અમદાવાદ-વડોદરાની 34 સ્કૂલને બોમ્બની ધમકી, વિદ્યાર્થી-વાલીઓના જીવ તાળવે ચોંટ્યા
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
આજે 16 ફેબ્રુઆરીના સવારમાં ગુજરાતની 34 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વડોદરાની 19 અને અમદાવાદની 15 સ્કૂલને બોમ્બની ધમકી ભર્યો મેલ મળ્યો છે. મેઈલમાં મોદી-શાહને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. લખ્યું-ગુજરાત ખાલિસ્તાન બનશે, હિન્દુસ્તાનનાં ટુકડા થશે. બોમ્બની ધમકી મળતા જ સ્કૂલોમાં વાલીઓ બાળકને લેવા દોડી આવ્યા. અને સૌના જીવ તાળવે ચોંટ્યા હતાં.
સ્કૂલોમાં બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તાત્કાલિક ફાયર અને પોલીસની ટીમ સ્કૂલો પર પહોંચી ગઈ છે. હાલ સ્કૂલોને ખાલી કરી વાહનો અને સ્કૂલ કેમ્પસમાં તપાસ કરવામાં આવી રહી છે. સાવચેતીના ભાગરૂપે વડોદરાની ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ પણ ખાલી કરાવી દેવામાં આવી હતી. અન્ય સ્કૂલોને પણ ધમકી મળ્યાની આશંકા છે. વડોદરા શહેરની 13 અને ગ્રામ્યની 6 મળીને કુલ 19 સ્કૂલને ધમકી છે. વડોદરાના વાઘોડિયા રોડ પરની 19મી બરોડા પબ્લિક સ્કૂલને બોમ્બની ધમકી મળી.



