13 વર્ષથી બંધ સંસ્થા 30 વર્ષના ભાડાપટ્ટે આપવાનાં નિર્ણયને સભાએ બહાલી આપી
ખેડૂત સભાસદોની વર્ષો જૂની માંગણી પ્રમાણે સભાસદનાં શેર વારસાઈ મુજબ ટ્રાન્સફર કરવાના નિર્ણયને ખેડૂતોએ વધાવ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.30
તાલાલા પંથકની જીવાદોરી સમાન તાલાલા ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડની વાર્ષિક સાધારણ સભા સંસ્થાના ચેરમેન ભીમશીભાઈ બામરોટીયાના અધ્યક્ષ સ્થાને…ગીર પંથકના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ,વાઈસ ચેરમેન દેવજીભાઈ લક્કડ ની ઉપસ્થિતિમાં મળી હતી.આ સભામાં સંસ્થા 30 વર્ષના ભાડાપટ્ટે આપવાના થયેલ નિર્ણયને બહાલી આપી હતી.ભાડાપટ્ટે આપવા થયેલ કરાર પ્રમાણે સંસ્થા ઉપરનું તમામ કરજ આઈ.પી.એલ કંપનીએ ચૂકવી આપેલ છે જેની વિગતો થી સંસ્થાના ઇન્ચાર્જ એમ.ડી ચીનાભાઈ કામળિયાએ સભાસદોને અવગત કર્યા હતા.
સંસ્થાના ખેડૂત સભાસદોની વર્ષો જૂની માંગણી પ્રમાણે સભાસદ ખેડૂતોના શેર વારસાઈ મુજબ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયામાં નિયમો હળવા અને સરળ કરી સંસ્થાના સભાસદો વધારવા સાધારણ સભામાં નિર્ણય કરવામાં આવેલ..જેને ખેડૂત સભાસદોએ આનંદ સાથે વધાવી લીધો હતો.પ્રમુખ સ્થાનેથી વાર્ષિક અહેવાલો રજૂ થયા તેને ઉપસ્થિત સભાસદ ખેડૂતોએ સર્વ સંમતિથી મંજૂરી આપી હતી.બારમાસી પાક ગણાતી શેરડીનો પાક તૈયાર થઈ ગયો છે તેને 13 મહિનાથી વધુ સમય થઈ ગયો હોય હજુ શેરડીની કટાઈ શરૂ થઈ નથી…શેરડીના વજનમાં ઘાટી લાગે તેવી સ્થિતિ ઉભી થઈ છે જેથી ખેડૂતોને નુકસાન થાય છે તેમજ આવતી સીઝનનું વાવેતર કરવામાં સમયગાળો ટૂંકો પડતો જાય છે.
આ બાબતે તુરંત યોગ્ય કરી નોંધ કરાવેલ ખેડૂતોની શેરડીનો તૈયાર પાક વહેલી તકે લેવા ખેડૂતોએ સાધારણ સભામાં રજૂઆત કરી હતી.ધારાસભ્ય ભગવાનભાઈ બારડ,ચેરમેન ભીમશીભાઈ બામરોટીયા,આઈ.પી.એલ કંપનીના જનરલ મેનેજર યોગેશકુમાર રાઠી તેમજ ખેતીવાડી વિભાગના યાતેન્દ્ર પવાર એ શેરડીનો પાક સમય મર્યાદામાં લઈ ખેડૂતોને નુકસાન થાય નહીં માટે ઘટતું કરવા ખેડૂતોને વિશ્વાસ સાથે ખાત્રી આપી હતી.સભામાં બોર્ડ ઓફ ડિરેક્ટરો તથા મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો એ ભાગ લીધો હતો.
તમામ ખેડૂતોની શેરડી લેવામાં આવશે: શેરડીનું વાવેતર વધારવા ખેડૂતોને અનુરોધ
- Advertisement -
શેરડીની નોંધ કરાવી છે તે બધા ખેડૂતોની શેરડી આઈ.પી.એલ કંપની ખરીદી કરી લેશે..પ્લાન્ટ પાંચ થી દશ જાન્યુઆરીની વચ્ચે શરૂ થાય તેવા પુરા પ્રયત્નો હાલ ચાલુ છે.ટેકનિકલ કારણોસર ફેક્ટરીના સ્ટીમ અને બોઇલર સિસ્ટમમાં લીકેજ અને ક્ષતિ હોય જેથી પીલાણ શરૂ કરવામાં મોડું થયું છે…સાધારણ સભામાં આવેલા ખેડૂતોને આવનાર દિવસોમાં શેરડીનું વધુ વાવેતર કરવા મંડળીના બોર્ડ ઓફ ડિરેક્ટર અને આઈ.પી.એલ કંપની તરફથી અપીલ કરવામાં આવી છે.
સુગર ઈન્ડસ્ટ્રીઝમાં ઈંઙકકંપનીની ખાંડ દેશમાં પ્રથમ નંબરે છે:ધારાસભ્ય ભગાભાઈ બારડ
તાલાલા ખાંડ ફેક્ટરી 30 વર્ષના ભાડાપટ્ટે રાખનાર ઈન્ડિયન પોટાશ કંપની ની ખાંડ સુગર ઈન્ડસ્ટ્રીઝ માં દેશમાં પ્રથમ નંબર ઉપર છે.આવનારા દિવસોમાં કંપનીના માર્ગદર્શન હેઠળ શેરડી વાવેતર પધ્ધતિ ઉપરાંત પ્લાન્ટેશન માંથી વિવિધ જાતની શેરડી બિયારણ નું ઉત્પાદન કરી ખેડૂતોને અલગ અલગ જાતનું શેરડી નું બિયારણ આપવામાં આવશે.આગામી દિવસોમાં વિવિધ પ્રકારની શેરડીનું ડેમો બતાવી શેરડી ઉત્પાદન સારૂ થાય,રીકવરી સારી આવે માટે કંપની દ્વારા ખેડુતોને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવશે તેમ ધારાસભ્ય ભગવાનભાઈ બારડે જણાવ્યું છે.



