By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    17 hours ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    17 hours ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    4 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    6 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
    17 hours ago
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    3 days ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    4 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    4 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    4 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    6 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    17 hours ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં સુરક્ષિત માતૃત્વ માટે મહાઅભિયાન: 350થી વધુ આરોગ્યકર્મીને વિશેષ તાલીમ અપાઇ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં સુરક્ષિત માતૃત્વ માટે મહાઅભિયાન: 350થી વધુ આરોગ્યકર્મીને વિશેષ તાલીમ અપાઇ
રાજકોટ

રાજકોટમાં સુરક્ષિત માતૃત્વ માટે મહાઅભિયાન: 350થી વધુ આરોગ્યકર્મીને વિશેષ તાલીમ અપાઇ

Khaskhabar Editor
Last updated: 2026/04/14 at 4:26 PM
Khaskhabar Editor 5 months ago
Share
7 Min Read
SHARE

‘રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ’ : ફોગસી અને રાજકોટ ગાયનેકોલોજી સોસાયટી દ્વારા કાર્યક્રમ

તંદુરસ્ત સમાજ માટે નિરોગી માતા અને સ્વસ્થ શિશુ અનિવાર્ય : ડો. દર્શનાબેન પંડયા

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

ગાયનેકોલોજી તબીબોના રાષ્ટ્રીય સંગઠન ફોગસી દ્વારા કસ્તુરબા ગાંધીના જન્મ દિવસે દર વરસે ઉજવાતા રાષ્ટ્રીય સુરક્ષીત માતૃત્વ દિવસની તાજેતરમાં દેશભરની સાથે રાજકોટ ઓબસ્ટ્રેટીક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સહયોગથી મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ માટે ખાસ સેમીનાર રાખવામાં આવ્યો હતો એમ પ્રમુખ જાણીતા સ્ત્રી રોગ નિષ્ણાત ડો. દર્શનાબેન પંડયા અને સેક્રેટરી તરીકે ડો. ફોરમ તન્નાએ જણાવ્યુ હતુ.
રાજકોટ ઓબસ્ટેટીક એન્ડ ગાયનેકોલોજી સોસાયટીના પ્રમુખ ડો. દર્શનાબેન પંડયાએ જણાવ્યુ હતું કે, ગાયનેકોલોજીસ્ટ તબીબોના રાષ્ટ્રીય સંગઠન ફોગસી દ્વારા દર વરસે કસ્તુરબા ગાંધીજીના જન્મ દિવસ 11મી એપ્રિલના દિવસને ’રાષ્ટ્રીય સુરક્ષીત માતૃત્વ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. દેશભારમાં આ દિવસે સ્ત્રી રોગ નિષ્ણાત તબીબોના એસોસીએશનની શાખાઓ દ્વારા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને યોગ્ય તાલીમ સાથે સમાજના આધાર સમાન માતૃશક્તિને જાગૃત કરવા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવે છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સહયોગથી અમે કોર્પોરેશનના મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ માટે ખાસ સેમીનાર રાખ્યો હતો. જેમાં 350 થી વધુ કર્મચારીઓને ગર્ભધારણ કરતા પહેલાં, ગર્ભાવસ્થા દરમિયાન અને ડિલીવરી બાદ મહિલા અને નવજાત બાળકની તંદુરસ્તી માટે શું ધ્યાન રાખવું જોઈએ એ બાબત વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. કોર્પોરેશનના આરોગ્ય વિભાગના કર્મચારીઓ સમાજના બહુ મોટા અને ખાસ તો છેવાડાના વિસ્તારના લોકો સાથે સીધા પરીચયમાં આવતા હોય છે એટલે ખાસ તેમને તાલીમબધ્ધ કરી સમાજના મોટા વર્ગની મહિલાઓને તંદુરસ્ત બનાવવાનો અમારો પ્રયાસ છે. તેમના મતે તંદુરસ્ત સમાજની રચના માટે નિરોગી સ્ત્રી અને સ્વસ્થ શિશુ હોવા જરૂરી છે.
પ્રમુખ ડો. દર્શનાબેન પંડયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, એક તંદુરસ્ત સમાજની રચના માટે નિરોગી માતા અને સ્વસ્થ બાળક ખૂબ જરૂરી છે. માતૃત્વ માત્ર વ્યક્તિગત નહીં પરંતુ સામાજિક જવાબદારી છે. તેમણે ઉમેર્યું કે તાલીમબદ્ધ આરોગ્યકર્મીઓ હવે સમાજમાં જાગૃતિ ફેલાવશે, જેનાથી માતા અને બાળકના મૃત્યુદર ઘટાડવામાં મદદ મળશે.
