સોમનાથ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર શૌર્યયાત્રાનું રિહર્સલ કરાયું
ગુજરાત પોલીસ અશ્ર્વદળના તાલીમબદ્ધ અસ્વારના ‘હર હર મહાદેવ’ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને યોજાનાર સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત તારીખ 11 જાન્યુઆરીના રોજ ભવ્ય શોર્ય યાત્રા યોજાશે. આ શોર્ય યાત્રામાં પારંપરિક વેશભૂષામાં ગુજરાત પોલીસ અશ્વદળના 108 ઘોડે સવારો ભાગ લેશે. શક્તિના પ્રતીક સમાન અશ્વ અને સોમનાથનું સ્વાભિમાન એક કેડીએ બલિદાન અને શૌર્યતાના ઇતિહાસને પુનજીર્વિત કરશે. આ શોર્ય યાત્રામાં ભાગ લેવા માટે ગુજરાત પોલીસ અશ્વદળના 15 જિલ્લાના અશ્વ અને અસવાર સોમનાથ ખાતે આવી પહોંચ્યા છે. ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા ના નેતૃત્વમાં પાછલા ત્રણ દિવસથી સોમનાથ ખાતે આ અશ્વસવારો રિહર્સલ કરી રહ્યા છે. આજે સોમનાથ ખાતે યોજાયેલા રિહર્સલમાં અશ્વસાવરોના ’ જય સોમનાથ – હર હર મહાદેવ’ ના નાદ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.



