By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    2 hours ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    3 hours ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    1 day ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    1 day ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    2 hours ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    2 hours ago
    કાલથી બ્રિક્સ સમિટ
    1 day ago
    UPના 26 જિલ્લામાં પૂર
    1 day ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમેરિકા હાર્યું! ખરેખર ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > અમેરિકા હાર્યું! ખરેખર ?
Author

અમેરિકા હાર્યું! ખરેખર ?

Khaskhabar Editor
Last updated: 2026/04/18 at 4:33 PM
Khaskhabar Editor 5 months ago
Share
5 Min Read
SHARE

ઈરાન સાથે વાર્તાલાપ કરવા અમેરિકા તૈયાર થયું એટલે અમુક લોકો , આમ તો ઘણા લોકોએ વિધવા વિલાપ શરૂ કર્યો કે જુઓ, અમેરિકા હાર્યું ! અમેરિકા હાર્યું !
અમેરિકાના ફોન વાપરતા, એના સોશિયલ મીડિયા વાપરીને આખો દિવસ મચ્યા રહેતા, અમેરિકાના કમ્પ્યુટર અને એની ફિલ્મો અને એનિમેશન જોઈને મોટા થવા વાળા કહે કે “અમેરિકા હાર્યું !!” ત્યારે એવાના ભોળપણ ઉપર રોવું કે એની મૂર્ખતા ઉપર હસવું તે સમજાય નહિ.
આજની વાત અમેરિકાના ગુણગાન ગાવા માટે નથી પણ અમેરિકાનું વિરાટ દર્શન કરાવવા માટે છે જેથી ઘણાંને ખ્યાલ આવે કે અમેરિકા કઈ બલાનું નામ છે.
અમેરિકા કોઈ દેશ કરતા વધારે એક મોટી , મહાકાય, વિશાળ કોર્પોરેશન છે!! તે એક અતિ ભવ્ય વેપારી પેઢી છે. જેણે અમેરિકન લોકશાહીને સમજી હશે એ કહી શકશે કે અમેરિકન લોકશાહી ખરેખર લોકશાહી જ નથી!! એમાં નાણાં વગરનો નાથિયો ઊભો નથી રહી શકતો.. ત્યાંની આખી ચુંટણી પ્રચાર સિસ્ટમ ડોલરના બળે ચાલે છે. એમાં માણસનું નહિ પણ એના નાણાકીય પાવરનું મહત્વ છે. ભારતમાં પણ આવી સ્થિતિ નિર્માણ થવામાં છે એમ કહેવું સાવ ખોટું નથી પણ એનું કારણ પણ અમેરિકાનો જગત ઉપરનો પ્રભાવ છે .
દરેક બુદ્ધિમાન ભારતીય, ચાઇનીઝ, જાપાનીઝ કે રશિયન ની અંદર એક અમેરિકન વસે છે. તે દરેક અમેરિકન અભિનેતા અને ખેલાડીને જાણે છે! તે સદેહે ભારત કે જાપાન કે ચીનમાં વસે છે પણ એનો આત્મા અમેરિકામાં હોુ છે એટલે તે અમેરિકા જાય તો એને પોતાના ઘર જેવું લાગે છે અને તે કદી પરત પોતાના દેશ જતો નથી!!
વિચાર કરો કે ભારત કે ચીનમાં વસતા છોકરા એ કદી અમેરિકા નથી જોયું એમ છતા તે અમેરિકા જવાના સ્વપ્ન જુએ છે !! આ છે અમેરિકન પ્રભાવ !
અમુક સ્વઘોષિત યુદ્ધ નિષ્ણાતો ચીનને અમેરિકાનું કટ્ટર શત્રુ માને છે પણ તેઓ જાણતા નહિ હોય કે ચીનમાં દરેક ટાઉન અને નગરમાં અમેરિકન કંપનીઓના આઉટલેટ્સ છે!! એપલનાં સ્ટોર ઉપર નવો આઇફોન લેવા ત્યાં પણ લાંબી લાઈનો લાગે છે .. અરે ચીન જવા દો, ઈરાન અને પેલેસ્ટાઇન જેવા યુધગ્રસ્ત પ્રદેશોમાં અને રશિયામાં પણ અમેરિકન કંપનીઓનો વિશાળ પથારો છે !
અગાઉ કહ્યું એમ અમેરિકા એક વેપારી દેશ છે!! ખૂંખાર વેપારી !
અમેરિકન લશ્કરી થાણા પણ જગતમાં ઠેર ઠેર છે. આ લશ્કરી તાકાત વળી એમની વેપારી તાકાત ઉપર આધારિત છે. ઈરાન સામે યુદ્ધ પ્રારંભ કરતાં પહેલાં અમેરિકા ઓલરેડી વેનેઝુએલાની અંદર સત્તા પલ્ટો કરી ચૂક્યું હતું, યુક્રેનને સતત સહાયતા કરીને એને રશિયા સાથે લડતું રાખતું રહ્યું અને ઇઝરાયેલ થકી લેબનોન અને ગાઝા ઉપર પણ કબ્જો કરવા માટેની કામગીરી કરી દીધી !

