રાજકોટના યુવક પાસે પીએસઆઈ બનાવવાનું કહી 50 લાખ માંગી, 15 લાખ પડાવ્યા હતા
બે શખ્સો સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ : વિવેકની ધરપકડ, હરિ ગમારાની શોધખોળ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના નવાગામમાં રહેતાં જીલુભાઈ ભગાભાઈ ગમારા ઉ.50એ પાલીતાણાના હરી રાજા ગમારાઅને વિવેક ઉર્ફે વિકી પ્રવીણ સામે ડીએસપી તરીકેની નોકરી અપાવી દેવાનું કહી 1.48 કરોડની છેતરપિંડી અંગે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પશુપાલન તથા ખેતીકામ કરે છે દસેક વર્ષ પહેલા તે દ્વારકા ગયો ત્યારે હરી ગમારા સાથે મુલાકાત થઇ હતી બાદમાં પારીવારીક સંબંધ બંધાયેલ હતા 2021-22 માં તે ઘરે આવ્યો હતો તે વખતે તેમણે કહેલ કે, હમણા પીએસઆઈની ભરતી ચાલુ છે, તમારે તમારા દિકરાને પીએસઆઈની ભરતીમાં પાસ કરાવવો હોય તો અમને કહેજો મારી પાસે લાગવગ છે. જેથી મોટા દિકરા રાહુલ માટે આ હરીભાઈ સાથે પીએસઆઈ બનાવવા વાત કરેલ તો તેમણે કહેલ કે, તેમની સોસાયટીમા વિવેક દવે નામના વ્યક્તી રહે છે અને તે તેમના સારા મીત્ર છે અને તેમની રાજકીય નેતાઓ સાથે ખુબ જ સંપર્ક છે. તેઓના કહેવાથી તમારા દિકરાને પીએસઆઈમાં નોકરી મળી જસે બાદમાં વિવેક દવે સાથે વાત કરાવેલ અને તેને પીએસઆઈની પરીક્ષામા પાસ કરાવવા માટે 50 લાખ થસે તેમ કહેલ અને એડવાન્સ પેટે 15 લાખ તાત્કાલીક આપવા પડસે અને બાકીના પૈસા પીએસઆઈનો ઓર્ડર આવ્યે આપવા પડસે, જેથી હરી ગમારા તથા વિવેક દવે પર ભરોસો આવતા હરી દ્વારા 15 લાખ આ વિવેકને રોકડા ઘરે આપ્યા હતાં પીએસઆઈની ભરતીનુ મેરીટ આવતા આ મેરીટમાં દિકરાનું નામ આવેલ નહી, જેથી હરીભાઈએ વિવેક સાથે વાત કરાવતા તેમણે કહેલ કે, મારે જેના દ્વારા સેટીંગ કરવાનુ હતુ, તે સાહેબ મરણ ગયેલ છે, પરંતુ તમે ચીંતા ના કરો તમે તમારા પૈસા પરત લઈ જાવ હું કોઈ બીજી નોકરીમા સેટીંગ કરૂ છુ.
બાદમા તેઓ ભાવનગર ખાતે ગયેલ અને આ હરીભાઈએ 14 લાખ પરત આપેલ અને 1 લાખ બાબતે કહેલ કે, તે પૈસા ભલે વિવેકભાઈ પાસે ખર્ચા પેટે રહેલ તે તમારા દિકરા માટે બીજી કોઈ નોકરીમા સેટીંગ કરે છે બાદમાં હરીભાઈ તથા વિવેક બન્ને ઘરે આવેલ અને કહેલ કે, ભારત સરકારના મોટા મોટા મંત્રીઓ સાથે સંબંધ છે જેથી હવે તમારા દિકરાને ડાયરેક્ટ ડીએસપીનો ઓર્ડર તે કરાવી આપસે, પરંતુ આ વખતે તમારે 2.36 કરોડ રૂપીયા આપવા પડસે અને એડવાન્સમા 50 લાખ આપવા પડશે થોડાક દિવસો બાદ અલગ અલગ તારીખે કુલ 37,76,366 તેઓને મોકલેલ હતાં. દરમિયાન હરી ગમારાનો ફોન આવેલ કે, તમારા દિકરાનો ડીએસપીનો ઓર્ડર તૈયાર છે, પરંતુ આપણે બાકીના આપવાના પૈસા તાત્કાલીક આપવા પડશે નહીતર ઓર્ડર નહી આવે, જેથી બાકીના 1,98,23,634 રોકડા રૂપીયા આપેલ અને દિવસો જતા દિકરાનો ડીએસપીનો ઓર્ડર આવેલ નહી જેથી બંને આરોપી સાથે વાત કરી અવારનવાર મારા પૈસાની માંગણી કરતા તેમને 88 લાખ પરત આપેલ અને બાકીના નિકળતા 1.48 કરોડ ન આપી છેતરપીંડી આચરી હતી બનાવ અંગેની ફરીયાદ પરથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુનો નોંધી પાલીતાણાના વિવેક ઉર્ફે વિક્કી પ્રવીણને ઝડપી લઇ તેના પાંચ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે વિવેક ફિલ્મ પ્રોડ્યુસર હોવાનું અને તેણે પાંચ જેટલી ફિલ્મો પણ બનાવી હોવાનું જાણવા મળ્યું છે જ્યારે વધું એક આરોપી હરી ગમારાની શોધખોળ હાથ ધરી છે.



