44 લાખના માદક પદાર્થ સાથે 24ની ધરપકડ : પારકી જમીન પચાવી પાડનાર સામે લેન્ડગ્રેબિંગના 60 કેસ
સાયબર ફ્રોડની 3.33 કરોડની રકમ અરજદારોને પરત અપાવી : ડ્રીંક્સ એન્ડ ડ્રાઇવના 800થી વધુ કેસ
- Advertisement -
રાજકોટ જિલ્લા પોલીસની કામગીરીનો સરવે: પાસા હેઠળ 75 આરોપીઓની અટકાયત, જુગારધારાના 2018 કેસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
2025ના વર્ષમાં રાજકોટ જિલ્લા પોલીસે દારૂ-જુગારની બદી નાબૂદ કરવા માટે કડક કાર્યવાહી કરી હતી વર્ષ દરમિયાન જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીનો સર્વે જાહેર કરવામાં આવ્યો છે જેમાં જિલ્લા પોલીસે દારૂના 9,361 કેસ કરી રૂપિયા 17.82 કરોડનો દારૂનો જથ્થો કબજે કર્યો છે તે પૈકી 15.57 કરોડના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત માદક પદાર્થના 20 કેસમાં 43.73 લાખના મુદ્દામાલ સાથે 24 આરોપીઓની ધરપકડ કરી હતી.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ દ્વારા વર્ષ 2025 દરમિયાન કરવામાં આવેલી કામગીરીનો સર્વે જાહેર કરવામાં આવ્યા છે રાજકોટ જિલ્લા પોલીસે જીપીએકટ 55, 57 હેઠળ 135 કેસ કરવામાં આવ્યા હતા પાસા હેઠળ 75 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી તેમજ હથિયારધારાના 15 કેસ નોંધવામાં આવ્યા હતા જ્યારે જુગારધારાના 2018 કેસ કરવામાં આવ્યા છે
પોલીસે માદક પદાર્થના 20 કેસો કરી 24 આરોપીઓની ધરપકડ કરી 43.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો માદક પદાર્થનો વેપલો કરતા 4 આરોપીઓને પીઆઇટી એનડીપીએસ હેઠળ અટકાયત કરી જેલહવાલે કરવામાં આવ્યા છે પોકસો એક્ટ હેઠળ 152 આરોપીઓની ધરપકડ કરી અપહ્યુત 64 બાળકોને શોધી કાઢવામાં આવ્યા છે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા સાયબર એકટ હેઠળ થયેલી અરજીમાં એકાઉન્ટ ફ્રીજ કરાવી 3.33 કરોડની રકમ અરજદારોને પરત અપાવી હતી ઓપરેશન મ્યૂલ હંટ અંતર્ગત 12 ગુના નોંધી 31 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પારકી જમીન પચાવી પાડનાર સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ 60 કેસ નોંધી 6.74 કરોડની જમીન ખુલ્લી કરાવી હતી
આ ઉપરાંત રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા સમયાંતરે સઘન વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વર્ષ દરમિયાન કાળા કાચ ધરાવતી 12,465 કારના ચાલકો સામે કાર્યવાહી કરી હતી તેમજ ઓવર સ્પીડના 459 કેસ કર્યા હતા આ ઉપરાંત 30737 વાહનો ડીટેઇન કર્યા હતા આ ઉપરાંત ડ્રીંક્સ એન્ડ ડ્રાઇવના 800થી વધુ કેસ કર્યા હતા.



