ગીર સોમનાથ જિલ્લા કઈઇના પેટ્રોલિંગ દરમીયાન ઓમ ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલ ઝડપાઈ હતી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.26
- Advertisement -
તાલાલા ગીર તથા સાસણગીર માં આવેલ રીસોર્ટ,ફાર્મ હાઉસો થર્ટી ફર્સ્ટ ની ઉજવણી માટે પ્રવાસીઓનું પ્રિય સ્થળ બની રહ્યું છે…તાલાલા તાલુકાનાં જંગલની વચ્ચે આવેલ ભોજદે ગીર ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસ માં દારૂની મહેફિલ માણતા 5 નબીરાઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લેતાં થર્ટી ફર્સ્ટ પૂર્વે જંગલમાં પાર્ટી કરવા આવતા પ્યાસીઓમાં ફફડાટ ફેલાયો છે.
ગીર સોમનાથ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાં પી.આઈ.એસ.વી.રાજપુત,પી.એસઆઈ.આકાશસિંહ સિંધવ ના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ.સોનિંગસિંહ સિસોદિયા ને મળેલ બાતમીના આધારે સ્ટાફ સાથે ભોજદે ગીર ગામની સીમમાં આવેલ ઓમ ફાર્મ હાઉસમાં ચેકીંગ કરતાં ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલ ઝડપાઈ હતી.પોલીસે વિદેશી દારૂની મહેફિલ માણતા સાગર રસીકભાઈ વઘાસિયા ઉ.વ.32,ધ્રુવિલ અશોકભાઈ પાદરીયા ઉ.વ.30,ભાર્ગવ કલ્પેશભાઈ વઘાસિયા ઉ.વ.25 રે.ત્રણેય રાજકોટ,ભાર્ગવ હસમુખભાઈ ઢોલરીયા ઉ.વ.32 રે.જેતપુર,ફાર્મ હાઉસ સંચાલક અરજણ અરશીભાઈ બારડ ઉ.વ.29 રે.જેપુર ગીર ને પકડી પાડયા હતા…આરોપીઓ સામે પોલીસે ગેરકાયદેસર દારૂની મહેફિલ નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.મોડી રાત્રે ગીરના ગીચ જંગલમાં ફાર્મ હાઉસમાં 4 નબીરા વિદેશી દારૂની મજા માણતા હતા.આ દરમ્યાન પોલીસે રંગમાં ભંગ પાડી પ્યાસીઓની મજા છીનવી લીધી હતી.