ડો. કિંજલ કાનાણી, ડો. શૈલી મોદીએ જણાવ્યુ હતું કે આપણે ત્યા ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં પ્લાનીંગ વગર મહિલાઓ ગર્ભવતી બનતી હોય છે તેના કારણે અનેક કેસમાં માતા અને બાળકના આરોગ્ય ઉપર જોખમ ઉભુ થતુ હોય છે. તેમણે દંપતિઓને સલાહ આપતાં કહ્યું કે ગર્ભાવસ્થા પહેલાં યોગ્ય પ્લાનીંગ કરવુ જોઈએ. મહિલાઓ ગર્ભ ધારણ કરતા પહેલાં પૌષ્ટીક ખોરાક, યોગ્ય કસરત, તણાવ મુક્ત જીવન સાથે ડોક્ટરની સલાહ લઈ જરૂરી વેક્સીનેશન જેવીકે રૂબેલા, હીપેટાઈટીસ-બી વગેરે વેક્સીન લઈને જ બાળક માટે વિચારવુ જોઈએ. ડોક્ટરની સલાહ પ્રમાણે અમુક જરૂરી મેડિકલ ટેસ્ટ કરાવી યોગ્ય સમયે ગર્ભવતી બનતી મહિલા તંદુરસ્ત રહે છે અને તેના બાળકને પણ સુરક્ષીત રાખી શકે છે.
ગાયનેકોલોજીસ્ટ તબીબોના રાષ્ટ્રીય સંગઠન ફોગસીના ઈલેક્ટ વાઈસ પ્રેસીડન્ટ રાજકોટના ડો. નિરજ જાદવે ગર્ભાવસ્થા વખતે મહિલાઓએ શું ધ્યાન રાખવું જોઈએ એ બાબત કહ્યું હતું કે ગર્ભવતી મહિલાએ નિયમીત રીતે સ્ત્રી રોગ નિષ્ણાત તબીબને બતાવતા રહેવુ અને તબીબની સલાહ પ્રમાણે યોગ્ય જીવનશૈલી અપનાવવી જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન વધુ પડતી ઉલ્ટી થવી, માથાનો કે પેટનો દુ:ખાવો થવો, બ્લીડીંગ થવુ, બાળક હરતુ ફરતુ બંધ થવુ, ઝાંખુ દેખાવુ, શ્વાસ ચડી જવો વગેરે લક્ષણો દેખાય તો તાત્કાલીક સ્ત્રી રોગ નિષ્ણાત તબીબનો સંપર્ક કરવો જોઈએ. ગર્ભવતી મહિલાએ પોતાના અને બાળકના વજન બાબત સાવધ રહેવુ જોઈએ, તબીબની સલાહ પ્રમાણે આયર્ન, કેલ્શીયમ, પ્રોટીનયુક્ત ખોરાક લેવો જોઈએ. નિયમીત કસરત સાથે તણાવમુક્ત જીવન જીવવુ જોઈએ જેથી આવનાર બાળક તંદુરસ્ત રહે. બી.પી., સુગર, થાઈરોઈડ વગેરે કોઈ બિમારી અંગે નિયમીત ચેક અપ કરાવતા રહેવુ જોઈએ.
ડો. ફોરમ તન્ના, ડો. શ્વેતા મહેતા, ડો. કૃપાલી ભાલાળા વગેરે તબીબોએ ડિલીવરી વખતે અને બાદમાં મહિલાઓએ શુ ધ્યાન રાખવુ એ વિશે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, ડિલીવરી વખતે સમયસર નવજાત બાળકે સ્તનપાન કરાવવુ જરૂરી હોય છે. તેમણે સ્તનપાન, માતાએ કેવો ખોરાક લેવો, ક્યારે ક્યારે ચેકઅપ કરાવવુ, નવજાત બાળકનું ક્યા પ્રકારે ધ્યાન રાખવુ વગેરે બાબતો પર વિસ્તૃત જાણકારી આપી હતી. આર.એમ.સી.ના આરોગ્ય શાખાના ચીફ હેલ્થ ઓફીસર ડો. જયેશ વાકાણીએ આ તકે જણાવ્યુ હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ આરોગ્ય ક્ષેત્રે અનેક યોજનાઓનો લાભ લોકોને મળી રહ્યો છે તે અંતર્ગત ગર્ભસ્થ મહિલાઓ અને નવજાત શીશુઓની તંદુરસ્તી માટે સરકારના આરોગ્ય વિભાગની ટીમ સતત કાર્યરત છે.

રાજકોટ ઓબસ્ટ્રેટીક અને ગાયનેકોલોજી સોસાયટી દ્વારા ’રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ’ની ઉજવણી કરાઇ. તસવીરમાં જમણે ઉપર પ્રમુખ ડો. દર્શનાબેન પંડયા અને નીચે સેક્રેટરી ડો. ફોરમ તન્ના નજરે પડે છે.

- Advertisement -

આરોગ્ય વિભાગની પહેલ: તાલીમબદ્ધ સ્ટાફ હવે પહોંચશે છેવાડાના વિસ્તારોમાં

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશ્નર ચેતન નંદાણી, આરોગ્ય અધીકારી ડો. જયેશ વાકાણી, ઉમંગ ચૌહાણના સાથ સહકાર સાથે યોજાયેલાં આ સેમીનારમાં કોર્પોરેશનના 350 થી વધુ મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફે ભાગ લીધો હતો. તેમને ગર્ભાવસ્થા ધારણ કરતા પહેલાં, ગર્ભાવસ્થા દરમિયાન અને ડિલીવરી બાદ મહિલા અને નવજાત બાળકની તંદુરસ્તી વિશે નિષ્ણાત તબીબો દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમબધ્ધ કર્મચારીઓ સમાજના બહોળા વર્ગના મહિલાઓના સ્વાસ્થ્યની જાળવરી માટે સમાજમાં કાર્ય કરશે અને અમારી સોસાયટી દ્વારા નિયમીત રૂપે કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સહયોગમાં જરૂર પડયે તમામ પ્રકારની મદદ કરવામાં આવશે.

