ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
ભારત સરકારના યુવા કાર્ય અને રમતગમત મંત્રાલય દ્વારા તેલંગાણાના હૈદરાબાદ ખાતે ગત 22 થી 28 ડિસેમ્બર દરમિયાન સાત દિવસીય “રાષ્ટ્રીય એકતા શિબિર-2025” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય કક્ષાની શિબિરમાં જૂનાગઢની બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજના ગજજ સ્વયંસેવક ચિરાગ કુમાર બીઢોલની વિશેષ પસંદગી કરવામાં આવી હતી.
આ શિબિરમાં દેશના વિવિધ રાજ્યોના સ્વયંસેવકો સાથે મળીને ચિરાગે રાષ્ટ્રીય અખંડિતતા, દેશભક્તિ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનની પ્રવૃત્તિઓમાં શિસ્તબદ્ધ રીતે ભાગ લીધો હતો. શિબિર પૂર્ણ કરી પરત ફરતા કોલેજના પ્રિન્સિપાલ ડો. જે. આર. વાંઝા દ્વારા તેનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું. આચાર્યએ જણાવ્યું હતું કે, આવી શિબિરો વિદ્યાર્થીઓમાં નેતૃત્વ અને સામાજિક જવાબદારીના ગુણો વિકસાવે છે. ચિરાગની આ સિદ્ધિ બદલ સમગ્ર કોલેજ પરિવારે તેને શુભેચ્છાઓ પાઠવી હતી.



