બાળકોમાં વધતો માનસિક વિકાર: મોબાઈલ છીનવતા જ ગુસ્સે થવું એ ‘ડોપામાઇન લૂપ’ના ખતરનાક લક્ષણો
રીલ્સ-ગેમિંગ મગજમાં ‘ખુશી આપતું હોર્મોન’ રીલીઝ કરે છે અચાનક ફોન લેતા ડોપામાઇન લેવલ ઘટતા બાળક હિંસક બને છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન જીવનનો અનિવાર્ય ભાગ બની ગયો છે, પરંતુ બાળકો માટે તે ‘સ્લો પોઈઝન’ સમાન સાબિત થઈ રહ્યો છે.
મોબાઈલ હાથમાંથી લેતા જ બાળક બૂમો પાડવા લાગે, રીલ્સ બંધ થતા જ બેચેની વધી જાય અથવા ફોન ન મળવા પર અસહ્ય ગુસ્સો અને ચીડિયાપણું દેખાય, તો આ વ્યવહારને માત્ર બાળકની ‘જીદ’ સમજવાની ભૂલ ન કરવી જોઈએ. મનોચિકિત્સકોના મતે, આ વર્તન પાછળ ‘ડોપામાઇન લૂપ’ નામની ગંભીર માનસિક સ્થિતિ જવાબદાર છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ઠઇંઘ)ના આંકડા અત્યંત ચોંકાવનારા છે. અહેવાલ મુજબ, 10 થી 19 વર્ષની વયના દર 10માંથી એક કિશોર કોઈને કોઈ માનસિક વિકારથી ઝઝૂમી રહ્યો છે. એઈમ્સ (અઈંઈંખજ) જોધપુરના મનોચિકિત્સા વિભાગના સહાયક આચાર્ય ડો. પ્રાંશુ સિંહ જણાવે છે કે સોશિયલ મીડિયા પર દેખાતી ‘પરફેક્ટ લાઈફ’ બાળકોમાં હીન ભાવના અને અસંતોષ પેદા કરી રહી છે. બાળકો સતત બીજાના જીવન સાથે પોતાની સરખામણી કરવા લાગે છે, જે તેમને માનસિક દબાણ તરફ ધકેલે છે.
ડો. સિંહના વિશ્લેષણ મુજબ, જ્યારે બાળક સતત મોબાઈલ, ટીવી કે ગેમિંગમાં વ્યસ્ત હોય છે, ત્યારે તેના મગજની ‘રિવોર્ડ સિસ્ટમ’ પ્રભાવિત થાય છે. દરેક નવી રીલ કે વિડિયો જોતી વખતે મગજમાં ‘ડોપામાઇન’ (ખુશી આપતું હોર્મોન) રીલીઝ થાય છે. ધીરે ધીરે મગજ આ કૃત્રિમ ઉત્તેજનાનું આદિ થઈ જાય છે અને વારંવાર સ્ક્રીનની માંગ કરે છે. જ્યારે માતા-પિતા અચાનક ફોન છીનવી લે છે, ત્યારે મગજમાં ડોપામાઇન લેવલ એકાએક ઘટવા લાગે છે, જેને કારણે બાળક નિયંત્રણ ગુમાવી બેસે છે અને હિંસક કે આક્રમક વ્યવહાર કરવા લાગે છે.



