By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 day ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 day ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    3 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    6 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેપર લીક બિલ મુદ્દે આજે ભારે ધમાલ
    5 minutes ago
    એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
    23 hours ago
    પ્રદર્શન પર પોલીસની બર્બરતા અયોગ્ય : સુપ્રીમ કોર્ટ
    1 day ago
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    3 days ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 day ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    4 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    5 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 week ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 day ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બાય બાય 2025,વેલકમ 2026: આતશબાજી અને પૂરજોશ તૈયારી સાથે વર્ષ 2026નું આગમન કરવા ગુજરાત સજ્જ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > બાય બાય 2025,વેલકમ 2026: આતશબાજી અને પૂરજોશ તૈયારી સાથે વર્ષ 2026નું આગમન કરવા ગુજરાત સજ્જ
ગુજરાત

બાય બાય 2025,વેલકમ 2026: આતશબાજી અને પૂરજોશ તૈયારી સાથે વર્ષ 2026નું આગમન કરવા ગુજરાત સજ્જ

Khaskhabar Editor
Last updated: 2025/12/31 at 1:46 PM
Khaskhabar Editor 7 months ago
Share
4 Min Read
SHARE

વર્ષ 2025 હવે ઈતિહાસના પાનામાં દફન થવાની તૈયારીમાં છે અને વિશ્વ આખું વર્ષ 2026ને આવકારવા માટે થનગની રહ્યું છે.

‘વેલકમ 2026’ના ઉત્સાહ સાથે ગુજરાતના યુવાધન અને પરિવારોમાં ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ જેવા મેટ્રો શહેરોમાં નવા વર્ષની ઉજવણી હવે પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈ છે, જ્યાં વિદેશી પાર્ટીઓને ટક્કર મારે તેવા ભવ્ય આયોજનો ક્લબો, હોટેલો અને ફાર્મ હાઉસમાં કરવામાં આવ્યા છે.

- Advertisement -

અમદાવાદમાં મિની વેકેશન જેવો માહોલ: પ્રવાસન સ્થળો હાઉસફૂલ

આ વખતે ક્રિસમસ અને ન્યૂ યર વીકેન્ડમાં આવતા હોવાથી પ્રવાસના શોખીન ગુજરાતીઓએ રાજ્યની બહાર દોટ મૂકી છે. પીવાના શોખીનો અને મોજમસ્તી માટે જાણીતા પર્યટન સ્થળો જેવા કે ગોવા, માઉન્ટ આબુ, દીવ, દમણ અને ઉદેપુરની હોટેલો અત્યારથી જ ‘હાઉસફૂલ’ થઈ ગઈ છે.

પરિસ્થિતિ એવી છે કે છેલ્લી ઘડીએ આયોજન કરનારા મુસાફરોએ વિમાનના ભાડામાં ચાર ગણો વધારો સહન કરવો પડી રહ્યો છે. સામાન્ય રીતે અમદાવાદ-ગોવાનું વન-વે ભાડું 4,500 રૂપિયાની આસપાસ હોય છે, જે 31 ડિસેમ્બરના રોજ વધીને 20,000 રૂપિયા સુધી પહોંચી ગયું છે. રિસોર્ટના પેકેજ પણ 5,000 રૂપિયાથી શરૂ થઈ રહ્યા છે, જેમાં ગાલા ડિનર અને ડીજે નાઈટનો સમાવેશ થાય છે.

- Advertisement -

સીજી રોડ અને સિંધુભવન રોડ બંધ

31 ડિસેમ્બરની રાત્રે અમદાવાદીઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવતા હોય છે. આ ભીડને જોતા તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

નો-વ્હીકલ ઝોન

સીજી રોડ અને સિંધુભવન રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં રાત્રે 8 થી 1 વાગ્યા સુધી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ રસ્તાઓ પર લોકો ચાલીને ન્યૂ યરની ઉજવણી કરશે.

હોટ સ્પોટ્સ

સાબરમતી રિવરફ્રન્ટ, એસ.જી. હાઈવે, પ્રહલાદનગર, વસ્ત્રાપુર અને એસપી રિંગ રોડ સહિતના 15 મુખ્ય સ્થળોએ ભારે ભીડ એકત્ર થવાની સંભાવના છે.

ખાણી-પીણી અને મનોરંજનના આયોજન

અમદાવાદની આસપાસના ફાર્મ હાઉસોમાં ખાનગી પાર્ટીઓના આયોજન કરવામાં આવ્યા છે. શહેરની વિવિધ રેસ્ટોરન્ટ્સમાં પણ ‘ડીજે પાર્ટી વિથ ડિનર’ના આકર્ષક પેકેજ જાહેર કરવામાં આવ્યા છે. રાત્રે બરાબર 12 વાગ્યે આકાશ આતશબાજીથી ઝળહળી ઉઠશે અને લોકો એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવશે.

