ઈઇજઈનો સૌથી મોટો અને મહત્ત્વપૂર્ણ નિર્ણય
17 લાખથી વધુ વિદ્યાર્થીની ઉત્તરવહીના 32 કરોડ પાના સ્કેન કરીને અપલોડ કરાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11
સીબીએસઈ ધોરણ-12 બોર્ડની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 10 એપ્રિલ સુધી યોજાશે. આ વખતે ધોરણ-12ના 17 લાખથી વધુ પરીક્ષાર્થીઓની ઉત્તરવહીઓ ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમથી તપાસવામાં આવશે. એનો અર્થ એ છે કે ડિજિટલ રીતે તપાસવામાં આવશે. આ માટે દરેક વિદ્યાર્થીની તમામ ઉત્તરવહીઓના દરેક પાનાને પરીક્ષા કેન્દ્ર પર જ સ્કેન કરીને કમ્પ્યૂટર સિસ્ટમમાં અપલોડ કરવામાં આવશે. અંદાજે 1 કરોડ ઉત્તરવહીના લગભગ 32 કરોડ પાના સ્કેન કરીને અપલોડ થશે. પરીક્ષકો આ ડિજિટલ આન્સરશીટ તપાસીને માર્કસ આપશે.
ધોરણ-10ની બોર્ડ પરીક્ષાઓની ઉત્તરવહીઓનું ચેકિંગ પહેલાની જેમ કાગળ પર જ થશે. સીબીએસઈના પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજના જણાવ્યા મુજબ, આ નવી વ્યવસ્થાથી ઉત્તરવહીઓના ટ્રાન્સપોર્ટમાં લાગતો સમય અને ખર્ચ બચશે. શિક્ષકો પોતાની શાળામાં રહીને જ મૂલ્યાંકન કરી શકશે.
7 તબક્કામાં થશે ઓનસ્ક્રીન માર્કિંગ
- Advertisement -
પહેલો તબક્કો
વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્ર પર પહેલાની જેમ જ કાગળની ઉત્તરવહીમાં જવાબ લખશે. પરીક્ષા ઓફલાઈન જ રહેશે.
બીજો તબક્કો
તમામ ઉત્તરવહીઓ હાઈ સિક્યોરિટી સ્કેનિંગ સેન્ટરમાં સ્કેન થશે, જે શાળાની કોમ્પ્યુટર લેબમાં જ હશે. દરેક પેજની ડિજિટલ ઈમેજ બનશે. દરેક કોપીને યુનિક કોડ મળશે. કોપી તપાસતી વખતે વિદ્યાર્થીનું નામ કે રોલ નંબર દેખાશે નહીં.
ત્રીજો તબક્કો
સીબીએસઈ શાળાના શિક્ષકો કોમ્પ્યુટર લેબમાં ઓએસિસ આઈડીથી ઓન-સ્ક્રીન માર્કિંગ (ઓએસએમ) પોર્ટલ પર લોગઈન કરશે. ત્યારે તેમને ખબર પડશે કે આજે તેમણે કેટલી કોપીઓ તપાસવાની છે.
ચોથો તબક્કો
વિદ્યાર્થીની કોપીના સ્કેન કરેલા પેજ શિક્ષકની સામે આવશે. દરેક પ્રશ્ન માટે એક અલગ માર્કસ કોલમ હશે, જેમાં તે પ્રશ્ર્નના કુલ ગુણ લખેલા હશે. શિક્ષક તેમાં વિદ્યાર્થીના જવાબ મુજબ જે પણ માર્ક મુકશે.
પાંચમો તબક્કો
જ્યારે ચેક થઈ જશે ત્યારે માર્કસનો સરવાળો-બાદબાકી આપમેળે થશે.
છઠ્ઠો તબક્કો
કેટલીક કોપીઓને રી-ચેક અથવા મોડરેશન માટે બીજા વરિષ્ઠ પરીક્ષકને પણ બતાવી શકાશે. સિસ્ટમમાં પૂરો ટ્રેક રેકોર્ડ રહેશે કે ક્યા શિક્ષકે ક્યારે, કેટલી વારમાં મૂલ્યાંકન કર્યું.
સાતમો તબક્કો
અહીંથી માર્કસ સીધા સીબીએસઈના રિઝલ્ટ ડેટાબેઝમાં પહોંચી જશે એટલે કે મેન્યુઅલ એન્ટ્રીની જરૂર નહીં રહે.



