નાગલપરમાં 336 એકરમાં આધુનિક મેડિકલ ડિવાઇસ પાર્ક સ્થપાશે
ગુજરાતના હેલ્થકેર વિકાસને નવી ગતિ
- Advertisement -
336 એકરનો મેડિકલ ડિવાઇસ પાર્ક વિકસશે, સંશોધન, ઉત્પાદન, ગુણવત્તા પરીક્ષણ તેમજ વૈશ્ર્વિક નિકાસને મજબૂત આધાર પૂરો પાડશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (ૠઈંઉઈ) દ્વારા રાજકોટ જિલ્લાના નાગલપર ખાતે એક વિશાળ અને અત્યાધુનિક મેડિકલ ડિવાઇસ પાર્ક સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. આશરે 336 એકર વિસ્તારમાં ફેલાયેલો આ પ્રોજેક્ટ તબીબી ઉપકરણોના ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતને વૈશ્વિક નકશા પર અગ્રેસર બનાવશે. આ પાર્ક માત્ર ઉત્પાદન જ નહીં, પરંતુ સંશોધન, ગુણવત્તા પરીક્ષણ અને નિકાસ માટે એક સંકલિત માળખું પૂરું પાડશે.
વ્યૂહાત્મક કનેક્ટિવિટી અને પ્લગ-એન્ડ-પ્લે સુવિધા નાગલપરનું સ્થાન લોજિસ્ટિક્સની દ્રષ્ટિએ અત્યંત
મહત્વનું છે. આ પાર્ક પીપાવાવ, કંડલા અને મુન્દ્રા બંદરથી સીધો જોડાયેલો છે, જ્યારે રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને નેશનલ હાઈવે-27ની નજીક હોવાથી પરિવહન અત્યંત સરળ બનશે. ઉદ્યોગકારો માટે અહીં ’પ્લગ-એન્ડ-પ્લે’ માળખું તૈયાર કરાશે, જેમાં 3.5 ખકઉ પાણી પુરવઠો, 66 ઊંટ વીજ સબસ્ટેશન, કોમન વેરહાઉસ અને કચરા વ્યવસ્થાપન જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે. ટૠછઈ રાજકોટમાં રોકાણકારો માટે સુવર્ણ તક જાન્યુઆરી-2026માં રાજકોટ ખાતે યોજાનારી ’વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (ટૠછઈ) આ પ્રોજેક્ટ માટે એક વૈશ્વિક મંચ પૂરો પાડશે. રાજકોટ પહેલેથી જ ઓર્થોપેડિક અને સર્જિકલ ઉપકરણોના ઉત્પાદન માટે જાણીતું છે, ત્યારે આ નવો પાર્ક એન્જિનિયરિંગ અને મેડિકલ ટેકનોલોજી ક્ષેત્રે રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ કોન્ફરન્સ દરમિયાન રોકાણકારોને જમીન ફાળવણી અને વ્યૂહાત્મક ભાગીદારી માટે સીધી તક મળશે.



