણપ અને આધુનિક મશીનરીના અભાવે દર્દીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અનેક સ્થળોએ ખછઈં સહિતના અત્યાધુનિક સાધનો કાર્યરત નથી અથવા ઉપલબ્ધ જ નથી. પરિણામે દર્દીઓને તપાસ અને સારવાર માટે ખાનગી કેન્દ્રોનો સહારો લેવો પડે છે.
ગ્રામ્ય વિસ્તારોમાં સેવા માટે બોન્ડ સિસ્ટમ હોવા છતાં ડોક્ટરો ગામડાઓમાં ફરજ બજાવવા ઉત્સુક નથી, જેના કારણે નાના શહેરો અને તાલુકા સ્તરની સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાત સેવાઓનો ગંભીર અભાવ સર્જાયો છે. દર્દીઓ અને તેમના પરિવારજનોને હોસ્પિટલોમાં ડોક્ટર, દવાઓ અને સ્ટાફ શોધવામાં જ કલાકો વેડફવા પડે છે.
જનતા વચ્ચે એવી ટિપ્પણીઓ પણ થઈ રહી છે કે મેડિકલ ટુરિઝમના દાવા વચ્ચે સામાન્ય નાગરિકો તો પોતે જ સરકારી હોસ્પિટલોમાં ‘ટુરિઝમ’ કરી રહ્યા હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. કાગળો પર આરોગ્ય વ્યવસ્થા સુવ્યવસ્થિત દેખાતી હોવા છતાં હકીકતમાં મધ્યમ અને ગરીબ વર્ગને પણ પોતાના ખિસ્સા ખાલી કરીને ખાનગી હોસ્પિટલોના મોંઘા બિલ ભરવા મજબૂર થવું પડી રહ્યું છે.
આ અહેવાલ બાદ રાજ્યની આરોગ્ય સેવાઓની ગુણવત્તા, માનવબળની ઉપલબ્ધતા અને આધુનિક આરોગ્ય સુવિધાઓ અંગે ફરી એકવાર ગંભીર ચર્ચા શરૂ થઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે જો સરકારી હોસ્પિટલોમાં વિશ્વાસ પુન:સ્થાપિત કરવો હોય તો તાત્કાલિક ધોરણે માળખાકીય સુધારા, ડોક્ટરોની ભરતી અને દર્દીકેન્દ્રિત સેવાઓ પર ભાર મૂકવાની જરૂર છે.

- Advertisement -

પ્રસુતિ સેવા મુદ્દે લોકોનો સરકારી અને ખાનગી હોસ્પિટલમાં વિશ્ર્વાસ

ગામડામાં 51.5 ટકા બાળકોનો જન્મ ખાનગી હોસ્પિટલોમાં

ગામડામાં 42.5 ટકા પ્રસુતિ સરકારી હોસ્પિટલોમાં થાય છે

શહેરોમાં 63.5 ટકા પ્રસુતિ ખાનગી હોસ્પિટલોમાં થાય છે

શહેરોમાં 32.6 ટકા બાળકોનો

જન્મ સરકારી હોસ્પિટલોમાં

સરકારી અને ખાનગી હોસ્પિટલ

સરકારી હોસ્પિટલ ખાનગી હોસ્પિટલ

ડોક્ટરોની અછત સારી ટ્રીટમેન્ટ

મશીનનો અભાવ આધુનિક સુવિધાઓ

દવા માટે ભટકવુ પડે જલ્દી સારવાર

લાંબી લાઇનો લોકોનો વધતો વિશ્વાસ

You Might Also Like

રાજકોટમાં રોજ સરેરાશ 111 લોકોને કૂતરાં બચકાં ભરે છે!

રાજકોટનો નવો સાંઢિયા પુલ સંપૂર્ણ સુરક્ષિત, નમવાની વાત માત્ર અફવા

કેમિસ્ટની દેશવ્યાપી હડતાલ: રાજકોટમાં દવાના વેપારીઓના ધરણા-સૂત્રોચ્ચાર

પદાધિકારીઓને ઉદ્દઘાટન કરવું છે એટલે રાજકોટનો સાંઢીયા પુલ હાલ ખૂલ્લો નહીં મૂકી શકાય

14 વર્ષીય સગીરા સાથે સામુહિક દુષ્કર્મ : 8 સામે ફરિયાદ, 4ની ધરપકડ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજ્યના 12 સરકારી વિભાગ રોજ સરેરાશ ₹47 લાખનું ઇંધણ વાપરે છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

રાજ્યના 12 સરકારી વિભાગ રોજ સરેરાશ ₹47 લાખનું ઇંધણ વાપરે છે

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
રાજકોટમાં રોજ સરેરાશ 111 લોકોને કૂતરાં બચકાં ભરે છે!
રાજકોટનો નવો સાંઢિયા પુલ સંપૂર્ણ સુરક્ષિત, નમવાની વાત માત્ર અફવા
વૈભવની તોફાની બેટિંગ સામે લખનઉ પરાસ્ત: રાજસ્થાન રોયલ્સે લખનઉને 7 વિકેટે હરાવ્યું
નીટ કેસ-લાતુરનો કોચિંગ ડાયરેક્ટર શિવરાજ રઘુનાથ પહેલાં પાર્ટ-ટાઇમ શિક્ષક હતો, આજે ₹1500 કરોડની સંપત્તિ
કેમિસ્ટની દેશવ્યાપી હડતાલ: રાજકોટમાં દવાના વેપારીઓના ધરણા-સૂત્રોચ્ચાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં રોજ સરેરાશ 111 લોકોને કૂતરાં બચકાં ભરે છે!

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
રાજકોટ

રાજકોટનો નવો સાંઢિયા પુલ સંપૂર્ણ સુરક્ષિત, નમવાની વાત માત્ર અફવા

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
રાજકોટ

કેમિસ્ટની દેશવ્યાપી હડતાલ: રાજકોટમાં દવાના વેપારીઓના ધરણા-સૂત્રોચ્ચાર

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?