By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    45 minutes ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    1 hour ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    1 day ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    1 day ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    33 minutes ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    50 minutes ago
    કાલથી બ્રિક્સ સમિટ
    1 day ago
    UPના 26 જિલ્લામાં પૂર
    1 day ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધરપકડ એટલે ગુનેગાર નહીં: જાણો બંધારણે આપેલું ‘અધિકારોનું અભેદ્ય કવચ’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ધરપકડ એટલે ગુનેગાર નહીં: જાણો બંધારણે આપેલું ‘અધિકારોનું અભેદ્ય કવચ’
Author

ધરપકડ એટલે ગુનેગાર નહીં: જાણો બંધારણે આપેલું ‘અધિકારોનું અભેદ્ય કવચ’

Khaskhabar Editor
Last updated: 2026/05/09 at 3:25 PM
Khaskhabar Editor 4 months ago
Share
7 Min Read
SHARE

 

સૂર્યાસ્ત પછી મહિલાની ધરપકડ પર મનાઈ: સ્ત્રીઓના ગૌરવ માટે કાયદામાં છે વિશેષ જોગવાઈ
ધરપકડના 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂઆત અનિવાર્ય: પોલીસ મનસ્વી રીતે કસ્ટડીમાં ન રાખી શકે
ધરપકડ એ માત્ર તપાસની એક કડી છે, કોઈ વ્યક્તિના ચરિત્ર પર લાગેલો કાયમી દાગ કે અંતિમ ચુકાદો નથી. ભારતીય બંધારણે દરેક નાગરિકને વ્યક્તિગત સ્વતંત્રતા અને ગરિમાપૂર્ણ જીવનનો મૌલિક અધિકાર આપ્યો છે. ઘણીવાર કાયદાકીય પ્રક્રિયાઓ અને પોલીસ કાર્યવાહીના નામે સામાન્ય માનવી ભયભીત થઈ જતો હોય છે, જેનું મુખ્ય કારણ કાયદાકીય જ્ઞાનનો અભાવ છે. કોઈપણ સભ્ય સમાજની ઓળખ તેની પોલીસ પ્રણાલી કેટલી કડક છે તેનાથી નહીં, પરંતુ તે નાગરિકોના અધિકારો પ્રત્યે કેટલી સંવેદનશીલ છે તેનાથી થાય છે. ભારતીય ન્યાયશાસ્ત્ર નિર્દોષતાનાં પૂર્વધારણાના સિદ્ધાંત પર કાર્ય કરે છે, જેનો અર્થ છે કે જ્યાં સુધી અદાલતમાં ગુનો સાબિત ન થાય ત્યાં સુધી ધરપકડ કરાયેલ વ્યક્તિ ગુનેગાર નથી. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય બંધારણની કલમ 22 હેઠળ, ધરપકડ કરાયેલ વ્યક્તિને વિશેષ સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે.
(1) ધરપકડનું કારણ જાણવાનો અધિકાર : ભારતીય બંધારણની કલમ 22(1) અને ઇગજજ ની જોગવાઈઓ મુજબ, કોઈપણ વ્યક્તિને તેની ધરપકડના ગ્રાઉન્ડ્સ (કારણો) જણાવ્યા વિના અટકાયતમાં રાખી શકાતી નથી. જો ગુનો ’કોગ્નિઝેબલ’ (પોલીસ અધિકારનો ગુનો) હોય, તો પોલીસ વોરંટ વિના ધરપકડ કરી શકે છે, પરંતુ આરોપીને તે ગુનાની વિગતો અને જો તે જામીનપાત્ર ગુનો હોય, તો જામીન મેળવવાના તેના અધિકાર વિશે તુરંત જાણ કરવી ફરજિયાત છે. બિન-જામીનપાત્ર અને ’નોન-કોગ્નિઝેબલ’ ગુનાઓના કિસ્સામાં, મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલ અધિકૃત વોરંટ રજૂ કરવું અનિવાર્ય છે.
