બિલખા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, આરોપી કૌશિક વાળા ફરાર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
- Advertisement -
જૂનાગઢ પોલીસ અધિક્ષકની સૂચના અને વિસાવદર નાયબ પોલીસ અધિક્ષક રોહિતકુમારના માર્ગદર્શન હેઠળ બિલખા પોલીસ દ્વારા કોમ્બિંગ નાઈટ દરમિયાન હાથ ધરાયેલા પેટ્રોલિંગમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે.
બિલખા પોલીસ સ્ટેશનના પી.આઈ. એન. એન. ચુડાસમા અને તેમની ટીમના હેડ કોન્સ્ટેબલ કદીપભાઈ લાડવાને મળેલી બાતમીના આધારે પોલીસે બાંધાળાથી ઉમરાળા ગામ તરફ જતા રસ્તે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન બિલખાના ઈન્દિરાનગરમાં રહેતો આરોપી તૌફીક વાળા પોતાની કાર જીજે 09 બીએચ 1591માં વિદેશી દારૂનો જથ્થો લઈને નીકળ્યો હતો. પોલીસને જોઈ આરોપી ભાગી છૂટ્યો હતો, જ્યારે પોલીસે કારને ચેક કરતા તેમાંથી વિદેશી દારૂ બોટલ 431 નંગ કિમંત રૂ. 2,58,600 થતા વિદેશી દારૂના ચપટા નંગ 200 કિંમત રૂ. 20,000 અને કાર મળી કુલ રૂપિયા 7,78,600 મુદામાલ જપ્ત કરાયો હતો. પોલીસે આરોપી કૌશિક વાળા તથા આ ગુનામાં મદદગારી કરનાર અન્ય શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. આરોપીઓને પકડવા અને તપાસમાં ખુલતા અન્ય ઈસમોને ઝડપી પાડવા માટે બિલખા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



