વઢવાણ પ્રાંત અધિકારીનો ચૂંટણી અધિકારીને પત્ર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.13
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ચાલી રહેલી ખાસ મતદાર યાદી સુધારણા (જઈંછ)ની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ, ખાસ કરીને શિક્ષકોને, તેમની અન્ય નિયમિત ફરજોની સાથે જઈંછનું કામ કરવું પડતું હોવાથી મુશ્કેલી પડતી હતી. વઢવાણના પ્રાંત અધિકારીએ તાત્કાલિક પગલું લીધું છે. વઢવાણ પ્રાંત અધિકારીએ જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર સહિતના અન્ય અધિકારીઓને લેખિત પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, 28-10-2025થી 7-2-2026 સુધી ચાલનારી આ જઈંછ કામગીરી ચૂંટણી પંચની સીધી દેખરેખ હેઠળ છે. તેથી, 1580 બીએલઓ (ઇકઘ) અને સુપરવાઇઝરને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ કચેરીની અન્ય ફરજોમાંથી સંપૂર્ણપણે મુક્ત રાખવા જણાવવામાં આવ્યું છે, જેથી સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થઈ શકે.



