રાજકોટના સોરઠીયાવાડી આવાસ યોજના ક્વાર્ટર વિસ્તારમાં રહેતી એક સગીરાએ કોઠારીયા સોલવન્ટ ક્વાર્ટરના દેવીલ ઉર્ફે સાહિલ, સાહિલ ઉર્ફે ઝેરી, પોપટપરાના નામચીન મિહીર કુગશીયા, જંગલેશ્વરના રજાક ઠેબા, રામેશ્વર મંદિર પાસે રહેતાં ધવલ, હુશેની ચોકના આશીફ શાહમદાર અને ઘાંચીવાડના સુલતાન સલીમભાઇ સવાણ સહીત 8 વિરૂધ્ધ ગેંગરેપ, જાતીય સતામણી, ધાકધમકીની ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત ગુનો નોંધી ચાર જેટલા આરોપીઓને સકંજામાં લઇ વિશેષ તપાસ હાથ ધરી છે.
ભોગ બનનાર સગીરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તા.18ના રાત્રે હું એક ગેરેજ પાસે બેઠી હતી ત્યારે મારા પિતા મારી પાસે મોબાઇલ ફોન જોઇ જતાં મને પુછતાં મેં આ ફોન મારી બહેનપણીએ આપ્યો છે તેમ કહ્યું હતું. તેણીએ મને અલગ અલગ છોકરાઓ સાથે વાત કરવા ફોન આપ્યો હોવાનું અને તેમાં સીમ કાર્ડ ન હોઇ ઘાંચીવાડના સુલતાન સલિમભાઇ સવાણએ સીમકાર્ડ આપ્યાનું મેં કહ્યું હતું. સુલતાન મને સોરઠીયા વાડી બગીચામાં મળવા બોલાવી કીસ કરતો હતો અને તે તેના મમ્મીના ફોનમાંથી મને ફોન કરતો હતો વધુમાં જણાવ્યું હતું કે બે ત્રણ મહિના પહેલા મારી સગીર સખીએ તેના કોઇ ફ્રેન્ડ દેવીલ ઉર્ફે સાહિલનો નંબર આપી પરીચય કરાવ્યો હતો. પછી દેવીલએ ફોન કરી ફરવા જવાની વાત કરી તેણે દેવપરા પાસે તું આવ તને સાહિલ ઉર્ફે જેરી તેડવા આવે છે તેમ કહેતાં હું ત્યાં જતાં સાહિલ બાઇક લઇને આવ્યો હતો. તે મને જંગલેશ્વરમાં તેના ઘરે લઇ ગયો હતો અહીં સાહિલે મને પલંગ પર સુવડાવી નગ્ન કરી છરી બતાવી પાંચ વખત શરીર સંબંધ બાંધી લીધો હતો તેમજ આની કોઇને ખબર ન પડવી જોઇએ તેમ કહી ધમકી આપી હતી. બીજા દિવસના બપોરના અઢી સુધી મને અહિ રાખી હતી અને બાદમાં મુકી ગયો હતો. આ દિવસે હું ખુબ ડરી ગઇ હતી, જેથી મેં ઝેરી પ્રવાહી પી લીધુ હતું. ત્યારબાદ તા. ૬/૫ના રોજ સાંજે હું અને મારી સખી સાથે હતાં ત્યારે મારી સખીએ એક્ટીવા પર નીકળેલા બે શખ્સને રાડ પાડી બોલાવ્યા હતાં. આથી આ બંને આવ્યા હતાં. મારી સગીર સખીએ તેની ઓળખાણ કરાવી હતી. જેમાં એક મિહીર કુગશીયા અને બીજો સમીર ગામેતી હતો. સખીએ ચાલો આપણે આટો મારવા જઇએ તેમ કહેતાં અમે બંને તેના વાહનમાં બેસી રીંગ રોડ જવા નીકળ્યા હતાં. પણ બાદમાં મિહીર મને બસ સ્ટેશન પાછળની હોટેલે લઇ ગયો હતો અને હું પોલીસવાળો છું તું કંઇ બોલતી નહિ તેમ કહી હોટેલના ઉપરના માળે લઇ જઈ ફરીથી પોલીસની ઓળખ આપી હતી અને મને નિર્વસ્ત્ર કરી મારી સાથે શરીર સંબંધ બાંધી લીધો હતો. બે કલાક સુધી મને ધમકાવી હતી અને હું કહું ત્યારે બીજીવાર પણ આવવું પડશે તેમ કહી મને મુકી ગયો હતો બીજા દિવસે ફરી મિહીર મિહીર અને સમીર અલગ અલગ વાહન પર આવ્યા હતાં. ફરીથી મિહીર મને બસ સ્ટેશન પાછળની હોટેલમાં લઇ જઈ ગાળો દઇ બે વખત શરીર સંબંધ બાંધી લીધો હતો મિહીર મને ઇન્સ્ટાગ્રામાં ફોન કરી સતત આ વાત કોઇને કહેતી નહિ, ગમે ત્યાં મળીશ ત્યારે મારીશ તેવી ધમકી આપતો હતો. જેથી હું કોઇને વાત કરતી નહોતી.
