ધ ડાર્ક શોપિંગ કાર્ટ : જ્યારે મધ્યરાત્રિની ખરીદી સવારે પસ્તાવામાં ફેરવાય છે, કારણ કે…
મિડ નાઈટ ડીલનો 70% ટ્રાફિક ભાવનાત્મક ખરીદીમાંથી આવે છે, આયોજનબદ્ધ ખરીદીથી નહીં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.2
મોડીરાત્રે જ્યારે દુનિયા શાંત થતી જાય છે તેમ સ્ક્રીન પર અસલી ખેલ શરૂ થાય છે. અડધી ઊંઘમાં સ્ક્રોલ કરતા આપણે વિચારીએ છીએ કે આપણે નિયંત્રણમાં છીએ પરંતુ હકીકતમાં કોઈ બીજું ક્ધટ્રોલ કોઈ બીજાના હાથમાં હોય છે. ’મર્યાદિત વસ્તુ ઉપલબ્ધ’, ‘છેલ્લી તક’, ‘મિડનાઈટ પ્રાઈસ’ આ ફક્ત ઓફર નથી પણ ચોક્કસ રીતે રચાયેલ મનોવૈજ્ઞાનિક તીર છે જે મગજના થાકને પહેલા નિશાન બનાવે છે. ભલે આપણે મજબૂત ઇચ્છાશક્તિ ધરાવતા હોઈએ, રાત્રિનો તે ઘટતો સમય આપણને સરળતાથી ખાતરી આપે છે કે આ ખરીદદારીમાં એક તક છે. નુકસાન નહીં. પછી સવારનો પ્રકાશ ફક્ત એક જ વસ્તુ જાહેર કરે છે આપણે જીત્યા નહીં, ડાર્ક શોપિંગ કાર્ટ સિન્ડ્રોમ જીત્યો છે.
રાત્રે મગજનો આત્મ-નિયંત્રણ કેમ નબળો પડે છે? જ્યારે ઊંઘનું દબાણ વધે છે ત્યારે મગજનો પ્રી-ફ્રન્ટલ કોર્ટેક્સ, નિર્ણય લેવા અને નિયંત્રણ માટેનું કેન્દ્ર, વધુ ધીમેથી કાર્ય કરે છે. આનાથી વ્યક્તિ વધુ ડોપામાઈન-સંચાલિત બને છે. એટલે કે તે તરત જ ઉત્સાહિત અને ઉત્સુક બને છે. અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશનના એક અભ્યાસમાં જણાવાયું છે કે રાત્રે 11 વાગ્યા પછી ઈમ્પલ્સ ડિસીજન 40% વધે છે. આ સમય દરમિયાન ઈ-કોમર્સ પ્લેટફોર્મ જાણી જોઈને ફોમો (ખોવાઈ જવાનો ડર) મેસેજ મોકલે છે, જેમ કે માત્ર 1 ટુકડો બાકી છે, ’લોકો ઝડપથી ખરીદી કરી રહ્યા છે. આ ઓફર 15 મિનિટમાં સમાપ્ત થાય છે. આ મેસેજ મગજને ખાતરી આપે છે કે જો તમે હમણાં ખરીદી નહીં કરો તો તમને
નુકસાન થશે. મનોવૈજ્ઞાનિક ડો. એમી મોરિન કહે છે કે રાત્રે મગજ પુરસ્કાર મેળવવાની સ્થિતિમાં’ હોય છે. ઈ-કોમર્સ કંપનીઓ આને ઓળખે છે અને ગ્રાહકોના આત્મ-નિયંત્રણને અવરોધે તેવા મેસેજ મોકલે છે. આઈઆઈએમ-બેંગ્લોરના ક્ધઝ્યુમર બિહેવિયર રિસર્ચર પ્રો. પવન સિંહ કહ્યું મિડ નાઈટ ડીલનો 70% ટ્રાફિક ભાવનાત્મક ખરીદીમાંથી આવે છે, આયોજનબદ્ધ ખરીદીથી નહીં. આ બિઝનેસ મોડેલ ફોમો-ડ્રિવન ડિઝાઇન પર ચાલે છે.
આ સસ્તું નથી, તે થાક અને લોભથી જન્મેલું એક સ્માર્ટ નુકસાન છે
- Advertisement -
રાત્રે ખરીદી કરતા 10માંથી 7 લોકો બીજા દિવસે પસ્તાવો અનુભવે છે. એપીએ રિપોર્ટ મુજબ રિટર્ન રિક્વેસ્ટમાં 31% ઓર્ડર એવા હોય છે જે મોડી રાત્રે રખાયેલા હોય છે. ઘણા ગ્રાહકો સ્વીકારે છે કે ખરીદી કર્યા પછી, તેમને ખ્યાલ આવ્યો કે તે જરૂરી નથી. તેમણે તેમનું બજેટ બગાડ્યું. અથવા તેમણે ઓફર જોયા પછી જ ખરીદી કરી. વાસ્તવિક ઉત્પાદન હલકી ગુણવત્તાનું બહાર આવ્યું. આને મનોવૈજ્ઞાનિકો ડાર્ક શોપિંગ કાર્ટ સિન્ડ્રોમ કહે છે.



