74,900 પર ટ્રેડ થઈ રહ્યો છે, નિફ્ટી પણ 540 પોઈન્ટ તૂટ્યો; બેન્કિંગ-ઓટો શેરમાં વેચવાલી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.19
- Advertisement -
મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધના તણાવે ભારતીય બજારની કમર તોડી નાખી છે. શેરબજારમાં આજે એટલે કે 19 માર્ચના રોજ ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ આશરે 1800 પોઈન્ટ (2.35%) ઘટીને 74,900ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં પણ 540 પોઈન્ટ (2.20%) નો ઘટાડો જોવા મળ્યો છે, તે 23,250થી નીચે આવી ગયો છે. આજે બેન્કિંગ અને ઓટો શેરોમાં વેચવાલી જોવા મળી છે.
બજારમાં આ હાહાકાર પાછળનું સૌથી મોટું કારણ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 20 દિવસથી ચાલી રહેલ યુદ્ધ છે. આ યુદ્ધ શાંત થવાને બદલે વધુ વધ્યું છે.
જિયોપોલિટિકલ તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓથી મોંઘવારીમાં વધારો થવાનું જોખમ રહે છે. આનાથી કોર્પોરેટ નફામાં ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ રોકાણકારો તેમના શેર વેચવાનું અને સુરક્ષિત સ્થળોએ રોકાણ કરવાનું શરૂ કરે છે, જેના કારણે બજારમાં ઘટાડો થાય છે.
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલ યુદ્ધ હવે એક મોટા તેલ યુદ્ધમાં ફેરવાઈ રહ્યું છે. ખાડી દેશોમાં તેલ અને ગેસ ક્ષેત્રો પર ધનાધન મિસાઈલ હુમલાઓને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે, જેમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ અચાનક 113 પ્રતિ બેરલ પર પહોંચી ગયા છે. આનાથી એશિયન શેરબજારોમાં હાહાકાર મચ્યો છે, અને ભારતીય શેરબજાર ખુલતાની સાથે જ ધડામ થઈને તૂટી પડ્યું.
ઇંઉઋઈ બેંકના પાર્ટ-ટાઇમ ચેરમેન અને ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર અતનુ ચક્રવર્તીએ બુધવારે મોડી રાત્રે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. આ કારણોસર આજે તેના શેરમાં આશરે 5%નો ઘટાડો જોવા મળ્યો છે. આ 38 રૂપિયા ઘટીને 804 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યો છે.
બેંકે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી છે. ચક્રવર્તીએ બેંકના કામકાજની રીતો પર સવાલો ઉઠાવ્યા છે. તેમના ગયા પછી રિઝર્વ બેંકની મંજૂરીથી કેકી મિસ્ત્રીને 19 માર્ચ 2026 થી ત્રણ મહિના માટે વચગાળાના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ઇરાને કતાર પર હુમલાથી 12 મુસ્લિમ દેશ નારાજ
ઈરાને કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટ ‘રાસ લફાન’ પર હુમલો કર્યો, જેના કારણે 12 મુસ્લિમ દેશોએ નારાજગી વ્યક્ત કરી. તેમણે ઈરાનને તાત્કાલિક હુમલાઓ બંધ કરવા જણાવ્યું છે.આ નિવેદન સાઉદી રાજધાની રિયાધમાં યોજાયેલી એક બેઠક બાદ આવ્યું છે, જેમાં સાઉદી અરેબિયા, કતાર અને યુએઈ સહિત અનેક દેશોએ હાજરી આપી હતી. આ દેશોએ જણાવ્યું હતું કે ઈરાન રહેણાંક વિસ્તારો પર હુમલો કરી રહ્યું છે, જે સંપૂર્ણપણે ખોટું છે અને તેને કોઈપણ સંજોગોમાં યોગ્ય ઠેરવી શકાય નહીં.
સાઉદી અરેબિયાએ ઈરાનને કડક ચેતવણી આપી
સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં એક ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે. ત્યારબાદ સાઉદી વિદેશ મંત્રીએ ઈરાનને કડક ચેતવણી આપી હતી. સાઉદી અરેબિયાએ કહ્યું કે તે પહેલા વાતચીત દ્વારા મામલો ઉકેલવાનો પ્રયાસ કરશે, પરંતુ જો જરૂર પડશે તો સૈન્ય કાર્યવાહી કરવામાં પણ પાછળ નહીં હટે. સાથે જ તેમણે કહ્યું કે હવે ધીરજની સીમા ખતમ થઈ રહી છે અને ઈરાને વાત સાંભળવી જોઈએ.



