જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ
ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાના દિવસે ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ અત્યારે ચરમસીમા પર છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે જિલ્લાભરમાં રાજકીય પક્ષોના ઉમેદવારો, તેમના ટેકેદારો અને પક્ષના કાર્યકરોની ભારે દોડધામ જોવા મળી હતી. આ ચૂંટણી જંગમાં ઉમેદવારોની પસંદગી, પક્ષપલટો અને છેલ્લી ઘડી સુધીની અનિશ્ર્ચિતતાએ જિલ્લાના રાજકીય વાતાવરણને ભારે ગરમાવો આપી દીધો છે. ખાસ કરીને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેની આ ખેંચતાણ હવે સ્પષ્ટપણે સપાટી પર આવી છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 બેઠકો માટે ભાજપે લાંબી મથામણ અને અટકળો બાદ અંતે 28 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ઉમેદવાર પસંદગીને લઈને પક્ષમાં આંતરિક ખેંચતાણ જોવા મળી હતી. ખાસ કરીને છેલ્લી ઘડીએ લેવાયેલા નિર્ણયોએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. ભાજપે ભેસાણની મહત્વની જિલ્લા પંચાયત સીટ પરથી પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને મેદાનમાં ઉતાર્યા છે, જે પક્ષના આશ્ર્ચર્યજનક નિર્ણય તરીકે જોવામાં આવે છે. તેવી જ રીતે, વિસાવદરની કાલસારી સીટ પર વાસુદેવભાઈને છેલ્લી ઘડીએ ટિકિટ આપવામાં આવી હતી. ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં થયેલો વિલંબ અને અચાનક બદલાયેલા સમીકરણોએ ભાજપના જ સ્થાનિક કાર્યકરોમાં અનેક સવાલો ઉભા કર્યા છે.
જૂનાગઢ જિલ્લા પંચાયત ભાજપ ઉમેદવારોની યાદી
ક્રમાંક સીટનું નામ ઉમેદવારનું નામ
1 આગતરાય સરોજબહેન અશ્ર્વિનભાઈ ખટારીયા
2 આજાબ વિનોદભાઈ ભીખાભાઈ માંકડિયા
3 અમરાપુર ગીર વિનુબહેન રણસીંગભાઈ ચૌહાણ
4 બાલાગામ વિલુબહેન રમેશભાઈ કરંગીયા
5 બીલખા ચંપાબહેન કિશોરભાઈ ઠુંમર
6 ચુડા શોભનાબહેન મુકેશભાઈ સતાસીયા
7 ધંધુસર સોનલબહેન પરેશભાઈ દીવરાણીયા
8 ડુંગરપુર જાનીબહેન રાજેશભાઈ ડાંગર
9 ગડુ રમીબહેન રામભાઈ વાળા
10 જુથળ કાથડભાઈ ગોદડભાઈ સિંગાણી
11 કણઝા ભીખાભાઈ દાનાભાઈ ડાંગર
12 કોયલાણા જીજ્ઞેશભાઈ દિલીપભાઈ છાયા
13 કુકસવાડા અસ્મિતાબહેન ચેતનભાઈ ચૌહાણ
14 મજેવડી કાંતિભાઈ દેવજીભાઈ ગજેરા
15 મુક્તપુર સુદાભાઈ ધનાભાઈ કોડિયાતર
16 માળિયા જીતુભાઈ બચુભાઈ બસસોદિયા
17 માંગરોળ ઓ.જી. જેઠાભાઈ પૂજાભાઈ ચુડાસમા
18 મટિયાણા હર્ષાબહેન વિનોદભાઈ સવસાણી
19 મેખડી વનિતાબેન સામતભાઈ વાસણ
20 મેંદરડા અસ્મિતાબહેન હરેશભાઈ ઠુંમર
21 મેસવાણ રતિલાલ લાડાણી
22 મોણપરી મોટી ડો. ભરતકુમાર સવજીભાઈ ઝાલાવડિયા
23 સરદારગઢ રંજનબહેન અનિલભાઈ મકવાણા
24 સરસઈ લીનાબહેન વિપુલભાઈ કાનાણી
25 સાસણ ચિરાગભાઈ જમનભાઈ રાજાણી
26 શાપુર ઈન્દુબહેન ભરતભાઈ ચાવડા
27 શીલ જયેશભાઈ બાબુભાઈ ચુડાસમા
28 વડાલ મનસુખભાઈ ડાહ્યાભાઈ વાઘોરા
29 ભેસાણ ભુપત ભાયાણી પૂર્વ ધારાસભ્ય
30 કાલસારી વાસુદેવભાઇ યાર્ડ વેપારી



