ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાણિજ્ય અને વ્યવસ્થાપન વિભાગ તેમજ ગજજ પ્રભાગના સંયુક્ત ઉપક્રમે રજીસ્ટ્રાર ડો. રમેશ જી. પરમારના અધ્યક્ષસ્થાને ‘બજેટ ટોક એટ કેમ્પસ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના મુખ્ય વક્તા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આશિષભાઇ શાહે વિદ્યાર્થીઓને ભારતીય અંદાજપત્રની જટિલ પ્રક્રિયા સરળ ભાષામાં સમજાવી હતી. તેમણે જણાવ્યું કે, તે સરકારની આગામી વર્ષની આવક અને ખર્ચનો અંદાજ રજૂ કરતો મહત્વનો દસ્તાવેજ છે. નાણાપ્રધાન દ્વારા રજૂ થતી ’ઇકોનોમિક સર્વે’ અર્થતંત્રના પાછલા વર્ષના ફેરફારો અને વિકાસની દિશા સૂચવે છે. આ વર્ષના બજેટમાં નાગરિકોના આર્થિક ઉત્થાન માટે કરવામાં આવેલી જોગવાઈઓ પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો. યુનિ.ના કુલપતિ પ્રો. પ્રતાપસિંહજી ચૌહાણે બજેટ 2026-27માં ગુજરાતને મળેલા લાભો વિશે હર્ષ વ્યક્ત કર્યો હતો. હિસાબી અધિકારી સુશ્રી કિર્તીબા વાઘેલાએ બજેટના મુખ્ય આકર્ષણો રજૂ કર્યા જેમાં નવા ફ્રેઇટ કોરિડોર અને સેમિક્ધડક્ટર ઉત્પાદન પર ભાર. જામનગરમાં ઠઇંઘ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરની સ્થાપના, દરેક જિલ્લામાં વિદ્યાર્થીનીઓ માટે ખાસ હોસ્ટેલની સુવિધા, નાના અને મધ્યમ ઉદ્યોગો માટે ‘ગ્રોથ ફંડ’માં મોટા રોકાણની જાહેરાત તથા વિભાગાધ્યક્ષ પ્રો. ભાવસિંહજી ડોડીયાએ કાર્યક્રમનો હાર્દ સમજાવતા સૌનો સાથ, સૌનો વિકાસ’ના વિઝન પર ભાર મૂક્યો હતો.
વિદ્યાર્થીઓએ બજેટ 2026-27 પર પેપર પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા અને નિષ્ણાતો સાથે પ્રશ્ર્નોત્તરી કરી પોતાની જિજ્ઞાસા સંતોષી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા વિવિધ વિભાગના અધ્યાપકો અને ગજજ સેલના કો-ઓર્ડીનેટર ડો. પરાગ દેવાણી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.