ઈરાન સામેના યુદ્ધના બીજા દિવસે ઇરાનના “સુપ્રીમ લીડર” તરીકે ઓળખાતા ખમેનાઈ ને મારી નાખવા જેવી ખતરનાક યુદ્ધ કુશળતા ધરાવતો દેશ ઈરાન સામે ઝૂકી જાય તે તો કોઈ માને નહિ .. હવે એમ છતાં અમેરિકા શાંતિવારતા ના ટેબલ ઉપર આવવા તૈયાર કેમ થયું તે જાણવા જેવું છે.
આમ તો આવા પગલાં પાછળ અનેક જીયો પોલિટિકલ કારણો હોય એટલે તે સમજવું ઘણું અઘરું છે પણ અમેરિકાની યુદ્ધનીતીનો આ એક સામાન્ય ભાગ રહ્યો છે. ઈરાક સામેનું યુદ્ધ હોય કે વેનેઝુએલા સામેનું .. રશિયા સામેનું ઠંડુ યુદ્ધ હોય કે જાપાન સામેનું અણુબોમ્બ વાળું યુદ્ધ — અમેરિકા હમેશા શત્રુને સ્ટેપ બાય સ્ટેપ મારતું આવ્યું છે. અમેરિકા કોઇ જેહાદી આતંકવાદીઓ નો દેશ નથી કે આડેધડ હુમલાઓ કરીને પોતાની બુદ્ધિ નું પ્રદર્શન કરે. અમેરિકાએ “જગત ઉદ્ધારક” તરિકેની પોતાની ઉજળી છાપ જળવાઈ રહે એવી રીતે યુદ્ધો કરેલા છે.
જાપાન ઉપર અણુબોમ્બ ફેંકવા જેવું કુકૃત્ય કરવા છતાં અમેરિકા સાફ સુથરુ બહાર આવ્યું .. અમેરિકાએ જાપાન ને ઉભુ કર્યું, એમાં ફરી ઉદ્યોગ ધંધા ખીલવ્યા, જાપાનીઓ પાસેથી યુદ્ધનો દંડ પણ લીધો અને જાપાનને ઉભુ કરવાનો જશ પણ લીધો!! આ ઘટનાને અમેરિકન એકવિઝિશન ઓફ જાપાન કહેવાય છે.
આવી રીતે અમેરિકા દરેક દેશમાં હિતો ધરાવે છે. કોઈપણ દેશને ઘડિકવારમાં તબાહ કરી નાખવાની આસુરી શક્તિઓ પણ ધરાવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ આવી ધમકી આપી પણ ચૂક્યા.. પણ એવું એમણે કર્યું નહિ.
આ આસુરી શકિતઓના મૂળ ડોલર તરીકે ઓળખાતા કાગળિયામાં છે.બેફામ કાગળ છાપીને , એને બદલે પેટ્રોલ/ક્રૂડ ખરીદીને આખી દુનિયાને મુઠ્ઠીમાં કરવાની અમેરિકન યોજના એટલી સફળ થઈ છે કે આજે આખું જગત અમેરિકાની પરોક્ષ પકડમાં છે એમ કહીએ તો વાંધો નથી.
આ અમેરિકા છે.. એમનેમ દરેક બુદ્ધિમાન ભારતીય ચાઇનીઝ કોરિયન રશિયન કે જાપાનીઝ યુવાન અમેરિકા જવાના સપના નથી સેવતો!!

- Advertisement -

You Might Also Like

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોતાની જાત સાથે પ્રેમ, આત્મવિશ્ર્વાસ, પહેરવેશ વિશે સભાનતા
Next Article શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
Author

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
Author

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?