ગાંધીનગરમાં ભારતીય નેશનલ જનતા દળના સંજય ગજેરાના ઘર-ઓફિસે IT રેડ
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
ગુજરાતમાં રાજકીય દાનના નામે ટેક્સચોરી કરનારા પર થોડા મહિના પૂર્વે દરોડા પાડવામાં આવ્યા હતા. તેની તપાસ બાદ હવે દાન લેનારા પક્ષોને નિશાન બનાવાયા છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગરના ત્રણ સ્થળો સહિત ગુજરાતમાં 24થી વધુ સ્થળોએ રાજકીય દાનના નામે કાળા-ધોળા કરનારા પર તવાઈ બોલાવાઈ છે. અગાઉ દાન દેનારાઓને ત્યાં આવકવેરા વિભાગ ત્રાટક્યું હતું. હવે દાન લેનારા ‘નાના રાજકીય પક્ષો’ને ત્યાં આયકર વિભાગ ત્રાટકયું છે.
ગાંધીનગરમાં આજે(12 નવેમ્બર) વહેલી સવારથી ભારતીય નેશનલ જનતા દળના વડા સંજય વિઠ્ઠલભાઈ ગજેરાના ઘર-ઓફિસે પોલીસ બંદોબસ્ત સાથે ઈંઝ ટીમ ત્રાટકી હતી. ઈંઝની એક ટીમ સેકટર 26 કિસાનનગર સ્થિત તેમના ઘરે હથિયારધારી પોલીસ જવાન સાથે ઘરમાં સર્ચ કરી રહી છે. જ્યારે અન્ય ટીમો સેક્ટર 11માં મેઘ મલ્હાર ઓફિસ અને ડ્રાઇવરના ગ્રીનિસિટી ઘરે ત્રાટકી છે. હાલમાં સંજય ગજેરાના ઘરે ઈંઝની ટીમ દસ્તાવેજો, સ્થાવર અને જંગમ મિલકત સહિતના પુરાવા ચકાસી રહી છે.
અમદાવાદમાં ડઝનથી વધુ સ્થળોએ ઈન્કમટેકસ દ્વારા ઓપરેશન કરાયું છે તેમાં આવા પક્ષો સાથે સંકળાયેલા આગેવાનો નિશાન બન્યા છે. આવકવેરા વિભાગનાં સુત્રોએ કહ્યું કે, અમદાવાદ ઉપરાંત, સુરત, વડોદરા, રાજકોટ, સહિતનાં શહેરોમાંથી અધિકારીઓની ટીમોને દરોડામાં સામેલ કરવામાં આવી છે.
આ રેડમાં કરોડોના નાણાકીય વ્યવહારો તથા ટેકસ ચોરીનો ખુલાસો થઈ શકે છે. ચેકથી દાનનાં નામે મોટી રકમ મેળવ્યા બાદ કમિશન કાપીને રોકડ પરત કરીને ટેકસ ચોરીની આ મોડસ ઓપરેન્ડી છે.
- Advertisement -
ગુજરાતનાં અમદાવાદ, ગાંધીનગર, ઉપરાંત સૌરાષ્ટ્રનાં પણ જૂનાગઢ જેવા શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા છે. જોકે વિભાગ તરફથી કોઈ સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી. આ કાર્યવાહીના પગલે રાજકીય ક્ષેત્રમાં ખળભળાટ સર્જાયો છે.
ચૂંટણી પંચે તાજેતરમાં આવા પક્ષોની ઝાટકણી કાઢી હતી અને અમાન્ય જાહેર કર્યા હતા. નાની દુકાન કે ઓફિસમાં ચલાવતા આવા પક્ષો દ્વારા રાજકીય દાનના નામે કરચોરીનાં મોટા ખેલ થતા હોવાનું ધ્યાને આવ્યુ હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વિઠ્ઠલ ગજેરા મૂળ સૌરાષ્ટ્રના રહેવાસી છે. ગાંધીનગર આવીને શરૂમાં તેમણે ખાદ્ય તેલનો ધંધો શરૂ કર્યો હતો. વર્ષોથી તેમની ઓફિસ કે દુકાન ગણો એ સેકટર 24 મેઈન શોપિંગમાં હતી. બાદમાં તેમણે સેકટર 24માં જ ગેરકાયદેસર રીતે સોલવંટનો ધંધો શરૂ કર્યો હતો. જે મામલે પોલીસ કેસ પણ થયેલા છે. તો એક ગુનામાં પાસા પણ થઈ હતી.
સંજય ગજેરાના ડ્રાઈવરના મોબાઇલમાંથી મહત્વના પુરાવા મળ્યા
ગાંધીનગરમાં ભારતીય નેશનલ જનતા દળના વડા સંજય વિઠ્ઠલભાઈ ગજેરાના ઘર-ઓફિસે પડેલી ઈંઝ રેડ અંગે સૂત્રોએ જણાવ્યું કે, પાર્ટીના મૂળ સ્થાપક વિઠ્ઠલ ગજેરા છે. જેઓનું કોરોના દરમિયાન અવસાન થતાં પાર્ટીનું સમગ્ર સંચાલન સંજય ગજેરાના હાથમાં આવ્યું હતું. જે બાદ સંજય ગજેરાએ આખું નેટવર્ક ઊભું કર્યું હતું. એક સમયે સંજય ગજેરાને ફ્રન્ટી ગાડી લેવાના પણ ફાંફા હતા. ત્યારે આ વર્ષે જ તેની પાસે MG gloster ગાડી અને હાર્લી ડેવિસન બાઇક પણ છે. સંજય ગજેરાના ડ્રાઈવર રોનકસિંહના મોબાઇલમાંથી પણ કેટલાક મહત્વના પુરાવા ITને હાથ લાગ્યા છે.