પોલીસનો લોખંડી બંદોબસ્ત: 12,000 જવાનો તૈનાત

ઉજવણીના આનંદમાં કોઈ પલિતો ન ચંપાય તે માટે અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસે કમર કસી છે. કુલ 12,000 પોલીસ કર્મચારીઓ ડ્રોન અને બોડીવોર્ન કેમેરા સાથે સ્ટેન્ડ-ટુ રહેશે.

નશાખોરો પર નજર

બ્રેથ એનેલાઈઝરની મદદથી ડ્રીન્ક એન્ડ ડ્રાઈવના કેસો પકડવા માટે ખાસ ટીમો બનાવાઈ છે. ફાર્મ હાઉસ અને શંકાસ્પદ સ્થળોએ યોજાતી રેવ પાર્ટીઓ પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. રાત્રે 12:15 પછી જાહેર સ્થળોએથી ભીડ ઓછી કરવામાં આવશે અને રાત્રે 1 વાગ્યા પછી ખાણી-પીણીની દુકાનો બંધ કરાવી લોકોને સુરક્ષિત ઘરે પહોંચાડવા પોલીસ સક્રિય બનશે. શહેરમાં 4,000 થી વધુ સીસીટીવી કેમેરા અને હોક બાઈક પેટ્રોલિંગ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે.

કાયદો તોડનારાઓને ચેતવણી

પોલીસ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે રહેણાંક વિસ્તારોમાં કે ખાનગી સ્થળોએ જો પાડોશીઓને પરેશાની થાય તે રીતે પાર્ટી કરવામાં આવશે, તો તેમની સામે કડક કાર્યવાહી કરાશે. બેફામ વાહન ચલાવતા તત્વોને ઝડપી લેવા માટે ટ્રાફિક પોલીસની ખાસ ટીમો કાર્યરત રહેશે. આમ, એક તરફ આશા અને ઉમંગ સાથે વર્ષ 2026નું સ્વાગત કરવાની તૈયારીઓ છે, તો બીજી તરફ શિસ્ત અને સુરક્ષા જાળવવા માટે વહીવટી તંત્ર સજ્જ છે.

You Might Also Like

ગુજરાતમાં વધુ એક પરીક્ષાના પેપર લીક ? : BAMS ત્રીજા વર્ષની પરીક્ષાના પ્રશ્નો વાયરલ થયાનો આક્ષેપ

પાન, ફાકી, તમાકુ, ગુટખા અને સિગારેટના બંધાણી મંત્રદીક્ષા કે ગુરુપૂજન નહીં કરી શકે : ગુરુદક્ષિણામાં રોકડ નહીં બે વૃક્ષ વાવવાનો સંદેશ

આજથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ : સૌભાગ્યવતીઓએ મા પાર્વતીની આરાધના કરી

વિદ્યાર્થી આંદોલનને ‘રાષ્ટ્રવિરોધી’ ગણાવનાર પ્રિન્સિપાલ દિનેશ ડઢાણીયાને માનસિક રોગના ડૉક્ટરને બતાવાની જરુર છે : દિયાબા રાજપૂત

સૌરાષ્ટ્રના હિત માટે રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ સ્થાપવા તમામ પ્રયાસો કરીશું : એડવોકેટ અમૃતા અભયભાઇ ભારદ્વાજ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તાલાલા પંથકના રીસોર્ટ, ફાર્મ હાઉસમાં થર્ટી ફર્સ્ટ પૂર્વે એલ.સી.બી તથા એસ.ઓ.જીનું સઘન ચેકિંગ
Next Article વોરેન બફેટ પદ છોડતા જ બર્કશાયર હેથવેના નવા CEO ગ્રેગ એબેલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

પેપર લીક બિલ મુદ્દે આજે ભારે ધમાલ

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
રાજકોટમાં પીડબલ્યુડીના નિવૃત ક્લાર્કે પત્ની-પુત્ર સાથે ઝેર પી કર્યો સામુહિક આપઘાત
પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી
એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
ગુજરાતમાં વધુ એક પરીક્ષાના પેપર લીક ? : BAMS ત્રીજા વર્ષની પરીક્ષાના પ્રશ્નો વાયરલ થયાનો આક્ષેપ
રાજકોટમાં રવિવારે સઘન વાહન ચેકીંગમાં છરી સાથે 61, દારૂ ઢીંચેલી હાલતમાં 46 ઝડપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

ગુજરાતમાં વધુ એક પરીક્ષાના પેપર લીક ? : BAMS ત્રીજા વર્ષની પરીક્ષાના પ્રશ્નો વાયરલ થયાનો આક્ષેપ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
રાજકોટ

પાન, ફાકી, તમાકુ, ગુટખા અને સિગારેટના બંધાણી મંત્રદીક્ષા કે ગુરુપૂજન નહીં કરી શકે : ગુરુદક્ષિણામાં રોકડ નહીં બે વૃક્ષ વાવવાનો સંદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

આજથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ : સૌભાગ્યવતીઓએ મા પાર્વતીની આરાધના કરી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?