(2) ધરપકડ મેમો મેળવવાનો અધિકાર: સર્વોચ્ચ અદાલતે ’ડી.કે. બસુ વિરુદ્ધ પશ્ચિમ બંગાળ’ના ઐતિહાસિક ચુકાદામાં નિર્ધારિત કરેલી માર્ગદર્શિકા મુજબ, ધરપકડ સમયે ’એરેસ્ટ મેમો’ તૈયાર કરવો એ કાયદાકીય જરૂરિયાત છે. આ દસ્તાવેજમાં ધરપકડની ચોક્કસ તારીખ, સમય અને સ્થળનો ઉલ્લેખ હોવો જોઈએ. મેમો પર ધરપકડ કરનાર પોલીસ અધિકારીના હોદ્દાની વિગત, સ્થળ પર હાજર રહેલા ઓછામાં ઓછા એક પ્રતિષ્ઠિત સાક્ષી અથવા ધરપકડ કરાયેલ વ્યક્તિના પરિવારજનની સહી અને સ્વયં આરોપીના હસ્તાક્ષર હોવા અનિવાર્ય છે.
(3) સૂચના આપવાનો અધિકાર: ધરપકડ કરાયેલ વ્યક્તિને પોતાની અટકાયત અંગે તેના કોઈ સંબંધી, મિત્ર અથવા તે જેને ઓળખતી હોય તેવી વ્યક્તિને જાણ કરવાનો અબાધિત અધિકાર છે. પોલીસ અધિકારીની એ કાયદાકીય જવાબદારી છે કે તે આરોપીને આ અધિકાર વિશે માહિતગાર કરે. જો ધરપકડ કરાયેલ વ્યક્તિ પાસે સંપર્કનું સાધન ન હોય, તો પોલીસે સરકારી ખર્ચે તે વ્યક્તિના નિવાસસ્થાનના જિલ્લા કંટ્રોલ રૂમ અથવા સંબંધિત પોલીસ સ્ટેશન દ્વારા તેના પરિવારને તુરંત જાણ કરવી પડે છે.
(4) કાયદાકીય પ્રતિનિધિત્વ અને મફત કાનૂની સહાયનો અધિકાર : દરેક ધરપકડ કરાયેલ વ્યક્તિને પૂછપરછ દરમિયાન અને સમગ્ર ન્યાયિક પ્રક્રિયા દરમિયાન પોતાની પસંદગીના એડવોકેટ (વકીલ) સાથે પરામર્શ કરવાનો મૌલિક અધિકાર છે. બંધારણની કલમ 39અ મુજબ, જો કોઈ વ્યક્તિ આર્થિક અક્ષમતાને કારણે વકીલ રોકી શકે તેમ ન હોય, તો રાજ્યની જવાબદારી છે કે તેને ’લીગલ એઇડ’ (મફત કાયદાકીય સહાય) પૂરી પાડે.
(5) 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ પ્રસ્તુતિનો અધિકાર : કોઈપણ પોલીસ અધિકારી ધરપકડ કરાયેલ વ્યક્તિને મેજિસ્ટ્રેટના વિશેષ આદેશ વિના 24 કલાકથી વધુ સમય માટે પોતાની કસ્ટડીમાં રાખી શકતા નથી. આ 24 કલાકની ગણતરીમાં ધરપકડના સ્થળેથી મેજિસ્ટ્રેટની કોર્ટ સુધી પહોંચવા માટેના મુસાફરીના સમયને બાકાત રાખવામાં આવે છે. જો પોલીસને વધુ પૂછપરછ માટે આરોપીની જરૂર હોય, તો તેમણે મેજિસ્ટ્રેટ પાસે ’પોલીસ રિમાન્ડ’ની લેખિત માંગણી કરવી પડે છે.
(6) ફરજિયાત તબીબી તપાસનો અધિકાર : ધરપકડ કરાયેલ વ્યક્તિને તેની શારીરિક સ્થિતિની તપાસ કરાવવાનો કાયદેસરનો અધિકાર છે. ધરપકડ બાદ તુરંત અને દર 48 કલાકે મેડિકલ ઓફિસર દ્વારા આરોપીનું પરીક્ષણ કરાવવું પોલીસ માટે ફરજિયાત છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ કસ્ટડીમાં થતા શારીરિક અત્યાચાર કે ટોર્ચરને અટકાવવાનો છે.
