By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    4 hours ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    4 hours ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    4 hours ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    1 day ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    1 hour ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    1 hour ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    1 hour ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    1 hour ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    1 day ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    3 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    3 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 hours ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 hours ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    1 day ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    1 day ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    1 day ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં
Author

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

Khaskhabar Editor
Last updated: 2026/03/20 at 4:06 PM
Khaskhabar Editor 1 hour ago
Share
7 Min Read
SHARE

માત્ર ધન-દોલત નહીં પણ ભ્રષ્ટાચાર મુક્ત તંત્ર અને વર્ક-લાઈફ બેલેન્સથી ફિનલેન્ડ મોખરે, ભારત સહિત અન્ય દેશો માટે સહકારનો મજબૂત સંદેશ

દર વર્ષે ઉજવાતો ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડે આપણને જીવનમાં ખુશીનું મહત્વ સમજાવે છે. પરંતુ એક મોટો પ્રશ્ન ઉભો થાય છે – શું ખરેખર વિશ્વના બધા દેશો અને લોકો ખુશ છે? આજના સમયમાં જ્યાં ચારેબાજુ યુદ્ધ, હિંસા, આર્થિક અસમાનતા અને તણાવ વધતો જાય છે, ત્યાં સાચી ખુશી કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે વિચારવા જેવું છે.
2026ના વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ અનુસાર ઋશક્ષહફક્ષમ સતત નવમા વર્ષે વિશ્વનો સૌથી ખુશ દેશ બન્યો છે. આ સિદ્ધિ પાછળના મુખ્ય કારણોમાં મજબૂત સામાજિક સહયોગ, ઓછો ભ્રષ્ટાચાર, લોકોનો સંસ્થાઓ પર વિશ્વાસ અને સારો કાર્ય-જીવન સંતુલન સામેલ છે. આ દર્શાવે છે કે માત્ર આર્થિક વિકાસ જ ખુશી માટે પૂરતો નથી, પરંતુ સમાજમાં વિશ્વાસ અને સહકાર પણ એટલા જ જરૂરી છે.
ખુશ રહેવા જાતને તૈયાર કરવી પડે છે.
વિશ્વના ઘણા ભાગોમાં લોકો યુદ્ધ અને હિંસાના કારણે દુ:ખી છે. આવી પરિસ્થિતિમાં ખુશ રહેવું એક પડકાર બની જાય છે. પરંતુ ખુશી કોઈ બાહ્ય પરિસ્થિતિ પર સંપૂર્ણપણે નિર્ભર નથી. તે આપણા દૃષ્ટિકોણ, સંબંધો અને જીવન જીવવાની રીત પર આધારિત છે. નાના-નાના ક્ષણોમાં આનંદ શોધવો, પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવો, અને માનસિક શાંતિ જાળવવી – આ બધું આપણને સાચી ખુશી તરફ લઈ જઈ શકે છે.
ખુશ રહેવું એ દરેકનો જન્મસિદ્ધ અધિકાર છે. પરંતુ સાચી ખુશી ત્યારે જ મળે, જ્યારે તે બીજાના સુખનાં ભોગે ના મળે.
જો ખુશી ફક્ત ધન-દોલતથી મળતી હોત, તો દુનિયામાં કોઈ અમીર માણસ દુ:ખી ન હોત. સંપત્તિથી મળતું સુખ તો તાત્કાલિક હોય છે. વસ્તુઓના અભાવે જ સુખની સાચી કિંમત સમજાય છે.
મીઠો ભૂતકાળ અને ગમતી યાદોને યાદ કરતાં પણ ખુશીઓની ઝોળી છલકાઈ જાય છે. જ્યારે ખાસ કશું કરવાની જરૂર ના હોય, ત્યારે જીવનનાં નાનાં-મોટાં મીઠાં પળોને યાદ કરવાનો આનંદ અનોખો હોય છે.
ખુશી માટે કોઈ મોટી કિંમત ચૂકવવાની જરૂર નથી-ખુશી કોઈ બજારમાં મળતી વસ્તુ નથી કે જેને પૈસાથી ખરીદી શકાય. તે તો આપણા મનની એક સ્થિતિ છે.
જીવનમાં ઘણીવાર એવી અણગમતી ઘટનાઓ બને છે, જે આપણને દુ:ખ આપે છે. પરંતુ એ યાદોને સતત મનમાં રાખવાથી આપણે પોતે જ આપણું મન ભારેલું બનાવી દઈએ છીએ.
જો આપણે જાગૃત રીતે આ અણગમતી યાદોને છોડવાનું શીખી જઈએ અને ગમતી, આનંદ આપતી ક્ષણોને યાદ કરીએ, તો જીવન ઘણું હળવું અને ખુશમિજાજ બની શકે છે. ગમતી વાતોને પીપરમીન્ટ જેવી મમળાવવાની વાત એ અર્થમાં છે કે જેમ પીપરમીન્ટ ધીમે ધીમે મીઠાશ અને તાજગી આપે છે, તેમ સારી યાદો પણ વારંવાર યાદ કરતાં મનમાં ખુશીની ઠંડક ફેલાવે છે.
ગમતું કાર્ય કરવાથી મનને સંતોષ મળે છે. જ્યારે આપણે આપણું મનગમતું કામ કરીએ છીએ-ભલે તે કોઈ શોખ હોય, નાની સર્જનાત્મક પ્રવૃત્તિ હોય કે રોજિંદા જીવનનું કોઈ કાર્ય-ત્યારે આપણું મન આનંદથી ભરાઈ જાય છે. એ સાથે, ગમતા લોકોનો સાથ જીવનને વધુ રંગીન બનાવે છે. સાચા મિત્રો, પરિવારજનો કે પ્રિયજન સાથે વિતાવેલા પળો માત્ર તે ક્ષણે જ આનંદ આપતા નથી, પણ પછી યાદ કરતાં પણ હૃદયને ખુશ કરી દે છે.

