મોદીએ ટ્વિટ કરીને લખ્યું- આ સ્વીકાર્ય નહીં: ઓઇલ પોર્ટ પર ઈરાને ગઈકાલે હુમલો કર્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ઞઅઊના ફુજૈરાહમાં ઓઇલ પોર્ટ પર થયેલા હુમલાને લઈને ભારતે નારાજગી વ્યક્ત કરી છે. સરકારે કહ્યું કે ત્રણ ભારતીયોનું ઘાયલ થવું ખોટું છે અને તેને સ્વીકારી શકાય નહીં. ભારતે તમામ પક્ષોને તાત્કાલિક હિંસા બંધ કરવા અને સામાન્ય લોકોને નિશાન ન બનાવવા જણાવ્યું છે. ભારતે કહ્યું કે પરિસ્થિતિને સંભાળવાનો સાચો રસ્તો વાતચીત અને રાજદ્વારી છે, જેથી પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા જળવાઈ રહે. ભારતે એમ પણ કહ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર અવરોધ વિના ચાલુ રહેવી જોઈએ. આ પહેલા ઞઅઊએ દાવો કર્યો હતો કે હુમલો ઈરાન તરફથી થયો હતો. તેઓએ 12 બેલિસ્ટિક મિસાઈલ, 3 ક્રુઝ મિસાઈલ અને 4 ડ્રોનને રોકવામાં સફળતા મેળવી. જોકે ઈરાને ઞઅઊ ના આ આરોપ પર કોઈ જવાબ આપ્યો નથી.
ઙખ મોદીએ પણ આ ઘટનાને લઈને પોસ્ટ કરી અને કહ્યું કે સામાન્ય લોકો અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવું સ્વીકાર્ય નથી.
ઈરાને ફુજૈરાહ પોર્ટના તેલ ક્ષેત્રમાં લાગેલી ભીષણ આગ માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે. પ્રેસ ટીવી અનુસાર, એક સૈન્ય અધિકારીએ જણાવ્યું કે આ તેલ ક્ષેત્ર પર હુમલાની કોઈ યોજના નહોતી.
અધિકારીએ દાવો કર્યો કે અમેરિકાએ હોર્મુઝમાં બળજબરીથી રસ્તો બનાવવાનો પ્રયાસ કર્યો જેના પછી પરિસ્થિતિ વણસી. અધિકારીએ કહ્યું કે આ ઘટના માટે અમેરિકી સેના જવાબદાર છે અને તેણે ક્ષેત્રની સ્થિરતાને જોખમમાં મૂકી છે.
આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રમ્પે હોર્મુઝમાં ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો, જેથી જહાજોની અવરજવર ફરી શરૂ થઈ શકે.
આના જવાબમાં, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે ચેતવણી આપી છે કે તેની પરવાનગી વિના કોઈપણ સૈન્ય અથવા વ્યાપારી જહાજ આ માર્ગેથી પસાર થવાનો પ્રયાસ કરશે તો તેને રોકવામાં આવશે.
ઈરાનનું કહેવું છે કે તે હોર્મુઝ પર નિયંત્રણ જાળવી રાખ્યું છે અને ફક્ત તે જ જહાજોને પસાર થવા દે છે જે તેના નિર્ધારિત નિયમોનું પાલન કરે છે.
આ પહેલા, ઈરાની નૌકાદળે અમેરિકી યુદ્ધ જહાજોને ચેતવણી આપવા માટે મિસાઈલ અને ડ્રોન છોડ્યા હતા, કારણ કે તેમના મતે ચેતવણી છતાં તેઓ આ વિસ્તારની નજીક આવી રહ્યા હતા.
ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ ગાલીબાફે આરોપ લગાવ્યો છે કે અમેરિકાએ હોર્મુઝમાં જહાજોની અવરજવર અને ઊર્જા સુરક્ષાને જોખમમાં મૂકી દીધી છે.
તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પનો ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ યુદ્ધવિરામનું ઉલ્લંઘન છે અને તેનાથી આ વિસ્તારમાં નાકાબંધી જેવી સ્થિતિ સર્જાઈ છે.
ક્રૂડ ઓઇલ 5% વધીને 114 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું
સોમવારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ 5% વધીને 114 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યા. આ મે 2022 પછીનો સૌથી વધુ છે. હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ વધવાને કારણે આ વધારો થયો છે. અહેવાલો સૂચવે છે કે ઊર્જા માળખાંગત સુવિધાઓ અને શિપિંગ સંપત્તિઓ પર નવા હુમલાઓથી પુરવઠામાં વિક્ષેપનું જોખમ વધ્યું છે. ઈરાને તાજેતરમાં યુએઈના ઓઈલ પોર્ટને નિશાન બનાવ્યું હતું, જ્યારે યુએઈએ મિસાઈલ અટકાવવાનો દાવો કર્યો હતો. હોર્મુઝ સ્ટ્રેટ નજીક એક ટેન્કર પર ડ્રોન હુમલાથી પણ પરિસ્થિતિ વધુ ખરાબ થઈ હતી. ઈરાને કહ્યું કે તેણે આ વિસ્તારની નજીક આવતા યુએસ નેવી જહાજો પર એલર્ટ ફાયરિંગ કર્યું હતું.