(7) મહિલાઓના વિશિષ્ટ રક્ષણાત્મક અધિકારો : મહિલાઓની ગરિમા જાળવવા માટે કાયદામાં વિશેષ જોગવાઈઓ છે. સ્ત્રીની ધરપકડ માત્ર મહિલા પોલીસ અધિકારી દ્વારા જ અને તેના શરીરને સ્પર્શ કર્યા વિના (અપવાદ સિવાય) થવી જોઈએ. સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં મહિલાની ધરપકડ કરવા પર કાયદાકીય મનાઈ છે; અત્યંત અનિવાર્ય સંજોગોમાં, પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટની લેખિત પૂર્વ-મંજૂરી લેવી અનિવાર્ય છે. પૂછપરછ દરમિયાન પણ મહિલા આરોપીને પુરુષ લોકઅપમાં રાખી શકાતી નથી અને તેની તપાસ અથવા પૂછપરછ અત્યંત શાલીનતાપૂર્વક અને તેની પ્રાઈવસી જળવાય તે રીતે જ કરવી પડે છે.
ગેરકાયદેસર અટકાયત હોય ત્યારે…
(1) મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂઆત : ધરપકડમાં પ્રક્રિયાગત ખામી કે ટોર્ચર જણાય તો મેજિસ્ટ્રેટ પોલીસ સામે તપાસનો આદેશ આપી આરોપીને જામીન મુક્ત કરી શકે છે.
(2) હેબિયસ કોર્પસ રિટ : ગેરકાયદેસર અટકાયત વિરુદ્ધ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી વ્યક્તિને તુરંત હાજર કરવા અને મુક્ત કરવા આદેશ મેળવી શકાય છે.
(3) પોલીસ વિરુદ્ધ ફોજદારી ગુનો : કાયદાનું ઉલ્લંઘન કરનાર પોલીસ અધિકારી સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી ફોજદારી કાર્યવાહી કરી શકાય છે.
(4) માનવ અધિકાર પંચમાં ફરિયાદ : શારીરિક હિંસા કે અધિકારોના હનન કિસ્સામાં માનવ અધિકાર પંચ તપાસ કરી વળતર અને કડક કાર્યવાહીની ભલામણ કરી શકે છે.
(5) પોલીસ કમ્પ્લેઈન્ટ ઓથોરિટી : પોલીસના ગેરવર્તન કે સત્તાના દુરુપયોગ સામે ઙઈઅમાં ફરિયાદ કરવાથી અધિકારી સામે સસ્પેન્શન કે શિસ્તભંગના પગલાં લઈ શકાય છે.
(6) ખાનગી ફરિયાદ : જો પોલીસ ઋઈંછ ન નોંધે, તો મેજિસ્ટ્રેટ સમક્ષ ઇગજજની કલમ 223 હેઠળ સીધી ખાનગી ફરિયાદ દાખલ કરીને જવાબદાર અધિકારી સામે કાયદાકીય સમન્સ પાઠવી શકાય છે.
ભારતીય ન્યાયશાસ્ત્રમાં “કાયદાનું જ્ઞાન એ જ સાચું સંરક્ષણ છે” પોલીસના હાથમાં રહેલા હથકડા સામે બંધારણે નાગરિકોને ’અધિકારોનું અભેદ્ય કવચ’ આપ્યું છે. પોલીસના હાથમાં રહેલા હથકડા સામે બંધારણે નાગરિકોને ’અધિકારોનું અભેદ્ય કવચ’ આપ્યું છે. ધરપકડ એ માત્ર તપાસની એક કડી છે, કોઈ વ્યક્તિના ચરિત્ર પર લાગેલો કાયમી દાગ કે અંતિમ ચુકાદો નથી. જ્યારે સામાન્ય માણસ ભયના ઓથારને ફગાવી ’પોલીસ મેન્યુઅલ’ અને ’બંધારણીય મર્યાદાઓ’ વિશે જાગૃત બને છે, ત્યારે જ સત્તાનો દુરુપયોગ અટકે છે. સભ્ય સમાજની ખરી ઓળખ પોલીસના દંડમાં નહીં, પરંતુ નાગરિકોની ગરિમા અને અધિકારોના સન્માનમાં રહેલી છે. યાદ રાખો, જાગૃત નાગરિક એ જ મજબૂત લોકશાહીનો સાચો પાયો છે.

You Might Also Like

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂલે વર્નની ‘માસ્ટર ઑફ ધી વર્લ્ડ’ આજે પણ અચરજ જગાવે છે!
Next Article કારખાનેદાર પિતાએ પુત્ર-પુત્રીને ટૂંપો દઈ હત્યા નિપજાવી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
Author

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
Author

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?