- Advertisement -
આ પછી તા. ૧૬/૫/૨૬ના રોજ રજાક ઠેબા મને એકટીવામાં બેસાડી બસ સ્ટેશન પાછળ હોટેલમાં લઇ ગયો હતો. તેણે મને તું મારી સાથે રિલેશનમાં રહે તેવું કહેતાં મેં ના પાડી રૂમમાં ખાલી બેસીએ તેમ જણાવતાં તેણે પરાણે શરીર સંબંધ બાંધવાની કોશીષ કરી હતી. બાદમાં ધમકી આપી કોઇને વાત કરીશ તો જોયા જેવી થશે તેવી ધમકી આપી રાતે મુકી ગયો હતો. ત્યાર બાદ ૧૭/૫ના રજાકે ફરી કાળા કાચવાળી ગાડીમાં બેસાડી હતી. આ ગાડીમાં પહેલેથી જ જંગલેશ્વરનો આસીફ શાહમદાર અને ધવલ બેઠેલા હતાં. પછી કાર ધવલના ઘર પાસે લઇ ગયા હતા ત્યાં આસીફ, ધવલ ઉતરી ગયા હતાં. રજાક પાછલી સીટમાં આવી ગયો હતો અને મને છરી બતાવી મારી સાથે પરાણે શરીર સંબંધ બાંધી લીધો હતો. આ પછી આસીફ કારમાં આવ્યો હતો અને તેણે પણ શરીર સંબંધ બાંધી લીધો હતો. આસીફ બહાર ગયા બાદ ધવલ આવી ગયો હતો અને તેણે પણ કોન્ડોમ પહેરી શરીર સંબંધ બાંધી લીધો હતો. ત્રણેયએ એકાદ કલાકમાં મારી સાથે વારાફરતી શરીર સંબંધ બાંધી લીધો હતો. આ પછી મેં મારી સાથે મારી સખી તેમજ દેવીલ ઉર્ફે સાહિલ, મિહીર કુગશીયા, સ્વીફટવાળો રજાક ઠેબા, આસીફ શાહમદાર અને ધવલે જે કંઇ કર્યુ તેની વાત મેં મારા માતા-પિતાને ગઇકાલે મોડી રાતે કરી હતી. આથી તેઓ મને પોલીસ સ્ટેશને લાવ્યા બાદ મેં ફરિયાદ કરી હતી ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ જે. ડી. પરમાર, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, હેડકોન્સ. તોરલબેન જોષી સહિતે શી ટીમ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલની હાજરીમાં એફઆઇઆર દાખલ કરી હાલ તુર્ત ચાર જેટલા આરોપીઓને સકંજામાં લઇ લીધા છે અત્રે ઉલ્લેખનીય છે કે મિહીર કુગશીયા નકલી પોલીસ બની લૂંટ ચલાવવાના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. તે સહિતનાની પોલીસે શોધખોળ હાથ ધરી છે.