- Advertisement -

મનગમતું કાર્ય અને સાચા મિત્રોનો સાથ જીવનને બનાવે છે રંગીન, વિશ્ર્વ શાંતિ અને પરસ્પર સહકાર માટે આ દિવસ આત્મમંથનનો અવસર

સમસ્યાઓ વચ્ચે પણ જીવનના નાના આનંદોને ઓળખવા જરૂરી, જે વ્યક્તિ અંદરથી શાંત છે તે જ સમાજમાં સકારાત્મકતા અને ખુશી વહેંચી શકે છે

મિત્રો સાથેની મસ્તી, હાસ્યભરી વાતો, નાની નાની મજેદાર ઘટનાઓ-આ બધું જીવનની એવી મૂલ્યવાન સંપત્તિ છે જે સમય જતાં વધુ કિંમતી બની જાય છે. જ્યારે પણ આપણે આ પળોને યાદ કરીએ છીએ, ત્યારે ચહેરા પર આપમેળે સ્મિત આવી જાય છે અને મન ફરીથી એ જ આનંદ અનુભવે છે.
અંતે, સાચી ખુશી એમાં છે કે આપણે જીવનના નાના નાના આનંદોને ઓળખીએ, તેમને સાચવી રાખીએ અને સમયાંતરે તેમને ફરી જીવી લઈએ. આ રીતે, ખુશી કોઈ બહારથી મળતી વસ્તુ નહીં, પરંતુ આપણા અંદર જ વસતી એક અમૂલ્ય લાગણી બની જાય છે.
ખુશ રહેવું અને બીજાને ખુશ રાખવું-બન્નેમાં ફરક છે, પરંતુ બીજાને સુખ આપીને મળતી ખુશી સૌથી અનોખી હોય છે. ખુશી વહેંચવાની શરૂઆત સૌપ્રથમ પોતાનાથી જ કરવી જોઈએ.
હું ખુશ તો દુનિયા સુંદર. – આ વિચાર માત્ર એક વાક્ય નથી, પણ જીવન જીવવાની એક સુંદર દ્રષ્ટિ છે. જ્યારે માણસ પોતાના મનથી ખુશ હોય છે, ત્યારે તેને આજુબાજુની દરેક વસ્તુ વધુ સારી, વધુ સુંદર અને વધુ અર્થસભર લાગી શકે છે. સમસ્યાઓ તો બધાના જીવનમાં હોય છે, પરંતુ ખુશ મન એ સમસ્યાઓને હળવાશથી સ્વીકારીને આગળ વધવાની શક્તિ આપે છે.
મનથી સુખી માણસ જ સાચી ખુશી બીજાઓ સુધી પહોંચાડી શકે છે. કારણ કે જે વ્યક્તિ અંદરથી શાંતિ અને આનંદ અનુભવે છે, તે જ બીજાને હસાવી શકે, પ્રોત્સાહન આપી શકે અને તેમના જીવનમાં સકારાત્મકતા લાવી શકે. જો મનમાં અસંતોષ કે દુ:ખ હોય, તો બીજાને ખુશ કરવાનો પ્રયાસ પણ અધૂરો રહે છે. તેથી સૌથી પહેલા પોતાને સમજવું, સ્વીકારવું અને અંદરથી ખુશ રહેવું ખૂબ જરૂરી છે.
જ્યારે આપણે જરૂરિયાતમંદને મદદ કરીએ છીએ-ભલે તે નાની મદદ હોય કે મોટી-ત્યારે જે આનંદ મળે છે, તેની કોઈ કિંમત નથી. એ ખુશી પૈસાથી ખરીદી શકાય તેવી નથી, કારણ કે તેમાં માનવતા, કરુણા અને સ્નેહનો સાચો ભાવ છુપાયેલો હોય છે. કોઈના ચહેરા પર સ્મિત લાવવા માટે કરેલું નાનું કાર્ય પણ આપણાં દિલને અદભૂત શાંતિ આપે છે.
સાચી ખુશી એમાં જ છે કે આપણે પોતે ખુશ રહીએ, અને એ ખુશી બીજાઓ સુધી વહેંચીએ. કારણ કે ખુશી જેટલી વહેંચાય છે, તેટલી વધે છે.
આથી, ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડે માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ વિચારવાનો અવસર છે કે આપણે આપણા જીવનમાં અને સમાજમાં કેવી રીતે ખુશી વધારી શકીએ. સાચી ખુશી ત્યારે જ મળશે જ્યારે આપણે માત્ર પોતાના માટે નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે શાંતિ અને સહકાર તરફ પ્રયત્ન કરીશું.

- Advertisement -

You Might Also Like

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !

પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર

હકીકત આવી પણ હોઈ શકે !

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
Next Article આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 42 minutes ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?