UCC કમિટીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફાઈનલ રિપોર્ટ સોંપ્યો
લગ્ન માટે યુવતીની લઘુત્તમ વય 21 વર્ષ કરવાની ભલામણ થઈ શકે, લિવ-ઇન રિલેશનશીપ માટે ફરજિયાત રજીસ્ટ્રેશનની સંભાવના
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાતમાં ઞઈઈ બિલ લાવવા અંગે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (ઞઈઈ) લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ઞઈઈ માટે રચાયેલી કમિટીએ પોતાનો ફાઈનલ રિપોર્ટ મુખ્યમંત્રીને સુપ્રત કર્યો હતો. મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આ કમિટી 4 ફેબ્રુઆરી, 2025ના રોજ રચવામાં આવી હતી અને વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ હવે અંતિમ ભલામણો સાથે રિપોર્ટ રજૂ કર્યો છે. હવે રાજ્ય સરકાર દ્વારા આ રિપોર્ટના આધારે આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અઘ્યક્ષતામાં બનેલી સમિતિએ ઝીણવટ ભર્યા અભ્યાસ અને જિલ્લાઓની મુલાકાત તથા જનસંપર્ક બાદ ચર્ચા-વિચારણાને આધારે તૈયાર કરેલો અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો હતો.
મુખ્યમંત્રી સમક્ષ આ અહેવાલ અર્પણ કરતાં જે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું તેમાં જણાવાયું હતું કે લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા જેવા મુદ્દાઓ પર તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન કાયદાકીય માળખું આ ડ્રાફ્ટ અહેવાલમાં સમિતિ દ્વારા સૂચવવામાં આવ્યું છે.
વિશેષ કરીને મહિલાઓના સમાન અધિકારો અને સુરક્ષાને આ ડ્રાફ્ટમાં પ્રાથમિકતા આપવામાં આવી છે. એટલું જ નહીં ગુજરાતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને પણ અહેવાલમાં ધ્યાનમાં રાખવામાં આવી છે.
આ અહેવાલ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અઘ્યક્ષતામાં બનેલી આ સમિતિએ ઝીણવટ ભર્યા અભ્યાસ અને રાજ્યના જિલ્લાઓની મુલાકાત લઇને લોક અભિપ્રાયો મેળવીને તથા જનસંપર્ક બાદ ચર્ચા-વિચારણાને આધારે તૈયાર કરેલો અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો હતો.
આજે (17 માર્ચ) કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં આ અંગે ચર્ચા થશે અને સરકાર દ્વારા કુલ 4 વિધેયકો લાવવાની તૈયારી છે. 24 માર્ચે યુસીસી બિલ ગૃહમાં રજૂ થવાની શક્યતા છે. વિધાનસભામાં આજે ચૂંટણીપંચના ખર્ચ અંગે ચર્ચા કરવા મુદ્દે ઉઠેલા પોઇન્ટ ઓફ ઓર્ડર પર તીવ્ર ચર્ચા થઈ હતી.
બીજી તરફ, આજે સાંજે 5 વાગ્યે કામકાજ સલાહકાર સમિતિની બેઠક અધ્યક્ષની અધ્યક્ષતામાં યોજાશે. બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) બિલ સહિત કુલ 4 વિધેયકો લાવવાની તૈયારીઓ અંગે ચર્ચા થશે. વિધાનસભાની કાર્યવાહી 25 માર્ચ સુધી ચાલવાની છે, જેમાં અંતિમ દિવસોમાં આ વિધેયકો રજૂ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, 24 માર્ચે યુસીસી બિલ ગૃહમાં રજૂ થવાની શક્યતા છે.