નિષ્ણાત તબીબોની ટીમે મળીને આયોજિત કર્યો માતૃત્વ જાગૃતિ સેમિનાર

આ સેમીનારના આયોજન માટે રાજકોટ ઓબસ્ટ્રેટીક એન્ડ ગાયનેક સોસાયટીના પ્રમુખ ડૉ. દર્શનાબેન પંડ્યા, સેક્રેટરી ડૉ. ફોરમ તન્ના, નેશનલ વાઈસ પ્રેસીડન્ટ ડો. નિરજ જાદવ, આઈ.પી.પી. ડો. જીજ્ઞા મણાત્રા, પ્રેસીડન્ટ ઈલેક્ટ ડો. હેતલ મોઢા, ઉપપ્રમુખ ડો.રાધીકા જાવીયા, જોઈન્ટ સેક્રેટરી ડો. કિંજલ કાનાણી, ડો. જય પંડયા, ટ્રેઝરર ડો. પ્રકાશ પરમાર, એડીટર ડો. શ્વેતા ત્રિવેદી, એક્ઝીક્યુટીવ કમીટીના ડો. પ્રકાશ મદાણી, ડો. નિલા રંગાણી, ડો. રૂંજુન જૈન, ડો. શૈલી ગજેરા, ડો. બ્રિન્દા બરચ્છા, ડો. અજય ચરણ, ડો. કૃપાલી ભાલારા, ડો. શૈલી મોદી, કો.ઓપ્ટ. મેમ્બર ડો. બિના ભટ્ટ, ડો. હેતસ્વી કાકડીયા, સીનીયર ગાયનેકોલોજીસ્ટ ડૉ. કુંતલ જાડેજા, ડૉ. વર્ષા ધ્રુવ, ડૉ. ધીરેન તળાવીયા, ડૉ. મનિષા મોટેરીયા, ડૉ. હિના પોપટ, ડૉ. લતા જેઠવાણી, ડૉ. અમી મહેતા, ડૉ. સંજય દેસાઈ એડવાઈઝરી બોર્ડના ડૉ. સુધીર શાહ, ડૉ. કીર્તિ પટેલ, ડૉ. નીતા ઠક્કર, ડૉ. નિતીન લાલ, ડૉ. કમલ ગોસ્વામી અને ડૉ. કેતન ગોસાઈ સહિતના તબીબોની ટીમ કાર્યરત હતી.

You Might Also Like

ફુલના વેપારીઓને રામનાથપરાથી હટાવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘વિજ્ઞાન યાત્રાનો પ્રારંભ : દેશભરના અનેક અગ્રણી વિજ્ઞાનીઓ આપશે ઓનલાઇન માર્ગદર્શન

શાપર-વેરાવળને નગરપાલિકા બનાવવા અંગેનો ઠરાવ રાજ્ય સરકારને મોકલાશે : બિસ્માર રસ્તાનું કામ ૧૫ દિવસમાં પૂર્ણ કરવા અલ્ટીમેટમ

રાજકોટ NIFDના વિદ્યાર્થીઓએ ખાદીને આપ્યો આધુનિક ટચ : મેયર, કમિશનર અને દિવ્યાંગ બાળકોએ કર્યું રેમ્પ વોક

રાજકોટના ભક્તિનગર સર્કલે ગણેશ મહોત્સવમાં મહાનુભાવોની ઉપસ્થિતિઃ આજે દાંડિયારાસ, આવતીકાલે સંતવાણી-ડાયરો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડૉકટરોનો સફેદ કોટ, સમાજના અતૂટ વિશ્ર્વાસ અને જવાબદારીનું પ્રતીક: રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મુ
Next Article રાજકોટમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી: શોભાયાત્રા નીકળી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ફુલના વેપારીઓને રામનાથપરાથી હટાવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ
કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘વિજ્ઞાન યાત્રાનો પ્રારંભ : દેશભરના અનેક અગ્રણી વિજ્ઞાનીઓ આપશે ઓનલાઇન માર્ગદર્શન
પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ફુલના વેપારીઓને રામનાથપરાથી હટાવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘વિજ્ઞાન યાત્રાનો પ્રારંભ : દેશભરના અનેક અગ્રણી વિજ્ઞાનીઓ આપશે ઓનલાઇન માર્ગદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

શાપર-વેરાવળને નગરપાલિકા બનાવવા અંગેનો ઠરાવ રાજ્ય સરકારને મોકલાશે : બિસ્માર રસ્તાનું કામ ૧૫ દિવસમાં પૂર્ણ કરવા અલ્ટીમેટમ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?