ઇસ્લામિક યુદ્ધ, ખિલાફત તેમજ જિહાદ કરવા એકઠાં થવાની પોસ્ટ મુકતો: SOGએ ભુજના લોડાઈથી ઝડપ્યો
ખાસ-ખબર ન્યૂઝ ભુજ
- Advertisement -
કચ્છ જિલ્લામાં સોશિયલ મીડિયાના માધ્યમથી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ભુજ તાલુકાના લોડાઈ ગામમાં પ્રતિબંધિત સંગઠન ઈંજઈંજની વિચારધારાનો પ્રચાર કરવા અને ઉશ્કેરણીજનક સામગ્રી શેર કરવા બદલ એક શખસ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, પશ્ર્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (જઘૠ)ને બાતમી મળી હતી કે, લોડાઈ ગામનો રહેવાસી ફકીરમામદ ઈસા ગગડા નામનો શખસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરી રહ્યો છે.
તપાસ દરમિયાન સામે આવ્યું કે, આરોપી સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ્સ શેર કરતો હતો. જેમાં તે ઇસ્લામિક યુદ્ધ, ખિલાફત તેમજ જિહાદ કરવા એકઠા થવાની પોસ્ટ મુકી આતંકવાદી સંગઠન ઈંજઈંજની વિચારધારાને પ્રોત્સાહન આપતી સામગ્રી ફેલાવતો હતો. એટલું જ નહીં છેલ્લા ચાર વર્ષથી સતત દેશની એકતા અને અખંડિતતા જોખમાય તે પ્રકારનું ક્ધટેન્ટ પોસ્ટ કરી રહ્યો હતો.
આ ગંભીર મામલાની નોંધ લઈને પશ્ચિમ કચ્છ જઘૠ દ્વારા આરોપી વિરુદ્ધ પધ્ધર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી વિરુદ્ધ દેશવિરોધી પ્રવૃત્તિઓ અને ઉશ્કેરણી ફેલાવવા બદલ ગુનો દાખલ કરાયો છે. આ શખસ કોના સંપર્કમાં હતો અને તેની પાછળ અન્ય કોઈ નેટવર્ક કામ કરી રહ્યું છે કે કેમ, તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. તેના ડિજિટલ ઉપકરણો અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.
પશ્ર્ચિમ કચ્છ પોલીસ હાલમાં સોશિયલ મીડિયા પર સતત બાજ નજર રાખી રહી છે. પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, કોઈપણ પ્રકારની ઉશ્કેરણીજનક કે રાષ્ટ્રવિરોધી પોસ્ટ શેર કરવી નહીં, અન્યથા કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
દેશમાં કટ્ટર વિચારો વાઈરલ કરવા 12-13 વ્હૉટ્સઍપ્પ ગ્રુપ એક્ટિવ
ભારતમાં ‘ગઝવા-એ-હિંદ’ની સ્થાપના કરવાના ઉદ્દેશ સાથે દેશમાં હુમલો કરવાની તૈયારી કરી રહેલા બે આરોપીને ગુજરાત અઝજની ટીમે 10 દિવસ પહેલાં પણ અમદાવાદથી ઝડપી લીધા હતા. સિદ્ધપુરનો ઇરફાન પઠાણ અને મુંબઈનો મુરશીદ સંખ્યાબંધ વોટ્સએપ એકાઉન્ટમાં એક્ટિવ હતા. આરોપીઓએ 12થી 13 સભ્યના વોટ્સએપ ગ્રુપ બનાવ્યા હતા. ગ્રુપમાં રહેલા તમામ સભ્યોની વિગત એકઠી કરવામાં આવી રહી છે, જેમાં દેશવિરોધી કટ્ટર માનસિકતા ધરાવતા ઘણા ગુમરાહ લોકોને પૂછપરછ માટે તૈયારી કરવામાં આવી રહી છે, જેમાંથી ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.



