ભોપાલમાં આશ્રમ-3 સિરીઝનાં સેટ પર બજરંગ દળનો હુમલો
હિન્દુ ધર્મને બદનામ કરવાનો આક્ષેપ
ખાસ-ખબર સંવાદદાતા
મધ્યપ્રદેશના ભોપાલમાં વેબ સિરીઝ આશ્રમ-3ની શુટિંગ દરમિયાન બજરંગ દળના કાર્યકરોએ ભારે હોબાળો કર્યો હતો. તેમણે પ્રકાશ ઝા પર શાહી ફેંકી અને શૂટિંગમાં સામેલ કર્મચારીઓને દોડાવી-દોડાવીને માર્યા હતા. બજરંગ દળના કાર્યકરોએ વેનિટી વેન સહિત 5 વાહનોમાં તોડફોડ કરી હતી. તેમના હુમલામાં ચારથી પાંચ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની માહિતી મળતા જ પહોંચેલી પોલીસે કાર્યકરોને ભગાડ્યા હતા. ઘાયલોને પણ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.

- Advertisement -
આ ઘટના બાદ ડિરેક્ટર પ્રકાશ ઝા સામે ન આવ્યા. તેમણે પોલીસમાં ફરિયાદ કરવાનો પણ ઈનકાર કરી દીધો. માહિતી અનુસાર ઘટના દરમયાન વેબ સિરીઝમાં કાશીપુરવાલે બાબા નિરાલાની ભૂમિકા ભજવનાર એક્ટર બોબી દેઓલ પણ હાજર હતો. જ્યારે બજરંગ દળના પદાધિકારીઓએ ઝા પર આરોપ મૂક્યો કે તે હિન્દુ ધર્મને બદનામ કરી રહ્યા છે. તેમણે પોતાની વેબ સિરીઝ આશ્રમનું નામ બદલવું પડશે નહીંતર ભોપાલમાં શૂટિંગ નહીં થવા દે.



