પૂજ્ય સાધ્વી દેવાદીતીજીના માર્ગદર્શનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા; આજીવન યોગ કરવાનો લીધો સંકલ્પ
ખાસ-ખબર ન્યૂઝ બોટાદ
- Advertisement -
બોટાદના પાળીયાદ રોડ પર આવેલા બીએપીએસ સંસ્કારધામ ખાતે યોગ ઋષિ સ્વામી રામદેવજી મહારાજ અને આચાર્ય બાલકૃષ્ણજીના શિષ્યા પૂજ્ય સાધ્વી દેવાદીતીજીના સાનિધ્યમાં ત્રણ દિવસીય ઇન્ટીગ્રેટેડ યોગ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં બોટાદના સ્વાસ્થ્ય પ્રેમી નાગરિકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગ, પ્રાણાયામ અને આયુર્વેદના પાઠ શીખ્યા હતા.
શિબિરની વિશેષતાઓ: શિબિર દરમિયાન સાધ્વીજીએ ઉપસ્થિત લોકોને નિરોગી જીવન જીવવા માટે યોગનું મહત્વ સમજાવ્યું હતું. સહભાગીઓને દરરોજ આયુર્વેદિક ઉકાળાનું રસપાન કરાવી આયુર્વેદિક જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરાયા હતા. શિબિરના અંતે પતંજલિ સમિતિ દ્વારા સાધ્વી દેવાદીતીજી, વિનોદભાઈ શર્મા અને તનુજાબેન આર્યનું શાલ તથા પુષ્પગુચ્છથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
ટીમની જહેમત: આ આયોજનને સફળ બનાવવા માટે રાજ્યના મહિલા પ્રભારી તનુજાબેન આર્ય, જનરલ પ્રભારી વિનોદભાઈ શર્મા, જિલ્લા પ્રભારી મયુરધ્વજસિંહ ભાટી, ડો. રોહિતભાઈ લાણીયા અને પત્રકાર કનુભાઈ ખાચર સહિતના અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. શિબિરના અંતે તમામ સાધકોએ આજીવન યોગ કરવાના સંકલ્પ સાથે વિદાય લીધી હતી.



